________________
એકંદરે આ દળદાર વિશેષાંકમાં મને દૂર હોવા છતાં દરેક રીતે તેમણે લાગણપૂર્વકને સહકાર આપે છે. જે તેઓના હૃદયમાં પૂ. પાદ સૂરિદેવશ્રી પ્રત્યેના અપૂર્વ અને અખંડપણે રહેલા ભક્તિભાવનું પ્રતીક છે. તેને આ અવસરે હું યાદ ન કરૂં તે મારી ખામી જ ગણાય ને? તદુપરાંતઃ પૂ. પ્રશાંતમૂર્તિ ઉપાધ્યાયજી મહારાજશ્રી જયંતવિજયજી ગણિવરશ્રી, કે જેઓએ ૫. પાદ પરમારાધ્ય સૂરિદેવશ્રીની અનન્ય સદૂભાવપૂર્વક જીવનની છેલી ક્ષણ સુધી અપૂર્વ સેવા, અપ્રતીમ વૌયાવચ્ચ તેમજ અખંડપણે ભક્તિ કરી છે. તેઓએ મને આ સંપાદનનું કાર્ય સંપ્યું તે માટે તેમને મારા કર્તવ્યની મને પ્રેરણા આપવા માટે હું યાદ કરું છું. તેમજ વિદ્વાન મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજે પણ મને સહકાર આપે છે, તે ભૂલી શકાય તેમ નથી.
આ રીતે ટૂંક સમય મર્યાદામાં આટલે દળદાર વિશેષાંક જે રીતે મુદ્રિત થઈને પ્રકાશિત થઈ શકે છે, તેને મહવને ફાળે તથા આપગ “કલ્યાણના સેવાભાવી સંપાદક ભાઈ કીરચંદ જે. શેઠને છે, એમ મારે નિઃશંક કહેવું જોઈએ. તેમણે રાત-દિવસ “કલ્યાણના વિશેષાંકને કેમ સુંદર સમૃદ્ધ તથા સુઘડ બને તે જ ચિંતામાં પરિશ્રમ લઈને કાર્ય કર્યું છે. જેને શાસનની તથા સાહિત્યની સેવા માટે તેમના મનેરો હંમેશા વધતા જ રહ્યા છે.
પ્રસ્તુત વિશેષાંક માટે જે જે લેખે આવ્યા, તેમાંથી ચૂંટીને અહિં લેખ પ્રકાશિત થાય છે. ભક્તિભાવપૂર્વકની લાગણીથી મોકલેલા લેખોને જરૂર સ્થાન આપવું જોઈએ. એમ માનીને પણ કેટલાક લેખ અહિં પ્રકાશિત થયા છે. પ્રકાશિત થયેલા સમગ્ર લેખમાં વિધ્ય છે. વિષયની વિશદતા છે શબ્દો તથા ભાષાની ભવ્યતા છે. કોઈ લેખ કેઈ દષ્ટિયે ઉપયોગી છે તે કોઈ લેખ બીજી રીતે ઉપગી છે. વિદ્ધદગ્યથી માંડી બાલગ્ય સુધીના દરેક લેખે અહિં સ્થાન પામ્યા છે. એકને એક વિષયનું પુનરાવર્તન થતું પણ જોવામાં આવશે, એની એ વાત અનેકવાર આમાં જોવા મલશે. છતાં વાચકવર્ગ એક જ વસ્તુ સમજી લે કે, જુદા-જુદા દ્રષ્ટિકોણથી પૂ. પરમે પકારી સૂરિદેવ પ્રત્યે ભક્તિભાવ ધરાવનાર જુદી-જુદી વ્યક્તિઓ જે કાઈ તેઓશ્રીના ગુણાનુવાદને કરી રહેલ છે, તેને તે પ્રકારની ભકિતભાવભરી દષ્ટિથી અવલોકન કરવું એ સર્વ કેઈની ફરજ છે. :
અને ભક્તિમાં પુનરૂકિત દેષ પાત્ર નથી' એ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખી પૂ. પાઠ પરમા. રાધ્ધપાદ પરમોપકારી સૂરિદેવશ્રીના ગુણાનુવાદ કરનારા સાહિત્યથી સમૃદ્ધ આ વિશેષાંકને સવા કઈ તેઓશ્રી પ્રત્યેના પૂર્ણ ભકિતભાવભય હૈયે અવલેકે, જૈન શાસનની પ્રભાવના માટે તન, મન તથા સર્વસ્વ સમર્પિત કરનારા આ મહાપુરૂષના અદ્દભૂત વ્યક્તિત્વને જૈનશાસન પ્રત્યેના બહુમાનભાવે સર્વ કઈ જુએ-જાણે એ મારો આગ્રડ છે.
ફરી એ સ્પષ્ટતા કરી લઉં કે, આ વિશેષાંકમાં જે કાંઈ સારું છે, જેન-શાસન પ્રત્યે તથા પુ. પાદ પરોપકારી સૂવિશ્રી પ્રત્યે ભક્તિ ભાવ પ્રેરે, તેવું છે; સુરૂચિકર તથા હિતકર છે, તે બધે પ્રભાવ ૫. પાદ સૂરિદેવશ્રીની પુણ્ય કૃપાનું પરિણામ છે. આ વિશેષાંકને એકાંતે સાહિત્ય દષ્ટિએ મૂલવવા કરતાં જેન-શાસનના સ્થંભ સમા પૂ. પાદ પરમોપકારી સૂરિદેવશ્રીના પ્રત્યેના ભક્તિભાવ અને શ્રદ્ધાભાવની દષ્ટિએ મૂલવવે વધુ હિતાવહ છે. એ હકીકતને ફરી ફરીને મારે સ્પષ્ટ કરવી જોઈએ.
પ્રસ્તુત વિશેષાંકમા લેખોનું સંપાદન કરવામાં મતિમંદતાના કારણે કે દષ્ટિદેશથી જિનાજ્ઞા વિરૂદ્ધ જે કાંઈ પ્રગટ થયું હોય તે માટે હું “મિચ્છામિદુકકડમ' દેવા પૂર્વક ઈચ્છું છું કે, વિશેષાંકના સર્વ ઈ વાચકે, પૂ પાદ સૂરિદેવશ્રીના નિમલ જીવનમાં રહેલા ગુણગણુને, તેઓશ્રી પ્રત્યેના ગુણાનુરાગપૂર્વકની દ્રષ્ટિથી પિતાના જીવનમાં પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને ! ને શ્રી જૈનશાસન પ્રત્યેના ભક્તિભાવને સદૂભાવપૂર્વક હૃદયમાં સ્થાપે !