________________
૫૬
આગમત દુખ દેનાર પાપ જ છે.
દુઃખ શાથી થાય? તેને નિર્ણય કરે, કેઈને દુઃખ જોઈતું નથી, આટલા માટે તે તૈયાયિકના સિદ્ધાંતને નિગ્રહ કર્યો. કયે સિદ્ધાન્ત, તે વિચારે, દરેક કાર્યને માટે ઇચ્છા કારણ છે. અર્થાત્ ઈચ્છા સિવાય કઈ કાર્ય બને જ નહિ આ સિદ્ધાંત તેઓએ માનેલ હતું છતાં નીતિકારોએ કહી દીધું કે–સારાં કાર્યો અને તેમાં તે ઇચ્છા જોઈએ એ વાત ખરી પણ ખરાબ કાર્યોમાં કઈ ઈચ્છા કારણ? રેગી થવામાં, મરવામાં, મૂર્ણ થવામાં કેણે ઈચ્છા કરી હતી? માટે કાર્ય માત્રને અંગે ઈચ્છા કારણ ન માની શકાય. સુખ એ ઈચ્છા અને પ્રયત્ન પૂર્વક આવવાવાળી ચીજ છે, જ્યારે દુઃખ એ અનિચ્છાએ, વગર યને ગળે પડવાવાળી ચીજ છે. આથી દુઃખને દૂર કરવાનું મનુષ્યનું પહેલું સાધ્ય રહે છે, દુખને દેનાર કણ? પાપ જ છે. આમા દુઃખથી દૂર ન થાય ત્યાં સુધી સુખવાળ ન ગણાય
ચાલે! આગળ! દુઃખ ગયું, પાપને પરિહાર કરનારે થયે, ત્યારે હવે લાયક થયે, ભીંતે ચિત્રામણ કાઢવું હોય તે ધૂળ દૂર કરવી પડે, પછી સાફ થાય ને ત્યારબાદ ચિત્રામણનું કામ હાથ ધરાય, તેવી રીતે આત્મા દુઃખને નિવારવાવાળે ન થાય ત્યાં સુધી સુખને ભેગવવાવાળો નથી, પાપને નિવાર્યા વગર ધર્મને કરવાવાળે થતું નથી “પાપથી જ દુઃખ, પાપથી દુઃખ જ” પાપ સિવાય જગતમાં દુઃખ થતું નથી. પાપથી દુખ સિવાય બીજી ચીજ બનતી નથી. દુઃખ બને તે પાપથી બને” આ બન્ને પ્રકારનાં અવધારણ કરી પાપનો પરિહાર કરે!
હવે વિચાર કે પાપના પરિવાર માત્રથી સુખ થઈ જતું નથી, જે એમ હોય તે આ લાકડાની દાંડી પાપ ક્યાં કરે છે? દુઃખના અભાવરૂપ સુખ નથી, સુખ એ સ્વતંત્ર ચીજ છે, તેની જ માફક ધર્મ એ સ્વતંત્ર ચીજ છે, પાપના અભાવરૂપ નથી, માટે ધર્મની