________________
આગમત
તેઓને ભગવાનની મૂર્તિનું ઉત્થાપન જ કરવું છે, તેથી સાધુ-શ્રાવક દ્વારા કરાતું અને કહેવાતું પણ વંદન નમન અંગીકાર નહિ કરતાં એકલા પૂજનને સવાલ ખડો કરે છે. દ્રવ્ય પૂજાનું રહસ્ય
ઉપરના કુતર્કને ખરી દષ્ટિએ વિચારીએ તે કઈ પણ દરદ મટાડવા વૈદ્ય કે ડેાકટર પિતે જે ઔષધ ખાતે હોય તે જ લેવું જોઈએ. અર્થાત્ જે ઔષધ સાજે એવે વૈદ્ય કે ડોકટર ન ખાતે હોય તે ઔષધ દરદીએ પણ લેવું જોઈએ નહિ આવી રીતિએ કરવું જે ન્યાયયુક્ત હોય તે એમ કહી શકાય કે “સાધુએ શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિનું પૂજન કરે તે જ તેમના ઉપદેશથી શ્રાવકોએ તે પૂજન આદરવું જોઈએ,” પણ ઉપર જણાવેલા ઔષધના દષ્ટાંતે કઈ પણ મનુષ્ય પોતાના દરદને મટાડવા માટે વૈદ્ય ડોકટરે આપેલા ઔષધને વૈદ્ય ડેકટરને ખવડાવવા માંગતા નથી. તેવી રીતે શ્રદ્ધાસંપન્ન મનુષ્ય આરંભ પરિગ્રહના દેષમાં રહેલી પિતાની તન્મયતાના દરદથી બચવા માટે સાધુ મહાત્માઓ દ્વારા અપાતી પૂજારૂપ ઔષધી આદરવામાં કઈ પણ પ્રકારની હરકત ગણતા નથી. દ્રવ્ય-પૂજાને આશય
યાદ રાખવું જોઈએ કે જિનેશ્વર મહારાજની મૂર્તિનું પૂજન આરંભ પરિગ્રહઆસક્ત મનુષ્યોને આરંભ પરિગ્રહના વિચાર અને વર્તનથી દૂર રાખી સર્વથા આરંભ-પરિગ્રહથી મુકાવવા માટે જ છે, અને તેથી જ શાસ્ત્રકારે વાસ્તવિક દ્રવ્યપૂજા તેને જ ગણે છે કે જે પૂજા આરંભ-પરિગ્રહથી સર્વથા વિરમવા માટે હેય. એટલે કે જે પૂજા કરનારાઓનું ધ્યેય આરંભ–પરિગ્રહની આસક્તિના સર્વથા ત્યાગ તરફ ન હોય તે મનુષ્યની કરેલી ભગવાનની દ્રવ્યપૂજા તે વાસ્તવિક દ્રવ્યપૂજા નથી, કારણ કે દ્રવ્ય તે કહેવાય કે જે ભાવપણે પરિણમે, પણ જે ભાવપણે પરિણમે નહિ તે વાસ્તવિક રીતિએ દ્રવ્ય પણ કહી શકાય નહિં.