________________
પુસ્તક ૧-લું લીધે કે પૂજાના વિરોધપણને લીધે ભાવદયાની ધારણાથી થતી જિનેશ્વર ભગવાનની પૂજાને નિષેધવા તૈયાર થાય છે તેઓને દ્રવ્યદયા અને ભાવદયાને પ્રસંગ જણાવે કઈ પણ પ્રકારે અપ્રસ્તુત ગણાશે નહિ. પરંતુ દ્રવ્યદયા કરતાં ભાવદયાનું અત્યંત ગૌરવ જાણવા માટે તે બંનેનું સ્વરૂપ જાણવાની જરૂર છે. દ્રવ્યદયાની માર્મિક વ્યાખ્યા
દ્રવ્યદયા એટલે-એકેદ્રિય આદિ જેને પ્રાપ્ત થએલા સ્પર્શનઇકિય આદિ દ્રવ્ય પ્રાણને નાશ ન કર, નાશ અન્ય કરતા હોય તેને રોકવા કે નાશ થતું હોય તેને અટકાવવા પ્રયત્ન કરો. દ્રવ્યદયાની અશક્યતા (પૂર્વપક્ષ)
આ સ્થળે કેટલાક એમ કહે છે કે–એકેદ્રિય આદિ જ પિતાના સ્પર્શનઈદ્રિય આદિ પ્રાણને પિતાના આયુષ્ય કે પર્યાપ્તિ આદિ નામકર્મના ઉદય સુધી ધારણ કરવાના છે, તેના આયુષ્ય કે પર્યાપ્તિ આદિ નામકર્મને નાશ થતાં કેઈ પણ મનુષ્ય કે સાધુ મહાત્મા તેના મરણ, કે પ્રાણુનાશના દુઃખના કારણથી બચી શકવાના નથી. અપેક્ષાએ એમ કહેવાય છે કે મરનારના કર્મને વિપાક જે મરવા રૂપ છે અને વિપાકને અંત થયા વિના કઈ મરતું જ નથી તે પછી હિંસા નામની ચીજ સંભવિત જ નથી, સહેજ પણ વિચાર કરવાથી સમજાશે કે જ્યાં સુધી આયુઃ કર્મને સદ્ભાવ હોય ત્યાં સુધી કઈ પણ પ્રાણ મરે નહિ (યાદ રાખવું કે આયુકમ ગતિ, જાતિ આદિ કર્મોની પેઠે અનેક ભવ કરવાથી વેદ્ય નથી પણ દરેક ભવમાં જુદું જુદું વેદાતું હાઈ પ્રત્યેક ભવથી જ વેદ્ય છે) અને આયુષ્યને નાશ થયા વિના કેઈ પણ જીવ મરતે જ નથી. આ અપેક્ષાએ કઈ પણ પ્રાણીની હિંસા કેઈ પણ પ્રાણ દ્વારાએ થવી શક્ય જ નથી.