________________
પુસ્તક નું
મતની મૂર્તિઓને અંગે પરિહાર અને દૂષણ કહેવાય જ કેમ? સ્થાપના સત્યની સાપેક્ષ પૂજ્યતા-અપૂજ્યતા
વળી શામાં ખુદ ગણધર મહારાજાઓએ અન્ય દેવની મૂતિએને સમભાવ અને ચમત્કારી વર્ણવી છે, તે જે તેના સ્થા તેજ સ્થાપના ઉપર અપેક્ષાવાળા ન હતા અને તે સ્થાપનાને પિતાની સત્ય પ્રતિકૃતિ તરીકે ગણતા ન હતા તે તે મૂતિઓ સપ્રભાવ અને ચમત્કાર કરનારી હેત જ નહિ. તત્વ એટલું જ કે શૈશાલાના મતને અનુસરનારાઓ જેમ ગોશાલાની મૂર્તિને સ્થાપના સત્ય ગણે તેવી જ રીતે ભગવાન મહાવીર મહારાજાના અનુગામીઓને પણ તે શાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે ગણવાની તે ફરજ છે. ફરક એટલે જ કે ગોશાલાના મતને અનુસરવાવાળાઓ જેમ શૈશાલાને દર્શનીયતા આદિ ગુણવાળી માનતા હતા, અને તેથી ગોશાળાની મૂર્તિને પણ દર્શનીયતા આદિ ગુણવાળી માને પણ ભગવાન મહાવીર મહારાજના અનુગામીઓ ખુદ ગોશાલાદિને દર્શનીયતા આદિ ગુણયુક્ત ન માનતાં અદર્શનીયતા આદિવાળા માનતા હતા. અને તેથી તે ગોશાલાદિની મૂર્તિને સ્થાપના સત્ય તરીકે માનવા છતાં પણ દર્શનીયતા આદિ ગુણયુક્ત ન માનતાં અદર્શનીયતાદિ ગુણવાળી માને.
આજ કારણથી શાસ્ત્રકારોએ નાગ, ભૂત, યક્ષ, આદિની પૂજા આદિને અંગે થતે આરંભ અર્થદંડમાં ગણાવ્યું. પણ જિનેશ્વર ભગવાન આદિની પૂજામાં થતી સ્વરૂપ હિંસાને અર્થદંડમાં પણ સ્થાન આપ્યું નહિ. - વાસ્તવિક રીતે જોતાં પણ જણાશે કે જ્યાં દર્શનીયતા આદિ ગુણ હોય ત્યાં જ આત્મદ્ધાર અને સ્વપર ભાવદયાને પ્રસંગ હોય અને તેથી જ તે સ્થાને થતી હિંસાને કેવળ સ્વરૂપ હિંસા તરીકે કહી શકાય. પણ જે સ્થાને અદર્શનીયતા આદિ ગુણોવાળાની સ્થાપના હોય ત્યાં આત્મોદ્ધાર વિગેરેને અંશ પણ ન હોય અને તેથી તેવા