________________
૭૧
પુસ્તક ૧-લું તીય મૂળ કારણ હોઈ વિશેષ નજીક છે, અને તેના કરતાં પણ પહેલાને ભવ પૂરો કરી વિવક્ષિતભવમાં જવા વાળે જીવ ત્યાં જીતી વખતે ઘણું જ નજીકનું કારણ છે માટે તેની શુદ્ધ અપેક્ષાએ ભવિષ્યના ભવની અપેક્ષાએ દ્રવ્ય ગણવામાં આવે છે. અતીત પર્યાયની દષ્ટિએ દ્રવ્યપણુની સાબીતીને પ્રબળતર્ક
આ ઉપરથી વાચકોને ભૂતકાળને અંગે દ્રવ્ય નિક્ષેપે માનવાની સહેજે સમજણું પડશે. જેવી રીતે ભૂતકાળની અપેક્ષાએ વ્યવહારને અનુસરીને દ્રવ્યનિક્ષેપ માનવાની જરૂર પડે છે, તેવી જ રીતે વિવક્ષિત પર્યાયના નાશ પછીની અવસ્થા માટે પણ દ્રવ્ય શબ્દ વાપરવાની જરૂર પડે છે, કેમકે જેવી રીતે ઘટ–ઉત્પત્તિની નજીકના પહેલા ક્ષણમાં “ઘટ કરું છું” એમ કહેવાય છે તેવી જ રીતે ઘટની અખંડ અવસ્થાને નાશ થઈ ખંડ–ઘટમાં પણ ઘટપણું અને સમગ્ર વસ્ત્રને નાશ થઈ ખંડિત-વસ્ત્રમાં પણ વસ્ત્રપણું સર્વથા નાશ પામેલું ન માનતાં ઘટપણું અને વસ્ત્રપણું માનીએ છીએ તે તે માન્યતા પૂર્વ પર્યાયને અનુસરીને જ છે, અને તે દ્રવ્ય નિક્ષેપાને જ આભારી છે.
આને જ આધારે પૂર્વકાળે તીર્થંકરાદિ અવસ્થામાં થઈ ગયેલા અને વર્તમાનમાં તે અવસ્થાથી રહિત થઈને સિદ્ધાદિની અવસ્થા છતાં પણ તીર્થંકરાદિની અવસ્થાએ સ્તુતિ વિગેરે થઈ શકે છે. જે ભૂતકાળની અવસ્થાને સર્વથા નષ્ટ થયેલી માનીએ તે સિદ્ધાદિની અવસ્થામાં રહેલા એની તીર્થંકરાદિ પણે સ્તુતિ થઈ શકે જ નહિ. અતીતકાળે થયેલા તીર્થકરાદિ મહાપુરુષોની સ્તુતિમાં તે તીર્થંકરાદિપણાનું કે અભિધેય આકાર કે ભાવપણું એક પણ ચીજ ન હોવાથી દ્રવ્ય પણ સિવાય સ્તુતિની વાસ્તવિકતાને કેઈ બીજે આધાર નથી.
આ જ કારણથી મોહ્યુi૦ દંડકથી ભાવજિનની સ્તુતિ કર્યા છતાં ઢોરણથી કરાતી સ્તુતિ નિરર્થક થતી નથી. એ કે છોકરા સૂત્રમાં વર્તમાન કાળ દ્રવ્ય તીર્થકરની સ્તુતિ છે તેપણ વીશીમાં થયેલા તીર્થકરનું નામ દ્વારા કીર્તન હોવાથી તે “નામસ્તવ,