________________
વડતા હું સહુ
અંતિમ દર્શને
ગામે ગામ અને મોટા મોટા શહેરમાં વિજળીવેગે સમાચાર પ્રસરી ગયા. જે સાધન મળ્યું તેમાં સહુ દેડી આવ્યા. અમદાવાદથી ઉપડતી ગાડીઓ આજે ચીક્કાર ભરાઈને આવી. બેસવાની તે નહિ પણ ઊભા રહેવાની જગ્યા પણ મળે તે મહાભાગ. આજુબાજુના પચાસ-પચાશ માઈલના અંતરેથી ગામેગામ અને શહેરોમાંથી પરમ તારક ગુરુદેવના અન્તિમ દર્શને ગણિત માનવ સમુદાય ઉમટી પડયા. લાખ હૈયા સુનસામ થઈ ગયા. મન ગમગીન થઈ ગયા. આપામાંથી અવિરત અશ્રુધારાઓ વહેવા માંડી.
સહના મુખમાંથી એક જ ઉદ્ગાર નીકળતું હતું. અનેકને આધાર ચાલ્યા ગયે, નિરાધાર બની ગયા. શાસનને મહાન સ્તંભ તુટી ગયે. સીતા ખરી પડશે.
જેઠ વદ ૪ના દિવસે ભવ્ય અંતિમયાત્રા નીકળી. “જયજય નંદા, જયજય ભદ્દાના પડઘા અને પ્રતિષ સંભળાવા લાગ્યા. વિજાપુર નગરમાં ફરી માનવ સમુદાય સિવાય બીજું કંઈપણ નજરે પડતું નથી. ગામ પરગામથી અઢારે આલમ ઉમટી પડી. વિજાપુર નગ સદાયને માટે તીર્થધામ બની ગયું. સ્મશાનયાત્રા સારાયે નગરમાં ફરી. હૈયે હૈયું ભીડાય અને ઘડીભર તે મુંઝવણ પણ ઊભી થઈ જાય એવી ફાટફાટ ગીરદી સિવાય બીજું કશું જ નજરે ચડતું ન હતું. નગરની બહાર સ્મશાનયાત્રા આવી પહોંચી. કંકુચંદભાઈની વાડીમાં નિયત સ્થળે રાખડની ચિતા ઉપર પૂ. ગુરુદેવશ્રીના ભવ્ય તેજોમયી મૂર્તિ સમાદેહને મૂકવામાં આવ્યું અને અગ્નિદેવે લાખ હૈયાના હાર, પરમ તારણહાર ગુરુદેવશ્રીના પાર્થિવદેહને ભસ્મીભૂત કરી દીધું. રડતા હૈ. સહ વસ્થાને પાછા ફર્યા. ફૂલ ખરી પડયું, ફેરમ રહી.
પચાસ-પચાસ વર્ષોના વહાણુ વીતી જવા છતાં પણ અમરતાને વરેલા વહાલા અમર ગુરુદેવ આજે પણ હજારે નહિ પણ લાખે હદયમંદિરમાં બીરાજમાન છે. દિવ્ય તેજોમયી, ભવ્યાતિભવ્ય મૂતિની પાસે હૃદયના ભાવપૂર્વક સ્તુતિ, વંદને, નમન અને પૂજન કરી મનડુ એક જ અભિલાષા રાખે છે: “મને ભવ સંદૃગુરુની સેવા મળજો.”
વિ. સં. ૧૯૩૦ મહા વદ ૧૪ને જન્મઃ જીવનની અધી વસંત વીતી ગયા બાદ વિ. સં. ૧૫૭ માગશર સુદ ૬ના ૨૭ વર્ષની ભરયુવાનીમાં અનુપમ સંયમની ભવ્યતમ રાધના. અને ફક્ત પ૧ વર્ષની ઉંમરે તે અનંતની મુસાફરીએ મહાપ્રયાણ.
ફક્ત ૨૪ વર્ષને ઘણો જ એ છે કહી શકાય એટલે સંયમપર્યાય. જીવ્યા તે ઘણું જ ઓછું પણ ઘણું ઝાઝું કરી-કહી ગયા. ભવ્યતમ સાધનામય જીવન જીવી ગયા. ઉમદા વિચારો રજી કરી ગયા. ઉદાત્ત જીવન્ત અને આદર્શ જીવન ખડુ કરી ગયા. હજારો વર્ષો સુધી નિય, નવીન, નવજીવન આપે તેવા ઉત્તમ આદર્શમય આચારે અને વિચારનું સુંદર સંકલન કરી દિવ્ય જ્યોતિર્મય જ્ઞાન દિપક (ગ્રન્થ)ની ભવ્યતમ હારમાલા જિનશાસનના ચરણે ધરી ગયા.
ચંદનની સુવાસ સમ પરમેપકારી પૂજ્યપાદુ ગનિધુરંધર ગુરુદેવશ્રીનું મહનીય મહત્તમ જીવન હંસદષ્ટિવંત સજ્જનેને પ્રેરણામૃતનું પાન કરાવી રહ્યું છે. સન્માર્ગનું દર્શન કરાવી રહ્યું છે. - સદગુરુદેવશ્રીના પ્રેરણાત્મક મહનીય જીવન અને કવનમાંથી પ્રેરણામૃતનું પાન કરી આત્માભિમુખ બની પરમપદને પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા.
પૂજ્યપાદુ ગુરુદેવશ્રીના પરોપકારમય જીવન ચરિત્રનું આલેખન કરતાં અલ્પમતિ આદિના કારણે જિનાજ્ઞા વિરુદ્ધ જે કંઈપણ આલેખન થયું હોય તે સંબંધી મિથ્યા દુષ્કૃત માંગી સદગુરુશ્રીના ચરણકમલેમાં ભાવભીને વંદન કરી વિરમું છું,