SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ งงงงงงงงงงงงงงง રીતે આત્મીયતાપૂર્વક સહૃદયભાવે સમાજ-સંઘ તથા સર્વ કેઈ ધર્માત્માઓના ઉપકારાર્થે “કલ્યા ણની વિનંતીથી “શંકા-સમાધાન' વિભાગમાં “કલ્યાણ પર આવતા જિજ્ઞાસુ ધર્માત્માઓના પ્રનેિના શાસ્ત્રીય સમાધાને સચોટ રીતે આપીને તેઓશ્રીએ સાહિત્યની, શાસનની તથા સિદ્ધાંત માર્ગની અવિરત સાધના કરી છે. તેમાં તેઓશ્રીએ નથી જોયે પરિશ્રમ, નથી જોઈ શારીરિક પ્રતિકૂલતા કે નથી જોઈ કેઈ અનુકૂલતા બસ “કલયાણું” પ્રત્યેના, તથા ધર્માત્મા આત્માઓના હિતની જ એક મંગલકામનાથી તેઓશ્રીએ પિતાની શક્તિ દ્વારા આ રીતે એકધારી ઉપકારની સુરસરિતા વહાવી છે. - આવા અવિરત જ્ઞાન સાધનાના પરમ સાધક, નિરંતર સ્વાધ્યાયત, અવિહડ સિદ્ધાંતનિષ્ઠ સરલાહુદયી સૌજન્યમૂર્તિ પરમ શાસનપ્રભાવક, પ્રકાંડ વિદ્વાન, દિગ્ગજ પંડિત, શાસનસ્થંભ ધમધુરંધર સ્વ. સૂરિદેવશ્રીને શ્રદ્ધાંજલિ આપવા કાજે “કયાણ' આજે જે દળદાર વિશેષાંક પ્રસિદ્ધ કરે છે તે તેની ફરજ છે; તેનું કર્તવ્ય છે, ને તે કર્તવ્યધર્મને બચાવવા માટે તેણે આ સુકૃત આચર્યું છે. તે પણ આર્થિક રીતે એક પણ પાઈ ઉપાર્જન કરવાની દષ્ટિ નહિ રાખતાં કેવલ પૂ. સ્વ. સૂક્ટિવ પ્રત્યેની ભક્તિથી જ પ્રેરાઈને. “કલ્યાણ” જૈન સમાજમાં કઈ પક્ષ કે સમ્પ્રદાય યા સમુદાયનું નથી. જૈન શાસન તેને પક્ષ છે, તેમજ શાસનના સનાતન શાસ્ત્રીય સત્યે તેને સંપ્રદાય કે સમુદાય છે. આ હકીકત સર્વ કઈ યાદ રાખે! “કલ્યાણ” આ જ એક નીતિ તથા રીતિ મુજબ આગેકદમ ભરી રહ્યું છે, સહુ કેઈના સહકાર તથા સહચારની તે હંમેશા આશા રાખે છે, ને રાખશે. સર્વ ધર્મદિલ સંસ્કારશીલ સમાજ તેના આત્મીય સ્વજને છેઃ તેમની શુભેચ્છાથી અમે આજ દિન સુધી આગળ વધી રહ્યા છીએ, ને વધુ ને વધુ આજ માર્ગે પ્રગતિ કરવાના મારથે સેવીએ છીએ. શાસનદેવ, અમને જરૂર સહાય કરતા રહે! એ અમારી તેઓ પ્રત્યે-શાસનદેવ પ્રત્યે પ્રાર્થના છે. કે, “કલ્યાણ 'ના આ વિશેષાંકની પ્રસિદ્ધિમાં અમને અને કેને જે લાગણીભર્યો સહકાર મળે છે, કે ૮ તે સર્વને અમે કૃતજ્ઞભાવે અત્રે આભાર વ્યક્ત કરીએ છીએ. જેઓએ “કલ્યાણું” પ્રત્યેની આત્મી યતાથી પ્રેરાઈને પૂ. પાદ સ્વ. સૂરિદેવશ્રી પ્રત્યેની ભક્તિભાવના, શ્રદ્ધા, સદ્દભાવ તથા અપ્રતીમ આત્મીયતાની લાગણીથી તેઓશ્રીને જૈન શાસન પરના સમાજ, સંઘ, દેશ તથા વિશ્વ પરના અનેકવિધ ઉપકારના ત્રણથી યત્કિંચિત્ કૃતજ્ઞભાવે મુક્ત થવા તથા તેઓશ્રીના નિમલ ચારિત્ર, સિદ્ધાંતનિષ્ઠા, ઉત્કર્ષ સ્વાધ્યાયપ્રેમ, પરમ પ્રભાવતા, પ્રકાંડ પાંડિત્ય, ઈત્યાદિ ગુણગણને શ્રદ્ધાં( જલિ અર્પણ કરવા કાજે લેખ મોકલાવ્યા છે, તે પૂજ્યપાદ આચાર્યદેવદિ મુનિવરે, ધમશીલા લેખકે ઈત્યાદિના, તેમજ “કલ્યાણના પ્રચારને વેગ આપવા જાહેરાતે મોકલનારા શુભેરછકૈને ? એ સહકારને અમે કેમ ભૂલી શકીએ? પૂ. પાદ સ્વ. સૂરીશ્વરજીના અંતેવાસી શિષ્યરત્ન પ્રશાંતમૂતિ પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી જયંતવિજયજી ગણિવરની સર્વ પ્રથમ પ્રેરણા અમને આ વિશેષાંક માટે મલી, અને વિશે* ષાંકને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવા માટે ખૂબ પરિશ્રમપૂર્વક આત્મીય ભાવે દરેક રીતે સહાય ૪ કરનાર તેમજ વિશેષાંક માટે લેખે મેળવી આપવાથી માંડી દરેક રીતે અમને સાથ-સહાયક બનનાર પૂ. શતાવધાની પંન્યાસજી મહારાજ શ્રી કીર્તિવિજયજી ગણિવરશ્રીને અમે કૃતજ્ઞભાવે અહિં ઉલ્લેખ કર્યા સિવાય રહી શકીએ તેમ નથી. તદુપરાંત વિશેષાંક માટે સહૃદયભાવે જોઈને સહકાર અને દેરવણી આપવામાં રસ ધરાવનાર પૂ. મુનિરાજ શ્રી ભાસ્કરવિજયજી મહારાજશ્રીને પણ આ વિશેષાંકને સમૃદ્ધ કરવામાં ફાળે છે.
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy