SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રા સં ગિ ક પૂ. પાદ સમર્થશાસન પ્રભાવક પરમકારૂણિક કવિકુલકિરીટ વ્યાખ્યાવાચસ્પતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીની વિશુદ્ધ સંયમ સાધનાને, અપ્રતીમ શાસનપ્રભાવનાને, ઉત્કટ સાહિત્ય ઉપાસનાને, તથા શ્રી ચતુવિધ સંઘ પરના તેઓશ્રીના અગણિત અવિસ્મરણીય ઉપકારને શ્રદ્ધાંજલિ સમર્પણ કરવા કલ્યાણી દ્વારા પુણ્યસ્મૃતિ વિશેષાંક પ્રકટ કરવા માટે જનાઓ વિચારાઈ હતી, તે દરમ્યાન પૂ. પાદ પરોપકારી આચાર્યશ્રીના પરમવિનયી અંતેવાસી પ્રશાંતમૂતિ પૂ. પાદ ઉપાધ્યાયજી મહારાજશ્રી જયંતવિજયજી ગણિવરશ્રીને મારા પર આદેશ આવ્યું કે, “પુણ્યસ્મૃતિ અંકનું સંપાદન તમે કરો.” પૂ ઉપાધ્યાયજી મહારાજશ્રીને ઉપરોક્ત આદેશ મેં સહર્ષ સ્વીકાર્યો, કારણ કે, ૫. પાદ પરમોપકારી સ્વ. આચાર્યદેવશ્રીને મારા પર અનન્ય અને અવિસ્મરણીય ઉપકાર છે. હું લગભગ ૧૨ વર્ષને હતું ત્યારથી અત્યાર સુધી-તેઓ શ્રીમદની અંતિમ ક્ષણ સુધી તેઓ શ્રીમદ પ્રત્યે મારાં દિલમાં અખંડપણે સદૂભાવ રહ્યો છે. તેઓ શ્રીમદે મારા જીવનમાં મારા ઉત્કર્ષ માટે ખૂબ જ વાત્સલ્યદ્રષ્ટિપૂર્વક પ્રેમાળ હુંફ આપી છે. - તેઓશ્રી સરલાદયી સાધુચરિત મહાપુરુષ હતા. તેઓશ્રીનાં પવિત્ર સુવિશાલ હૃદય સાગરમાં પ્રમોદભાવનાના નિર્મલ ગંગારંગ ઉછળતા હતા. હાનામાં ન્હાના માણસના પણ ગુણને ગ્રહણ કરવામાં તેઓશ્રી સજાગ હતા. કેઈનાં પણ દેષને જોવાને તેમનું નિમલ હૃદય કદિ તયાર નડતું સદા તે તરફ તેઓશ્રી ઉદાસીન રહેતા. તેઓ જ્ઞાનને ગંભીર સાગર પણ હતા. છતાં શાંત, ધીર અને સ્થિતિપ્રજ્ઞ તેઓશ્રી બાલક પ્રત્યે પણ નિખાલસભાવે વર્તતા હતા. મારા તેઓશ્રી પરમ ઉપકારી હતા. દૂર-સુદૂર રહ્યા છતાં તેઓ શ્રીમદ મારા પર અપાર વાત્સલ્ય ધરાવતા હતા. આવા વાત્સલ્યમૂર્તિ શાસન શિરતાજ ઉપકારી સૂરિદેવશ્રીન નિમિત્તે પ્રગટ થતા વિશેષાંકનું સંપાદન અને સેંપવાને જ્યારે આદેશ થયે, ત્યારે તેમાં મેં સહેજ પણ આનાકાની ન કરી. વિશેષાંકનું કાર્ય શરૂ થયું, “કલ્યાણ પર આવતા લેખ, તથા શતાવધાની પન્યાસજી મ. શ્રી કીર્તિવિજયજી ગણિવર પર આવતા લેખે, મેં જવાનું કાર્ય હાથમાં લીધું, દરેક લેખા જોઈ વાંચીને તે તે લેખના વિષયને સ્પર્શતી નેધ કરી લેખેની યથામતિયથાશક્તિ કરવા ગ્ય શુદ્ધિ જ્યાં આવશ્યક લાગે ત્યાં કરી, જેન-શાસનની મર્યાદા તથા શાસ્ત્રીયતા જળવાઈ રહે તે રીતે શકય સંપાદન કરવામાં મેં મારી શકિત તથા સમયને સદ્વ્યય કર્યો છે. પૂ. પાદ પરમોપકારી પરમારાધ્ય પદ આચાર્યદેવશ્રીનાં જીવન-કવન, તેઓશ્રીનાં વ્યકિતત્વ અને અગણિત ગુણગણને સ્પર્શતા ગુણાનુરાગી સહદય લેખક તરફથી તેઓશ્રીના થતા ગુણાનુવાદ વાંચતાં-વિચારતાં મારે આમા ખરેખર પ્રસન્નતા અનુભવતો હતે. | મારી શકિત તથા સામગ્રી મુજબ જાહેરાતના વિભાગને બાદ કરતા તમામ લેખોનું સંપા. દન કરેલ છે તેમાં જે કોઈ સારું અને સુરૂચિકર કલ્યાણ ન વાંચકોને જણાય તે બધું પૂપાદ સ્વ. આચાર્યદેવશ્રીની પુણ્ય કૃપાને તથા તેઓ શ્રીમદ પ્રત્યે ભકિતભાવ ધરાવનાર ગુણાનુરાગી સહન દથી ચતુર્વિધ સંઘને આભારી છે. આ રીતે ટુંક સમયમાં આ દળદાર, વૈવિધ્યભર્યો સચિત્ર વિશેપાક જે પ્રસિદ્ધ થઈ રહ્યો છે તેમાં મને સક્રિય પણે સંપૂર્ણ પ્રેમભાવે સહકાર વિદ્વાન પંન્યાસજી મ. શ્રી કીતિવિજયજી ગણિવરને ન મળ્યો હોત તે આટલા ટૂંક સમયમાં મારાથી સંપાદન થઈ [ શક્ત કે કેમ? એ એક પ્રશ્ન છે.
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy