SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ જીવનશુદ્ધિનું મહત્ત્વનું અંગ; ચારિત્ર્ય ‘હા, તારું સ્થાન છે જ્યાં જુગાર રમાત હાય, દારૂનું પીઠું હાય, વેશ્યાવાડા હાય.' ધન એ તા સ અનનુ મૂળ મન્યું છે, જ્યાં ધન છે ત્યાં અનીતિ છે. અનાચાર છે. વિષય છે. વ્યસન છે. ભાગ છે. જ્યાં અનીતિ હાય ત્યાં ચારિત્રને સ્થાન જ કાં? આથી ઊલટુ' ગરીમાના જીવનમાં ચિરત્રનું દન સારા પ્રમાણમાં થાય છે. ગરીમા સૂકા રોટલા અને મીઠાની કાંકરી ખાવાનું પસંદ કરે છે. પણ અધર્મના એક પણ પૈસા એને ખપતા નથી. જખલપુર જિલ્લાના એક વેપારી, જમલપુરથી છ માઈલ દૂર આવેલા ગ્વારીઘાટ સ્ટેશને ટ્રેન આવવાની રાહ જોઇ રહ્યો હતા. પાસે સત્તર હજાર રૂપિયાની કડકડતી નાટાની થેલી હતી. હવે જોગાનુજોગ એવું અન્યું કે સામેથી ટ્રેન આવી રહી હતી અને આ ભાઇને તરસ લાગી. આથી થેલીને ખાજુમાં મૂકીને પાણી પીવા ગયા. પાણી પીધું ત્યાં તે ટ્રેન પ્લેટકામ પર આવીને ઊભી રહી. ટ્રેનમાં એસવાની ધમાલમાં નાટાની થેલી પાણીના નળ પાસે એ ભૂલી ગયા. નાનકડું સ્ટેશન એટલે એક જ મિનિટમાં ગાડી ઊપડી. થેલી ત્યાંના એક ખેડૂતના હાથમાં આવી. અંદર જોયુ તે રૂપિયાની નાટોનાં ખંડલા જ બંડલા, રૂપિયા જોઇને મન તા લલચાયું પણ મનને કહ્યું: ‘અલ્યા, અણહકના પૈસો આપણને ન પચે, હા !” ખેડૂતે એના માલિકની શોધખાળ કરવા આજુબાજુ જોયું, પણ કાઈ કહેતાં કાઈ ન ન હતું. થેલી લઈને ખેડૂત ઘેર ગયા. બીજે દિવસે પાછે ટ્રેન આવવાના સમયે તે સ્ટેશને આન્યા. પણુ કાઇ ન મળ્યું. ત્રીજે દિવસે પણ કોઈ ન મળ્યુ. ચેાથે દિવસે આખા દિવસ સ્ટેશન ઉપર બેસી રહ્યો. ત્યાં તેણે એક ઉદાસ માણસને માંકડા ઉપર બેઠેલે જોયા. ખેડૂતે તેની પાસે જઇને પૂછ્યું: કેમ ભાઇ, ઉદાસ કેમ જણાવા છે ?’ પેલાએ કહ્યું: ભાઇ, શું કહુ? દુઃખના તા કાઈ પાર નથી. અને એ દુ:ખ કહે કાંઈ મટવાનુ` નથી. પછી કહેવાના અથ શા ?” ના, તાપણ કઇક હશે તેા ખરું ને? ‘ભાઇ, આજથી ત્રણેક દિવસ પહેલાં હુ આ સ્ટેશન ઉપર સત્તર હજાર રૂપિયાની થેલી ભૂલી ગયા છેં. ઘરમાર વેચતાંય પૂરૂ થાય તેમ નથી. એવા તે કાણુ હાય કે જેના હાથમાં સત્તર હજાર આવે અને સામે આપવા આવે? હવે શું કરવું એ વિચારમાં જ અહી બેઠો છું.' ખેડૂતે વાતવાતમાં બધી વાત જાણી લીધી અને ખાતરી કરી લીધી કે, થેલો આ ભાઇની જ છે. એટલે ધીમે રહીને પાતાના ફાળિયામાં આંધી રાખેલી થેલી તેના હાથમાં આપતાં કહ્યું: ભાઇ, ચે. આ તમારી થેલી. ત્રણત્રણુ દિવસથી હું તમારી શોધમાં જ હતા, તમારા રૂપિયા ગણી લેજો.' પેાતાની થેલી જોતાં જ વેપારીના જીવમાં જીવ આન્યા. આંખા નાચી ઊઠી અને આલ્યા: ભાઇ, તું તેા માણુસ નહિ પણ દેવ છે. આવી માતબર રકમ જોતાંય તારું મન લલચાયું. નહિ ?” ‘ભાઇ, ઉપરવાળાની હજી મારા ઉપર એટલી મહેર છે કે મારા હાથપગ સાબૂત
SR No.539236
Book TitleKalyan 1963 08 Ank 06
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1963
Total Pages186
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy