________________
પુસ્તક ૧-લું
પશ્ચિમ અવસ્થા અને તે ત્રણેના આધારભૂત દ્રવ્ય ન માનવામાં આવે તે ભાવ અવસ્થાને સદ્ભાવ જ ન હોય કેમ કે તેવા તેવા રૂપે દ્રવ્યનું વર્તવું તેને જ ભાવ અવસ્થા કહેવાય છે.
ભૂત ભવિષ્યના પર્યાયને ન માનનારા અગર તેને નિરન્વય એટલે પરંપરા વગરનો નાશ માનનારા તો કેવળ ક્ષણિકવાદી જ હોય ને તે ક્ષણિકવાદ કોઈ પણ પ્રકારે નિરૂપાદાન હવાથી ઘટી શકે તેમ નથી, માટે ભાવને માનનારાએ દ્રવ્યને માનવાની ખાસ જરૂર છે, કેમકે દ્રવ્ય વસ્તુ સિવાય અવસ્થાની ઉત્પત્તિ કે ફેરફારી માની શકાય તેમ નથી. દ્રવ્યની સાપેક્ષ મહત્તા
આ વાત દ્રવ્યને ભાવની ભિન્નતાની અપેક્ષાએ તેમ જ દરેક નિપાના જુદા જુદા પણની અંગે જણાવી પણ નિક્ષેપાના એકઠાપણાની અપેક્ષાએ વિચારીએ તે અવસ્થા એટલે પર્યાય રૂપી ચીજ દ્રવ્ય સિવાય હોઈ શકે નહિ. કેમકે જેમ દ્રવ્ય વિનાની અવસ્થા ન હેય તેમ અવસ્થા એટલે પર્યાય વગરનું દ્રવ્ય હેય નહિ, માટે નિક્ષેપાના સમુદાયની અપેક્ષાઓ એટલે કે એક જ વસ્તુ જે ઘટાદિક હોય તેમાં ઘટ નામની પ્રવૃત્તિ, પૃથુબુઘોદરાદિ આકાર અને જલ ધારણાદિ રૂપ ભાવ વિદ્યમાન છે તેમ તે જ વસ્તુમાં મૃત્તિકા રૂપી દ્રવ્ય પણ વિદ્યમાન છે. દ્રવ્યના મહત્વથી સમવાય સંબંધનું નિરસન
જો કે સમવાય સંબંધથી કાર્યકારણભાવ માનનારા કારણને નાશ માની કાર્યની ઉત્પત્તિ માને છે પણ પરિણામી કાર્યકારણ ભાવ માનનારાને તેવું માનવાની ફરજ પડતી નથી, અને તેથી જ વસ્ત્રમાંથી પણ તંતુનું કાર્ય કરાય છે તેમાં વિરોધ નહિ આવે તેમ જ માટીના ઘડામાં ઘડાપણાના કાર્ય સાથે મૃત્તિકાનું શીતલ પણ રૂપી કાર્ય થાય તેમાં પણ વિરોધ નહિ આવે અને જેમ સમવાય સંબંધે. કાર્ય કારણ ભાવ માનનારને છિદ્રઘટ અને ખંડવસ્ત્ર વિગેરેની ઉત્પત્તિમાં