________________
- પ્રકાશકીય નિવેદન
| વિ. સં. ૨૦૧૦માં પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવશ્રી માણિકયસાગરસૂરીશ્વરની નિશ્રામાં વિદ્વર્ય મુનિ શ્રી સૂર્યોદયસાગરજી મ.ની પ્રેરણાથી આ ગ્રંથમાળાની સ્થાપના થઈ હતી.
પૂ. ગચ્છાધિપતિની દેખરેખ નીચે પૂ. આગમો. શ્રીના રચેલા લગભગ તમામ ગ્રંથ પ્રકાશિત કરવાનું સૌભાગ્ય અને સાંપડયું તે અમારા પરમ આનંદની વાત છે.
છેવટે શિખર ઉપર કળશ ચઢાવવાની જેમ વિ. સં. ૨૦૨૧ના ચોમાસામાં પૂ. આગમોદ્ધારક આચાર્ય ભગવંતના અપ્રકાશિત વ્યાખ્યાનેને વ્યવસ્થિત કરી પ્રકાશિત કરવા માટે “ આગમ ત” [ત્રિમાસિક ની યોજના એ રૂપ લીધું અને દેવગુરૂ કૃપાએ પ્રથમ વર્ષના ચાર પુસ્તક વિવેકી વાચકોના હાથમાં રજુ કર્યા.
તે જ ચાર અંકે સંયુક્ત સ્વરૂપમાં પુસ્તકાકારે પ્રકાશિત કરીએ છીએ. જેથી વિવેકી વાચકો પૂ આગમો. માના તાત્ત્વિક લખાણને વ્યવસ્થિત રીતે સળંગ વાંચી શકે.
પૂ ગચ્છાધિપતિની આજ્ઞાથી પૂ. આગામે શ્રીના પરમવિનય વિદ્વદર્ય પૂ મુનિશ્રી સૂર્યોદયસાગરજી મ. અને શાસન સુભટ પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મ. ના શિષ્ય પૂ. મુનિશ્રી અભયસાગરજીએ ખૂબ જ જહેમત ઉઠાવી પ્રસ્તુત પ્રકાશન વ્યવસ્થિત રીતે સંપાદિત કરી આપ્યું છે. તે બદલ અમે તેમના ઋણી છીએ.
તેમજ પૂ. આગમ.શ્રીના તલસ્પર્શી તાત્વિક લખાણને વ્યવસ્થિત સ્વરૂપે રજુ કરવા માટે અનેક ઉપયોગી સૂચને કરી આત્મીયતા દાખવનાર પૂ. ગણિવર્ય શ્રી કંચનસાગરજી મ. પૂ. આ.