________________
પુસ્તક -થું
૭૧ પૂર આ ત્રિમાસિકને વાંચી વિચારી યોગ્ય ફેલા કરનારા સઘળા સાધુ-સાધ્વીઓના ચરણમાં ભાવભરી વંદના પાઠવીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનમાં નિઃસ્વાર્થ પણે તન-મનથી સેવા આપનાર, વ્રત નિયમવાળા અને તપસ્વી છતાં ધક્કા ફેરા ખાઈને પણ મુદ્રણ સંબંધી સઘળી જવાબદારી ઉઠાવી અનુપમ હાર્દિક શુભક્તિ દાખવનાર શેઠશ્રી સારાભાઈ પોપટલાલ ગજરાવાળા (નીલધારાએલિસબ્રીજ, અમદાવાદ. ૬) ના અવર્ણનીય ધર્મપ્રેમનું અમે કયા શબ્દોમાં વર્ણન કરીએ? ખરેખર તેઓએ આ કાર્યને વ્યવસ્થિત અને દરેક રીતે સુંદર બનાવવામાં ખૂબ જ અગત્યને ફાળો નેધા છે.
સંપાદક મહારાજશ્રીના પ્રયત્નને સવારે આકાર આપી તાવિક સાહિત્યને વ્યવસ્થિત બનાવવા માટે નિષ્કામભાવે સક્રિય ભાગ લેનાર શેઠશ્રી સારાભાઇની નિઃસ્વાર્થ સેવા માટે હૈયું ગુણાનુરાગથી ખૂબ જ ઝુકી જાય છે.
શાસનદેવ તેઓને એવી શાસનસેવાની અનુપમ શક્તિ આપે એ અમારી શુભ કામના છે.
તેમ જ ઉદારતાપૂર્વક ધનનો સદ્વ્યય કરનારા, ભેટ રકમ આપી આર્થિક લાભ લેનારા સંગ્રહસ્થ, પ્રકાશનમાં તાત્કાલિક આર્થિક સગવડ કરી આપનાર સદૂગુરૂભક્ત શેઠશ્રી લાલભાઈ L. પરીખ C.A. (અમદાવાદ) તથા પ્રસંગે પ્રસંગે નાની મોટી અનેક કામગીરી બજાવનાર સ્થાનિક પાઠશાળાના શિક્ષક શ્રી હરગોવનદાસભાઈ તેમ જ ગ્રાહક તરીકે નામ નેંધાવી તાવિક સાહિત્યને ફેલા કરવામાં સહાયક થનારા સંગ્રહસ્થા વગેરે સઘળા મહાનુભાના ધર્મ સ્નેહભર્યા સહકારની હાર્દિક કૃતજ્ઞતા પૂર્વક અનુમોદના કરીએ છીએ.