________________
આગમકથા
હેઈ મહામૃષાવાદી છે, એટલું જ નહિ પણ તેઓના મતે તે હિંસા જેવી કેઈ ચીજ રહેતી નથી.
જ્યારે તેઓના મતે હિંસા જેવી કેઈ ચીજ નથી તે પછી તે હિંસાથી વિરમવા રૂપ “પ્રાણાતિપાત વિરમણ” નામનું મહાવ્રત તે હેય જ ક્યાંથી? અને તેમના મત પ્રમાણે તેઓને ખરી રીતે “પ્રાણાતિપાત વિરમણીરૂપ મહાવ્રત ન હોય તે “મૃષાવાદ વિરમણ” આદિ બીજા મહાવ્રત કે જેઓ પ્રાણાતિપાત વિરમણ રૂપ મહાવતની રક્ષા માટે જ છે તેને સંભવ જ ક્યાંથી હોય? અર્થાત્ હિંસાના બચાવને અકર્તક માનનારા પિતાના મહાવ્રતની પિતાના જ વચને જલાંજલિ આપે છે. દ્રવ્યદયાને મર્મ
ઉપરની હકીક્તથી સ્પષ્ટ થશે કે આયુષ્ય આદિને ઉપક્રમ ન લાગે તે જેટલું આયુષ્ય હોય તેટલે કાળ તે પ્રાણી જીવી શકે. અર્થાત્ “ આપણું કાયા, વચન કે મનોગથી તેના આયુબ્દના ઉપકમો ન કરવા, ન કરાવવા અગર થતા હોય તેની ઉપેક્ષા ન કરવી તે જ ઉચિત છે અને તેનું નામ જ દ્રવ્યદયા છે. દ્રવ્યદયા કરતાં ભાવદયાનું સાપેક્ષ મહત્વ
આવી દ્રવ્યદયાથી બચેલા પ્રાણીઓ પિતાનાં આયુષ્યને ભેગવીને અંતે મરણને શરણ થાય જ છે, એટલે કે ઉપક્રમ ન કરવાથી અથવા તે ઉપક્રમનાં કારણે દૂર કરવાથી બચાવેલા પ્રાણીનું અંતે મરણ તે થાય જ છે, માટે બચાવનારે કે હિંસા નહિ કરનારે મરણની માફી કરાવી નથી, પણ માત્ર મરણની મુદત આગળ ઠેલેલી છે, તેવી જ રીતે સ્પર્શનઈદ્રિય આદિ પ્રાણને પણ સર્વકાળને માટે બચાવ કર્યો નથી. પણ તેના નાશને હમણાં નહિ થવા દેતાં ભાવી ઉપર ધકેલ્યા છે એટલે કે લેણાની રકમને ઉભી રાખી માત્ર જેમ મુદતને વધારે કરી આપી દેણદારને કેટલીક મુદતનું આશ્વાસન કરાય તેવી રીતે અહીં દ્રવ્યદયામાં પણ માત્ર જીવનની