________________
પુસ્તક ૨-જુ તેમ આ જીવને પ્રસંગ ન પડ્યો જરૂર ન પડી ને કામ ન પડવું એટલે પાપને સંકલ્પ, વિચાર ને ઉચ્ચાર ન કરવા માત્રથી નિષ્પાપી ન ગણાય. શ્રી પ્રભવસ્વામીના દષ્ટાંતથી અવિરતિને વિચાર
દષ્ટાંત વિચારો! આપણે શ્રી કલ્પસૂત્રમાં દરેક વર્ષે સાંભળીએ છીએ કે પ્રભવસ્વામી કોણ? કહે કે ભરાડી ચોર! કે જે જબૂસ્વામીનું આખું ઘર લુંટવા આવે છે અદ્ધિ, સંપત્તિ વગેરે ઉપાડી જવા આવે છે. કઈ જાગતું હોય તે અવસ્થાપિની નિદ્રા આપીને ધાડ પાડે છે, બધા ગમે તેટલા વાતે ચડ્યા હોય તે પણ ઉઘાડી નાંખે આ રીતે ગમે તેને) ઉંઘાડી દેવાની ને ગમે તે તાળું કે તિજોરી) ઉઘાડી દેવાની આ બે ચીજ જેણે પ્રાપ્ત કરી હોય તેને ચોકીદાર શું કરે? કારણ ચોકીદાર ચોકી ક્યાં સુધી કરે? ચક્ષુ ચુંટે નહીં ત્યાં સુધી, એટલે આંખ મીંચાય નહીં ત્યાં સુધી, ત્યારે પ્રભવસ્વામીજીએ પહેલી એ કલા હસ્તગત કરી લીધી કે ગમે તેના ચક્ષુ ચુંટાડી દેવા, અવસ્થાપિની નિદ્રા આપીને બધાને ઉંઘાડી દેવા અને તાળા બંધ હોય તે ઉઘાડી દેવા, પ્રભવસ્વામીમાં આ બે વિદ્યા હેવાથી ગમે તેવા ચાલાક દેખનારા પણ ઉંઘી જતા અને ગમે તેવા તાળા કે તિજોરી ઉઘડી જતા.
આવી સ્થિતિમાં હોવા છતાં તેઓ શાહુકારમાં ગણાય એટલું જ નહીં પણ રખેવાળ ગણાયા. તે પણ દ્રવ્યના રખેવાળ નહીં પણ ભાવના રખેવાળ તે પ્રભવસ્વામીજી ચૌદપૂર્વી શ્રત કેવળી, મેક્ષ માગ ચલાવનાર આચાર્ય બન્યા, પણ ક્યારે બન્યા? તે બધું “ોતિરે ઘોર ઘોષિર કર્યું ત્યારે, પાપ ક્યારે લાગે તે બાબત જૈન જૈનેતરની માન્યતાનું રહસ્ય
વળી ચેથા અધ્યયનમાં એક બીજી વાત પણ મહત્ત્વની જણાવી ગયા કે “જીવ પાપથી બચે ક્યારે? પચચકખાણ લે ત્યારે” આ વાત સમજવા માટે જેન ને જેનેતર વચ્ચે ફરક ક્યાં પડે છે?