________________
પુસ્તક રજુ છે આ વાત લગભગ બધા માને છે, પણ ફરક ક્યાં પડે છે? ધ્યેયમાં !
જૈનેતરે “દનદક્ષિણામાં જે મળ્યું તે ખરૂં” એવી માન્યતાથી ધર્મ કરે જ્યારે જેને તે હિંસા આદિ મારા આત્મસ્વરૂપના પ્રતિ બંધક છે માટે તે ન આચરવા, ધમની આરાધના કંઈ “ચલે ! જે દક્ષિણ મળી તે ખરી ' એની જેમ નહીં, પણ દેવું વાળવાની જેમ ખૂબ જ તમન્ના-ઉછરંગ અને ઉલ્લાસ પૂર્વક ધર્મની આરાધના કરવાની હોય છે.
એટલે કે જેન–જેનેતરના દયેયમાં જ ફરક – જેને આત્માને જ્ઞાનમય, પચ્ચકખાણ સ્વરૂપ અને વીતરાગમય માને જ્યારે જેને તરતે આત્મામાં જ્ઞાન આગંતુક માને છે અને મુક્તિ અવસ્થામાં જ્ઞાનને પણ અભાવ માને છે એટલે આત્મા જ્ઞાન રહિત બની જડપત્થર જે બને, આવી સ્થિતિમાં તેમાં પચ્ચકખાણ કે વીતરાગતા આદિ આત્મ સ્વભાવરૂપે શી રીતે માને? તે ન માને એટલે પછી આત્મસ્વરૂપની આડે આવતા કર્મના આવરણને ખસેડવાના પ્રયત્નપુરૂષાર્થરૂપ વિવિધ વિરતિની પ્રવૃત્તિ તરફ જેનેતરનું લક્ષ્ય જાય જ શી રીતે ?
નિયાયિની મેક્ષની માન્યતા
નિયાયિક વગેરે એ મોક્ષને એક વિચિત્ર માને છે કે જે સાદી બુદ્ધિમાં પણ ન ઉતરે, સુખ, જ્ઞાન આદિથી રહિત આત્માની અવસ્થા તે મેક્ષ, સમજદાર માણસો દ્વારા જ્યારે તેમની આવી માન્યતાને ચકાસવામાં આવે છે ત્યારે તેમાં આપણને ઉલટા ગળે બાઝે છે, કે- તમારા મેક્ષમાં શું ? નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં કંઈ કરવાનું, કંઈ કરતાં કંઈ નહીં! ત્યારે મેક્ષમાં કરવાનું શું ? અને મેક્ષમાં સુખ શું ! આવા આવા ચિત્ર વિચિત્ર અજ્ઞાન મૂળક તર્કોથી પોતાની વાતને છુપાવવા માંગે છે.