________________
8 પૂજ્ય આગમ દ્વારકશ્રીની સેવામાંથી મળેલા છે. { તાત્વિક નિર્ણય કરે
૧. ધર્મ સંવર-નિરારૂપ છે, કારણમાં કાર્યને ઉપચાર કરી. જિનાજ્ઞાનુસારી તે તે શુભ ક્રિયાઓને પણ ધર્મ કહી શકાય, અને ક્રિયાઓની ઉત્પત્તિ ચિત્તમાંથી થાય છે.
આ રીતે ષોડશક ગ્રંથમાં “ઘશ્ચિત્તમાઃ” વાક્યની સંગતિ થઈ શકે. અન્યથા અરૂપી ધર્મની ઉત્પત્તિ રૂપી મનમાંથી શી રીતે? એ પ્રશ્ન વિચારણીય થઈ પડે. - ૨. કર્મને બાંધવામાં ક્યારેક એકલા મનને પણ ઉપયોગ થઈ શકે, પણ સંવર-નિર્જરા માટે તે ત્રણે ગની વિશુદ્ધિ જરૂરી છે.
૩. સંજ્ઞી પંચેન્દ્રિય સિવાય યથાર્થનિર્જરાને કેઈ અધિકારી નથી. ૪. સામાન્યથી પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ જેનાથી થાય તે મન. જેનાથી પ્રવૃત્તિમાં દઢતાને સંકલ્પ થાય તે ચિત્ત. આત્મિક શુભાશુભ પરિણામે તે અધ્યવસાય.
૫. ગુરૂ મહારાજ આગળ કરાતી ગર્લ્ડલી (સાથી)નું નાણું દેવદ્રવ્યમાં નાંખવું.
૬. ગુરૂ સન્મુખ કરાતા સાથીઓમાં રત્નત્રયીની ત્રણ ઢગલીની ઉપર સિદ્ધશિલા બનાવી શકાય.
૭. ચૈત્ર અને આસો સુદ પાંચમના બાર વાગ્યાથી વદ બીજના સૂર્યોદય સુધી અસઝાય હાય છે.
૮. કાઉસગમાં બગાસું કે છીંક આદિ પ્રસંગે જયણા બુદ્ધિને જાળવવા મેંઢા આગળ મુહપત્તી કે હાથ આડો રાખવે અનુચિત નથી.