________________
એવું પણ સૂચન કરી દીધું, જે બિલકુલ યથાર્થ છે. બિલકુલ મૌનને આશ્રય લઈને ચિત્તને સ્વસ્થ અને શુદ્ધ રાખવાનું કામ બહુ દુષ્કર છે.
શ્રી વિનોબાજીએ જે દિવસે એક વર્ષ જેટલા લાંબા સમય માટે મૌન-વતને સ્વીકાર કર્યો તે દિવસે એક આનંદજનક, વિશિષ્ટ અને પ્રસંગને બિલકુલ અનુરૂપ કહી શકાય એ જોગાનુજોગ બની ગયે. હતે. તે દિવસ જેમ ગીતા જયંતી, નાતાલ અને ઈદના તહેવારોને હતું, તેમ જનધર્મનું મૌન એકાદશીનું મોટું વાર્ષિક પર્વ પણ, આ વર્ષે એ જ દિવસે હતું. મૌન એકાદશીના પર્વના દિવસે શ્રી વિનોબાજીએ એમની એક વર્ષની મૌનસાધનાની શરૂઆત કરી-અનાયાસે કે આવકારદાયક જગાનુજોગ મળી આવે !
ભગવાન મહાવીરની પિતા ઉપર થયેલ અસર અંગે બોલતા શ્રી વિનોબાજીએ પિતાના પ્રવચનમાં કહ્યું હતું કે
કબૂલ કરું છું કે મારા ઉપર ગીતાની જેટલી અસર છે, તેના સિવાય મહાવીર કરતાં વધારે અસર બીજા કોઈની મારા ચિત્ત ઉપર નથી. આનું કારણ એ છે કે મહાવીરે જે આજ્ઞા આપી છે. તે બધાને અત્યંત માન્ય છે. એમની આજ્ઞા છે કે “સત્યગ્રાહી બને. આજે શું થાય છે? જે ઊઠરે તે સત્યાગ્રહી ! મનેય વ્યકિતગત સત્યાગ્રહીના રૂપમાં જ ગાંધીજીએ સમાજ સમક્ષ રજૂ કરેલે, પણ હું જાણતો હતો કે હું પોતે સત્યાગ્રહી છું નહીં, હું તે “સત્યગ્રાહી છું. સત્યનો અંશ દરેકની પાસે હોય છે, કેઈને કોઈ રૂપમાં બધા માણસો, ધમે, પથ બધાની જ પાસે સત્યને કાંઈક ને ? iઈક અંશ રહેલો છે. તેથીઑ માનવને જન્મ સાર્થક છે. આમ ગીતા પછી ભગવાન મહાવીરની જ અસર મારા પર છે. મેં કહ્યું “ગીતા પછી” પરંતુ હું જોઉં છું કે બેઉમાં મને કોઈ ફરક જ “ નથી જણાતો.”
અહીં શ્રી વિનોબાજીએ “સત્યગ્રાહી” અને “સત્યાગ્રહી” એટલે કે સત્યને સ્વીકાર કરવાની તત્પરતા અને સત્ય માટેની આગ્રહવૃત્તિ-એ બે વચ્ચેની ભેદરેખાને જે ઉલ્લેખ કર્યો છે તે જૈન સંઘે (તેમ જ સૌ કેઈએ પણ) ખાસ ધ્યાનમાં લેવા જેવું છે. અનાગ્રહી દષ્ટિ એ ભગવાન મહાવીરની એક વિરલ વિશેષતા છે; અને શ્રી વિનોબાજીને મન એનું ઘણું મૂલ્ય છે. જે જનસંઘ આવી અાગ્રહવૃત્તિ કેળવીને સત્વગ્રાહી બનવાની દિશામાં પ્રયત્ન કરે તે કલેશ-દ્વેષનાં કારણેનું કેટલું બધું શમન થઈ શકે અને શ્રીસંઘમાં ભાઈચારાની લાગણી કેટલી વ્યાપક બને!
પિતાના આ પ્રવચનને અંતે ક્ષમાપનાની ઉદાત ભાવના વ્યકત કરતાં શ્રી વિનેબાજીએ લાગણીભીના બનીને કહ્યું કે
છેલ્લે એક વાત, આ મારું અંતિમ વ્યાખ્યાન છે, એવું હું હાલ તુરત માની લઉ છું. તે, આજ સુધી અનેક વ્યાખ્યાન અને વાતચીત થયાં. વ્યકિતગત તેમ જ સામુહિક. તેમાં વિરોધી વિચારના ખંડન માટે ઘણી વાર વાણી દ્વારા પ્રહાર પણ કરાયા હશે, અને ઘણી વાર પિતાના સ્નેહી અને સાથીઓ સાથે પણ, ભલે ને વિનોદ ખાતર પણ, કાંઈક પ્રહાર કર્યા હશે. તે બધા માટે મારે હું સહુની (ગળે ડૂમ, અખેથી અશ્રુધારા) હદયપૂર્વક ક્ષમા માગું છું.”
શ્રી વિનોબાજીએ, આ રીતે ક્ષમાયાચના કરીને, પિતાના સંતજીવનને વધારે ઉગ્રાશયી અને પ્રભાવશાળી બનાવ્યું છે. ક્ષમાપના-પિતાની ભૂલની વિનમ્ર બનીને ક્ષમા માગવાની અને બીજાની ભૂલને ઉદારતાથી જતી કરવાની ભાવના-એ તે જૈનધર્મની રજેરોજ આચરવાની ધમકિયા છે
તા. ૨૨-૨-૭૫