SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ દેવનાર કતલખાનાના હિમાયતીઓને જાહેર નમ્ર વિનંતિ –એ લેહીને વેપાર અને લેહીને રોટલે ભારતને નથી ખપતે” ભૂતકાળમાં કદીય ન હતું એટલો ભય ભારતિય સંસ્કૃતિ પર આજે તોળાઈ રહ્યો છે. ભારતે ઘણું આક્રમણે જોયાં, રાજ્ય પલટા અને સજકીય- પરિવર્તને જોયાં, પરધર્મીઓનાં શાસન પણ જોયાં, પરંતુ કયારેય દેશનાં વિકાસ યોજનાના અંગ તરીકે લેહીને વેપાર શરૂ કરવાનું ભારતે વિચાર્યું પણ હેય, એવું બન્યું નથી. અહિંસા એ ભારતનું બીજું નામ છે. ભારતનાં તમામ ધર્મોની ભાવનામાં અહિંસાને રણકાર છે. જીવદયા એ ભારતીય સંસ્કૃતિને ધબકાર છે. ધરતીનાં પટ પર કદાચ આ એક જ એવો દેશ છે કે જ્યાં પ્રાણીમાત્ર પ્રત્યેની દયા, અનુકંપા લોકોના જીવન વ્યવહાર સાથે વણાઈ ગયેલ છે. જ્યાં પશુ-પક્ષીઓ સાથેનાં સંબંધો કદી પૈસા અને લાભની દ્રષ્ટિએ જોવાયાં નથી. આ દેશનાં માનવોની અર્થ રચનામાં, ગાયને ઘાસ, કુતરાને રોટલો, પારેવાને જાર, કીડીને લોટ-ખાંડ, વાંદરાને ચણ, માછલાને દાળીયાનો હિસ્સો જળવાતો આવ્યો છે. ભાવનાની ઉદાત્તતા તે એ છે કે ભારતીય જીવ-દયા કેવળ ઉપગી પશુ-પક્ષીઓ પુરતી જ મર્યાદિત નથી, એતે સર્વને પોતાને વિષય બનાવે છે. ભારતીય સંસ્કૃતિની પરાકાષ્ટા તે એ છે કે પશુ-પક્ષીઓને દયાથી છવાડતા હોય તેવા ભાવથી ભારતે કદી વિચાર્યું નથી. પશુ-પક્ષીઓને દેવ દેવીનાં વાહન ક૯પી, પૂજ્ય દૃષ્ટિએ નિહાળ્યાં છે. નિર્બળ-મૂંગા-અજ્ઞાન પશુ-પક્ષીઓને મારવામાં ભારતે અધમ માન્યો છે, ગૌ પૂજા–નાગ પૂજાને તહેવારમાં ગૂંથી ભારતીય ભાવનાને ચિરસ્મરણીય બનાવી છે. ઘરડાં અપંગ મા-બાપને પાળે એટલા પ્રેમથી અને ચીવટથી ભારતે ખેડા-ઢોરની પાંજરાપોળા. નિભાવી છે. . ભારતે જીવન વ્યવહારમાં પશુ-પક્ષીઓને કયાંય ઓછું -ઊણુ સ્થાન આપ્યું નથી. પશુ-પક્ષીઓનાં રક્ષણ-માવજત-સંવર્ધન અને પાલનનાં કાયદાઓમાં ભારતને વિશ્વમાં વિક્રમ છે ભારત એ થી જ ઉન્નત છે. નિબળ અને આશરે રહેલાને મારવામાં ભારતે સદાય હિણપત માની છે. અરે ! શિકારીની ઝપટમાંથી છૂટી-ઊડીને ખોળામાં ફફડાટથી પડેલા તેતર પક્ષીને શિકારીને પાછું ન સાંપવા ખાતર પિતાના પુત્રોને ધર્મયુધે પ્રેરનાર માતાઓ આ દેશમાં જન્મી છે. ભારતને ઇતિહાસ આવી ગૌરવ ગાથાઓથી ભરપુર છે. દેખ બિચારી બકરીને પણ કેઈ ન જાતાં પકડે કાન, એ ઉપકાર ગણું ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' એ સૂત્ર તો હજુ તાજૂજ છે. માનવીઓ સાથે એકમેક થઈને પશુ-પક્ષીઓ ભારતમાં નિર્ભયતાથી જીવતાં આવ્યાં છે. ભારતના તમામ લોકપ્રિય શસિનકાર દરમ્યાન પશુ-પક્ષીઓની હિંસાને પ્રતિબંધ કરતાં કાયદાઓ થયાં છે. એ ભાવનાનાં સીમાચિન્હ સમું અશોકચક્ર આજે પણ આપણા રાષ્ટ્રધ્વજ અને રાજ્ય મુદ્રામાં અંકિત છે, અને તે એટલા માટે કે ભાવનાનાં ખલનની કેઈનબળી પળે એ મુદ્રા આપણને પ્રેરક અને બોધક બને.
SR No.539225
Book TitleKalyan 1962 09 Ank 07
Original Sutra AuthorN/A
AuthorKirchand J Sheth
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy