________________
આગમત
ઉપર જણાવેલી હકીકત પરથી સ્પષ્ટ થશે કે દ્રવ્યશબ્દ જેવી રીતે કારણમાં વપરાય છે તેવી રીતે અપ્રધાનમાં પણ વપરાય છે. દ્રવ્ય નિક્ષેપોમાં દ્રવ્યશબ્દને અર્થ કર્યો? * ચાલુ પ્રકરણમાં દ્રવ્ય શબ્દ બને અથવા લેવાની જરૂર છે, અને તેથી જ આગમ અને આગમ એવા રૂપે દ્રવ્ય નિક્ષેપાના બે ભેદ પડી ને આગમમાં પણ જ્ઞશરીર અને ભવ્ય શરીર ભેદની સાથે વ્યતિરિક્ત નામને ભેદ પડી શકે છે. જે એકલા કારણને અંગે જ દ્રવ્ય શબ્દને વ્યવહાર કરીએ તે વ્યતિરિત નામને ભેદ દ્રવ્ય નિક્ષેપામાં આવી શકે નહિં.
કદાચ એમ કહેવામાં આવે કે વ્યતિરિક્ત નામને ભેદ ખુદ પરિણામી કારણ સિવાયના બીજા કારણોને લાગુ પડતું હોઈ અપ્રધાનતા રૂપ દ્રવ્ય શબ્દને અર્થ લાગુ પાડવાની જરૂર નથી તે તે કથન સર્વથા ઉચિત છે એમ ન કહી શકાય, કારણ કે પરિણામ પણ સિવાયના કારણે જેમ વ્યતિરિક્ત દ્રવ્ય તરીકે લેવાય છે તેવી જ રીતે અપ્રધાનપણે રહેલી વસ્તુઓને પણ વ્યતિરિક્ત દ્રવ્ય નિક્ષેપમાં લેવાય છે, અને તેથી જ વીર શબ્દના નિક્ષેપામાં વ્યતિરિક્ત દ્રવ્યવીર તરીકે શ્રી સરદારે લેવામાં આવે છે, અને આદ્રકીય અધ્યયનના અધિકારમાં આદ્રકના દ્રવ્ય નિક્ષેપાના અધિકારે આદ્રક (આદુ)ને વ્યતિરિક્ત દ્રવ્યઆદ્રક તરીકે લેવામાં આવે છે.
આ ઉપરથી સ્પષ્ટ માલમ પડશે કે નિક્ષેપાના અધિકારમાં મુખ્યતાએ તદ્ધિત સૂત્રથી થયેલ દ્રવ્ય શબ્દ ન લેતાં કૃદન્ત સૂત્રથી બનેલે કારણુતા અને અપ્રધાન અર્થને જણાવવાવાળે દ્રવ્ય શબ્દ લે વ્યાજબી છે. નિક્ષેપાના અધિકારમાં દ્રવ્યની મહત્તા
આ ઉપરથી જણાય છે કે–ભાવ (અવસ્થા)ને આધાર દ્રવ્ય છે પણ તે ભાવ વર્તામાં આવે ત્યારે તેની પૂર્વ અને પશ્ચિમ અવસ્થાની હયાતી હોવી જોઈએ, કેમકે જે વર્તમાન ભાવની પૂર્વ,