________________
–મ ણ કો
જે મુસાફર લાંબી મુસાફરીમાં પિતાની સાથે ભાતું લઈને ચાલે છે, તે આગળ જઈને ભૂખ અને તરસથી જરાય હેરાન નથી થતી અને ખૂબ સુખી થાય છે, એ જ પ્રમાણે જે માનવી સારી રીતે ધર્મનું આચરણ કરીને પોકમાં જાય છે, તે ત્યાં જઈને હળુકર્મી અને પીડારહિત થઈને ખૂબ સુખી થાય છે.
–શ્રી ઉત્તરાયયનસૂત્ર ધર્મક્ષેત્રને વાતવાતમાં કુરુક્ષેત્ર બનાવી મૂકવામાં કે રાચે છે, એના દાખલા આપણુ તપગચ્છ સંઘમાં, છેલ્લા બે-ચાર દાયકા દરમ્યાન, ઘણા બન્યા છે, અને જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને બીજા કેટલાંક સ્થાને તે જાણે એનાં કેન્દ્રો બની ગયાં છે. તેમાંય સુરેન્દ્રનગર તે જાણે આ વાતનું રણમેદાન બની ગયું હોય એમ ત્યાં કેવળ કંઈ કંઈ જાતના કલેશે જ નહીં, ઠર્ટના કેસે (દવા) સુધાં થયા છે અને આટલું ઓછું હોય એમ ત્યાં સંઘની એકતા અને સંઘવ્યવસ્થાની એકછત્રતા ખંડિત થાય એ રીતે નવું વ્યવસ્થાતંત્ર અને એ તંત્રને કાયમીરૂપ આપવા માટે નવું ! જિનમંદિર અને ન ઉપાશ્રય સુધ્ધાં તૈયાર થઈ રહ્યાં છે. તપગચ્છ સંઘને વેરવિખેર કરતાં આવાં બધાં પગલાંએ છેલ્લા ચારેક દાયકા દરમ્યાન ઊભા થવા પામેલ તિથિચર્ચાના મતભેદે જન્માવેલ મનભેદને લીધે સંઘમાં જાગી ઊઠેલ કલેશ-દ્વેષની વૃત્તિનું જ પરિણામ છે, એ દેખીતું છે. વળી, માગ્યા કરતાં સવા પૈસે મળતાં આપણે કેવા ગુમરાહ બની જઈએ છીએ, એનું આ પણ એક ઉદાહરણ છે.
સુરેન્દ્રનગરના સંઘની સામે ન માલુમ કેવી કેવી જાતના કેસો ન્યાયાલયમાં દાખલ કરવામાં આવ્યા છે! આવા કેસમાંના એક કેસને ફેંસલે, બે એક મહિના પહેલાં, તા. ૨૨-૧-૭૫ના રેજ આવી ગયું છે. આ ફેંસલે અરજી દાખલ કરનારની વિરૂદ્ધમાં અને સંઘના લાભમાં આવ્યું છે; અને શ્રીસંઘને એની વિશેષ જાણ કરવા માટે જ મેડે મોડે પણ અમે આ નૈધ લખવા પ્રેરાયા છીએ.
આ કેસની વિગત આ પ્રમાણે છે – 1 સુરેન્દ્રનગરના સંઘે (ત્યાંના સંઘની શ્રી આણંદજી કલ્યાણજીની સ્થાનિક પેઢીએ) તા. ૧૩-૪-૧૯૭૨ના રેજ, આપણા પવિત્ર પંચમ અંગ આગમસૂત્ર શ્રી ભગવતીસૂત્રના તામ્રપત્ર અંગે, સર્વાનુમતે, દસ હજાર રૂપિયા આપવાનું ઠરાવ કર્યો હતે. આ ઠરાવને હકૂમત વગરને અને ગેરકાયદે ઠરાવવા માટે તેમ જ સંવત્સરી પર્વની અને તિથિઓની આરાધના સુરેન્દ્રનગર સંઘ જન્મભૂમિ પંચાંગ પ્રમાણે કરે એ કેટથી ઠરાવ લેવા માટે, બે જૈન ભાઈઓએ (મહેતા બાબુલાલ ઉફે દીપચંદ વખતચંદે અને સંઘવી ત્રિવનદાસ પોપટલાલે), સુન્દ્રનગરની ડિસ્ટ્રીકટ કેર્ટમાં દાવો દાખલ કરવાની મંજૂરી આપવા માટે અમદાવાદના મે. ચેરિટી કમિશનર સાહેબને, કલમ ૫૧ પ્રમાણે, તા. ૩૧-૮-૭૨ના રોજ, અરજી કરી હતી. - અમદાવાદના મે. ચેરીટી કમિશનર સાહેબ, અરજી દાખલ થયા બાદ સવા બે વર્ષ કરતાં પણ વધારે વખત પછી, તા. ૨૨-૧-૭૫ના રોજ, આ અરજીને ફેંસલે આપી દીધું છે. આ ફેંસલે આ પ્રમાણે આપવામાં આવે છે: પરિણામે આ અરજી નિષ્ફળ જાય છે અને તે માર્ચ સાથે રદ કરવામાં આવે છે.” ૧૮૬
જૈન
તા. ૨૨-૩-૭૫