________________
આફતને ડંખ એ થઈ જતે અને કેઈપણ જાતની મુશ્કેલીને પહોંચી વળવાનું એવું બળ પ્રીટતું કે જેથી આવું કામ સારા પ્રમાણમાં સહેલું બની જતું.
પણ સ્વરાજ્યના અમલ દરમ્યાન આપણા દેશનું રાજ્યતંત્ર ખોટી દિશામાં પગલાં ભરતાં ભરતાં એ થી શોચનીય સ્થિતિમાં અટવાઈ ગયું કે એનું લેકશાહી સમાજવાદનું ધ્યેય તે “સાપ ગયા ને લીસોટા રહ્યા”ની લોકતિ પ્રમાણે તેજહીન બનીને વિસરાઈ જવા જેવી હાલતમાં આવી પડયું હોય અને અણીને વખતે દેશને સહારો આપીને ટકાવી રાખવાની તાકાત ધરાવતી આપણું પુરાતન મહાજન સંસ્થા પણ આથમવા બેઠી હોય અને કામ કરતી અટકી જવા જેવી સ્થિતિમાં મુકાઈ ગઈ હોય એવું જ ખૂબ શોચનીય દશ્ય જોવા મળે છે. --મહાજ સંસ્થાને કામ કરવાની કળાશ કે એ માટે પ્રેત્સાહન આપવાં દૂર રહ્યાં, જ્યાં ડગલે
ને પગલે બેની કનડગત કરવાના જ પ્રયાસો થતા રહેતા હોય ત્યાં મહાજન સંસ્થા કામ કરી ' પણ કેવી રીતે શકે? આ તે જાણે આપણે સારું હતું એનો ભાંગીને ભુક્કો કરવા બેઠા હોઈએ અને,
સ્વાર્થની ખેંચતાણમાં, બીજું સારું કંઈ કરી શકતા ન હઈએ એવા આપણું હાલ બની ગયા છે; તે પછી દેશમાં ચોમેર ભંગાર રચાતો જાય એમાં શી નવાઈ? આપણે અરાજકતાના ખરેખર ચકરાવામાં સપડાઈ ગયાં હોઈએ એમ જ લાગે છે!
અને છતાં કચ્છ, સૌરાષ્ટ્ર જેવાં કેટલાંક સ્થાને, દેશની આવી અરાજક દશામાં પણ, એવાં જેવા મળે છે કે જ્યાં શક્તિશાળી પ્રજાજનેએ સંગઠિત બનીને આ દુષ્કાળના દુઃખને ઓછું કરવાના સમર્થ પ્રયત્નો હાથ ધર્યા છે. આ એક આશાપ્રેરક અને બીજાઓને ઉત્સાહિત કરે અને માર્ગદર્શન આપે એવી બાબત છે. અને આવી જાગૃતિની અસર રાજ્યતંત્રને સાબદું થવું પડે એવી પણ જોવા મળે છે. આના લીધે આ દુખમાં સપડાયેલ પ્રજાજનો અને પશુધનને ઘણી રાહત મળી છે એમ કહેવું જોઈએ. આ માટે આવું કામ કરી રહેલા પ્રજાજનોને તથા આગેવાનને ધન્યવાદ ઘટે ઇં. - મેટી આગ લાગી હોય ત્યારે સૌ પિતાની સાધન સામગ્રી લઈને એને ઠારવા દોડી જાય એ જ કર્તવ્યના સાદને અંતરમાં ગાજતે કરીને નિષ્ઠા તથા ઉદારતાપૂર્વક કામે લાગવાને આ અવસર છે. આમ છતાં અહિંસા, કરુણા અને જીવરક્ષાની ભાવનાને વરેલ જેનધર્મના આપણું ધર્મગુરુઓ છે, આ બાબતમાં જાગ્રત બનીને શ્રી સંઘમાં અને સમસ્ત પ્રજાજનેમાં કર્તવ્ય પરાયણતાને સાદ ગાજતે કરવામાં જે ઉપેક્ષા દાખવી છે તે ખેદ ઉપજાવે એવી છે. જૈન સંસ્કૃતિને માટે તે આવા અવસરે પિતાની શક્તિ અને ભાવનાને ચરિતાર્થ કરી બતાવવા જેવા કસોટીના અવસર લેપાય આવા કટીના વખતમાં પણ જે આપણે નબળા કે નિષ્ક્રિય સાબિત થઈએ તે એમાં આપણું શભા શી અને ભગવાન તીર્થંકરના ધર્મશાસનનું ગૌરવ પણ શું ? એટલે આપણા ગુરુમહારાજે આ માટે પિતાની વિદ્વતા, વાણી અને વગને ઉપયોગ કરવા સજજ થાય અને આ કારમાં સંકટના નિવારણ માટે તન-મન-ધનથી કામે લાગવાની શ્રીસંઘને અને સામાન્ય જનસમૂહને પ્રેરણા આપે એવી અમારી વિનંતિ છે. આવી કટોકટીના વખતે પણ આપણે આવું કામ નહીં કરીએ તે, બીજા તે કઈ આપણને ઉપાલંભ આપવા નહીં આવે, પણ આપણા પિતાના અંત ૨માં ડંખ રહી જશે કે ખરે વખતે કામ કરીને આપણા ધર્મનું ગૌરવ વધારવામાં આપણે પાછા પડી ગયા ! ઈચ્છીએ કે આવું બનવા ન પામે! તા. ૧-૩-૫
ના
૫