________________
આગમત જિનેશ્વરદેવના ઉપદેશનું તત્વ તે પ્રાણીઓની બાધાને અનુલક્ષીને નથી પણ માત્ર સાધુમહાત્માઓના સંયમના પાલનને અનુલક્ષીને જ છે. નદી ઉતરવાના દષ્ટાંતે પણ દ્રવ્ય પૂજામાં હિંસા નથી
કદાચ કહેવામાં આવે કે નદી ઉતરવા આદિનું વિધાન અપવાદ પદે છે, અને તેથી જ નદી ઉતર્યા વગર થતા વિહારને શાસ્ત્રોમાં મુખ્ય સ્થાન આપેલું છે. આ કહેનારે પણ સમજવું જોઈએ કે સાધુમહાત્માઓને માસકમ્પાદિક મર્યાદામાં વિહાર કરે તે ઉત્સર્ગ જ છે. કેઈપણ દિવસ એમ નહિ કહેવાય કે રહેવાનું ન મળે તે સાધુ મહાત્માએ વિહાર કરે, અર્થાત્ વિહાર કરે એ તે ઔત્સગિક જ વિધાન છે, અને વિહારમાં જતુબાધાને સર્વથા અસંભવ જ છે એમ કઈ પણ કહી શકે જ નહિ.
વળી અપવાદે પણ નદી ઉતરવાનું વિધાન સ્વછંદપણે કે અન્ય કઈ તેવા મનુષ્ય કરેલું કે કપેલું નથી, પણ ખુદ જિનેશ્વરદેએ નદી ઉતરવાનું વિધાન કરેલું છે. અને સાધુમહાત્માઓને માટે ઉપદેશેલું છે. તે પછી અપવાદપદે પણ શું જિનેશ્વરદેવ હિંસાને ઉપદેશ દઈને હિંસા કરાવવા દ્વારા અને સાધુમહાત્માઓ તે નદી ઉતરવા આદિ રૂપે હિંસા કરવા દ્વારા પિતાને મહાવ્રતને ભંગ કરે છે. એમ કહેવાની કઈ પણ અક્કલવાળા મનુષ્ય હિંમત કરશે ખરો? નહીં જ!
આ સ્થળે જે એમ કહેવામાં આવે કે વિહાર અને નદી ઉતરવા આદિકથી પણ સંયમનું પાલન કરવું અને કરાવવું એ જ શ્રેષ્ઠ ગણેલું છે, તે પછી તેમ કરનાર અને કરાવનારા મહાવ્રતથી દૂર થયા નથી એમ માનવામાં કયે મુદ્દો આગળ કરાય છે? અલ્પ-બહુ નુકશાન અને ફળની વિચારણું એ બન્ને જે આવા ઉપદેશે અને વિધાને દ્વારા કરવામાં આવે તે સમજવું ઘણું જ સહેલું પડશે કે હિંસાની સર્વથા પ્રતિજ્ઞા કરનારા, પિતાની પ્રતિ. જ્ઞામાં ન્યૂનતા કરતાં અલપ-બહુ નુકશાનને ફળની વિચારણા કરે તે
ટો અને વિધાનસ સર્વથા પ્રતિજ્ઞાની વિચારણા કરે