________________
૧૭૭૭૭૭૭૭૭૭૭૭
. એકંદરે વિશેષાંકને સુંદર, સમૃદ્ધ તથા વૈવિધ્યભર્યો બનાવવામાં પૂ. શતાવધાની પંન્યાસજી મહારાજશ્રી કીતિવિજ્યજી ગણિવરશ્રીને મહતવને ફળે છે, ને તેઓને તે ઉપકાર ભૂલી શકાય તેમ નથી. તે જ રીતે અન્યાન્ય ૫. પાદ પર પકારી સૂરિદેવશ્રીના શિષ્ય-પ્રશિષ્યનો અને અન્યાને તેઓશ્રીના ગુણાનુરાગી ભકત સમુદાયને જે ફળે છે, તે બધાયની કૃતજ્ઞભાવે અમે અહિં નેંધ લેતાં આનંદ અનુભવીએ છીએ.
વિશેષાંકના જાહેરાત સિવાયના સમગ્ર લેખનું અથથી ઇતિ સુધી સંપાદન પૂ. પ્રશાંતમૂર્તિ પન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી ગણિવરશ્રીએ કર્યું છે. પ્રત્યેક લેખને ઝીણવટભર્યો અભ્યાસ કરી, તેની વ્ય નેધ મૂકવી, તેના હેડીંગ કરવા તથા શુદ્ધિ કરવા જેવી કરવી, ઈત્યાદિ આ વિશેષાંક માટેની લેખ સામગ્રીનું સંપાદન તેઓશ્રીએ ખૂબ જ લાગણીપૂર્વક પરિશ્રમ લઈને કર્યું છે. તે માટે અમે તેઓશ્રીના અપૂર્વ સહકારને કૃતજ્ઞભાવે યાદ કરીએ છીએ.
તેમજ એક મહિનાના ટૂંકા ગાળામાં ર૭ ફર્મા જેટલા આ વિશેષાંકને સુંદર, તથા આકર્ષક રીતે છાપવામાં પ્રેસના મેનેજર, ફેરમેન તથા અન્યાન્ય પ્રેસના સ્ટાફે જે ધીરજ, લાગણી, મમતા તથા આત્મીયભાવે પરિશ્રમ લીધે છે તે માટે તેમના એ સહકારને અહિં ઉલેખ કર્યા વિના કેમ રહી શકીએ?'
પ્રાંતે પ્રસ્તુત વિશેષાંકને દરેક રીતે સમૃદ્ધ તથા સુંદર બનાવવા અને પરિપૂર્ણ કાળજી લીધી છે, રાત-દિવસના ઉજાગર કરીને અમારી ફરજ સમજી પરિશ્રમ લીધે છે, અંક કેમ આકર્ષક બને તે માટે અનેકવિધ જનાઓ, વિચારે ઘડીને અનેકના સહકારથી આ રીતે તૈયાર કરીને અમારા શુભેચ્છકેની સેવામાં સાદર રજુ કર્યો છે, આમાં જે કાંઈ સારું છે તે સહુ કેઈનાં ૫. સૂરિદવશ્રી પ્રત્યેના ભકિતભાવભય હૈયાનું પ્રતીક છે, ને જે કંઈ ક્ષતિ રહી ગઈ હોય તે માન. વની શકિતઓ મર્યાદિત છે; તેની આશા ને અરમાને; અભિલાષા ને ઈચ્છા નિરવધિ હોવા છતાં તેની શક્તિને મર્યાદા હોય છે. તે દષ્ટિએ ક્ષતિને સંતવ્ય લેખવી. પિષ્ટના નવા કાયદાનુસારે એક જ મહિનામાં આ વિશેષાંક તેયાર કરવાને હોવાથી, શક્તિ તથા સમયની મર્યાદાના કારણે, રહી ગયેલી ક્ષતિઓને સર્વકઈ ગુરુભકત હૃદયે અમને ક્ષમા આપશે, એ આશા અસ્થાને નથી.
પૂ. પંન્યાસજી મહારાજશ્રીએ શુદ્ધિ વૃદ્ધિ કરીને પ્રેસ મેટર અમારી પર મોકલાવેલ તેનું પ્રફ રીડીંગ અહીં થતું હોવાથી પ્રસ્તુત વિશેષાંકમાં વિશેષ રીતે સંસ્કૃત-હિન્દી લેખેમાં પ્રેસ દેષથી કે પ્રફ રીડરના દષ્ટિ દોષથી જે કાંઈ અશુદ્ધિઓ રહી ગઈ હોય તેને સર્વ સહદથી વાંચકે ક્ષમ્ય લેખશે.
પ્રાંતેઃ પરમોપકારી વાત્સલ્યમૂર્તિ સૌજન્યશાલી શાસનથંભ ધમ ધુરંધર સમર્થ શાસનપ્રભાવક ૫. પાદ સ્વગત સુરિશ્રીની પુનિત સેવામાં બહુમાનભાવે ભકિતભાવભર્યા હૈયે ઉપહાર કરાતે
આ “પુણ્યસ્મૃતિ વિશેષાંક તેઓશ્રી સ્વીકારવા કૃપા કરે, ને તેઓ શ્રીમદ્દ જ્યાં હો ત્યાં, તેઓશ્રીએ * પ્રબોધેલા શ્રી જૈનશાસનના પરમ કલ્યાણકર સર્વ મંગલમય સનાતન ધર્મમાર્ગે આગળ વધવાનું,
ને વધુ ને વધુ સ્થિર રહેવાનું અમ શ્રી ચતુર્વિધ સંઘને બલ આપે ! એ જ પ્રાર્થનાપૂર્વક અમે વિરમીએ છીએ.
૫. સૂદ્દેિવશ્રીને ગુણાનુરાગી સેવક,
કીરચંદ જે. શેઠ તા. ૧૫-૧-૬૨ :
સંપાદક : કલ્યાણ