________________
૫૪૨: દેવનાર કતલખાનાના હિમાયતીઓને જાહેર નમ્ર વિનંતિ
કહે કે પૈસા કરતાં ધમને પ્રાધાન્ય આપનાર આપણા વડવાઓ મૂખ હતા, પછાત હતા. કહે કે –ભારત ખેતીપ્રધાન દેશ નથી, પશુધનની ભારતને જરૂર નથી. કહો કે નિર્બળ પશુઓને મારવામાં મર્દાનગી છે. કહે કે-પશુ જીવનને રક્ષણ આપતી આપણાં બંધારણની કલમ ૪૮ નકામી છે.. કહે કે આ કતલખાનું નહીં થાય તે ભારત પર કોકટી આવી પડવાની છે. કહે કે-આ મહાન રાષ્ટ્રીય નિર્ણય છે. કહો કે:-ઓછામાં ઓછા સમયમાં અને વધુમાં વધુ પ્રમાણમાં મુંગા પશુઓને મારવાનો આ
મહાઉધોગ-એ અમારો રાષ્ટ્રીય ઉધોગ છે, એ અમારે મહાન વિક્રમ છે. કહે કે-લોહીનાં વેપાર જેવો ગૌરવવંતો બીજો કોઈ પાર નથી. કહો કે –લોકલાગણીને પરધર્મ અને પરદેશી શાસનમાં જે સ્થાન હતું તે આજે નથી. કહો કેદ-ધર્મ ભાવના જેવી કોઈ વસ્તુ નથી. હોય તે અમે એ રહેવા દેવા માગતા નથી. કહો કે–દેવનારનું કતલખાનું એ ભાખરાનાંગલ જેવું રાષ્ટ્રીય તીર્થ છે. અમારી પંચવર્ષીય
યોજનાને આ નીચેડ છે. કહો કે આજે અમને કઈ કહેનાર નથી, અમે બેફામ બન્યા છીએ, ભારતીય
- આબરૂનાં ચીર અમારા હાથે જ અમે ખેંચવા માંગીએ છીએ. એમ ન હોય તે કરોડો આશ્રયે રહેલાં મૂંગા, અજ્ઞાન, નિરાધાર, પામર પશુઓનાં લોહી છાંટીને રોટલા ખાવાને ભાવ ન થાય; ભારતીય ભૂમિમાંથી પશુધનનાં નાશને આવો પરશુરામી નિર્ણય ન થાય.
આવે આ નિર્ણય લીધો છે ત્યારે આ કહેવું પડે છે. દીલમાં દયા હોય તે કરગરીને કહીએ છીએ, મનમાં અભિમાન હોય તે નમીને કહીએ છીએ, હત્યમાં સાચું સમજવાની દૃષ્ટિ હોય તો પિકારીને કહીએ છીએ કે આ પાપનો માર્ગ છે. પતનની પરાકાષ્ટા છે. કૃપા કરી પાછા વળે અને જીવવા દે. એ લોહીને વેપાર અને લેહીને વેટલે ભારતને નથી ખપતે. ભારતીય સંસ્કૃતિમાં માનનાર તમામ ભારતવાસીઓને આ અંતરનાદ છે, એની નોંધ લેશે.
લિ. ભારતીય સંસ્કૃતિના ચાહક વઢવાણુ શહેર
શાહ રતિલાલ જીવનલાલ અબજીભાઈનાં જયહિદ સરનામું -શાહ રતિલાલ જીવનલાલ અબજીભાઈ
વિઠ્ઠલપ્રેસ રોડ, સુરેન્દ્રનગર (ગુજરાત).