SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણઃ સપ્ટેમ્બર, ૧૯૯૨ ઃ ૫૪૧ ભારતીય ભાવનાનાં ખલનની પળ આજે ઊભી થઈ છે. જે ભારતમાં “ગે બ્રાહ્મણ પ્રતિપાલ” નાં ઈલ્કાબ અપાતા એજ ભારતની ધરતી પર, મહારાષ્ટ્રને આંગણે, મુંબઈથી આશરે ૧૮ માઈલ દૂર થાણખાડી વિસ્તારમાં ચેમ્બર નજીકનાં દેવનાર ગામે એકસો છવીસ એકર જમીન પર, અંદાજ રૂપીઆ બે કરોડનાં ખરચે, ડેનમાર્કના નિષ્ણાતોની સલાહ મુજબનું. માત્ર છ કલાકમાં જ આશરે છ હજાર ત્રણસેં પશુઓને રહેંસી શકે તેવું-રાક્ષસી યાંત્રિક કતલખાને. ભારતની વિકાસ યોજનાના એક ભાગ તરીકે શરૂ કરી, પશુઓનાં હાડમાંસ-જીભ-ચામડા આંતરડા, વગેરેની પરદેશી પેઢીઓના સહકારથી નિકાસ દ્વારા, અર્થ ઉપાર્જન કરવાનું આપણા ભારતીય સરકાર-મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ કોર્પોરેશને સંયુક્ત રીતે વિચાર્યું છે. આ ગેઝારા મહા પાપયજ્ઞને ઠરાવ પ્રાથમિક કક્ષાએ થયો છે એથી હજુ કાંઈ બગડી ગયું નથી. આ પેજનાનો આ ત્રીજે ઉથલો છે. સને ૧૯૨૫માં પહેલી વાત ઉપડી, વિરોધ થયો. વિધિથી વાત પડતી મૂકવી પડી. સને ૧૯૩૨માં ફરી ઉપડી, ત્યારે પણ એમજ બન્યું. આજે એ વાત ફરીને ઉભી થઈ છે. સને ૧૯૨૫-૧૯૩૨માં આપણે પરાધીન હતાં, આજે સ્વાધીન છીએ. બાપુ ચીંધ્યા માર્ગે જનારું રાજ્ય એ વખતે ન હતું, અશોકચક્રનું ચિન્હ અને સત્યમેવ જયતેનું પ્રેરક સુત્ર એ વખતે રાજ્ય મુદ્રામાં અંકિત ન હતાં, પંચશીલનાં સિદ્ધાંતે દુનિયાને ભેટ કરી શકે એવું ભારતનું આગવુ ગૌરવવંતુ સ્થાન પણ દુનિયામાં ન હતું. એ વખતે પણ પડતા મુકાયેલા વિચારને પૂનર્જીવન આપવાની કુબુદ્ધિ આજે સૂઝી છે. ભારત મરતાં શીખ્યું છે. મારવાનાં પ્રકરણે હજુ ભારતનાં ઈતિહાસમાં લખાયા નથી. શીલ, ધમ, ગૌરવ અને આબરૂ કરતાં ભારતે પૈસાને કદી ચાર ગણ્ય નથી. જીવનનાં ઉમદા તરોના લિલામ ભારતે કદી નિહાળ્યા નથી. ભારત નામ સાથે જેને નિસ્બત હશે, એ કઈ ભારતવાસી નહી હોય કે આવા કલંકને આવકારે. આવી પતનની પરાકાષ્ટાની હીમાયત કરનાર ગમે તેટલો મહાન હોય તે પણ તે બહારથી ભારતવાસી છતાં અંતરથી પરદેશી જ છે. આવા કલખાનાની હિમાયત કરનારા ભારતનાં કુલદીપકે એકવાર જાહેર કરે અને કહે - કહે કે-રામ, કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, ઈશુ, મહમદ, નાનક, ગાંધી વગેરે યુગપુરુષો અમારા કરતા ઓછું જાણતાં હતાં, કહો કે-એવા પુરુષોએ પ્રબોધેલા દુનિયાનાં બધા ધર્મો ધતીંગ છે. માનવ જીવન સાથે એને લેવા દેવા નથી. કહો કે – કોની ધર્મ ભાવનાને અનુરૂપ હિંસાનો પ્રતિબંધ કરનારા કુમારપાળ, અશોક, અકબર વગેરે શાસન કર્તાએ નિર્બળ અને સમજ વિનાનાં હતાં. કહે કે અહિંસાનાં ગાણાં એ ફટાણાં છે. કહે કે-પૈસે મેળવવા માટેની કોઈ પ્રવૃત્તિ પાપ નથી, પાપ હોય તે પરવા નથી, લાંછન હોય તો શરમ નથી.
SR No.539225
Book TitleKalyan 1962 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy