________________
મહાપ્રયાણ
ઉદયની પાછળ અસ્ત પામે છે. વિયેગના તારથી સંગ મઢાવે છે. સર્જનની સાથે વિસર્જનનું કાવ્ય રચાતુ જાય છે. તે
મુસાફરી હવે પુરી થવા આવી છે. અગમથી જ એ ધાણ પારખી લીધા છે. એકી સાથે સત્તાવીશ પુસ્તક પ્રેસમાં એક લાઈ ગયા. પ્રસ્તાવના, આલેખન, મુફ-સંશાધન વગેરે ધ્યાનપૂર્વક તપાસી જતા.
લાં ત્રણ દિવસ પહેલાં તે (જેઠ સુ. ૧૫) “સુબેધ કક્કાવલી” ગ્રન્થના સર્જનનું અન્તિમ મહાન કાર્ય અવિરત ગતિથી ચાલુ છે. ન હતે થાક કે ન હતી થકાવટ, - રો રગ વસી હતી સર્વના હિતની સાર્વજનિન-મકામના. હૈયે ધગધગતી હતી સર્વ જીવને શાસનરસિક બનાવવાની વિશુદ્ધ ભાવના.
ધન્ય જ્ઞાન સાધના! ધન્ય ધન્ય અપ્રમત્તતા!! ધન્યાતિધન્ય ઉપયોગશીલતા!! ભવ્યતમ પરાર્થર સીકતા!!!!
મહુડી ગામમાં અનેક ગામના સંઘે ભેગા થયા છે. ચાતુર્માસ માટે સહુએ આગ્રહભરી
વિનંતિ કરી.
સહુને સ્પષ્ટ જણાવી દીધું: “હું પરવારી ગ છું. સમય હવે નિકટ છે. મુસાફરી હવે પુરી થવા આવી છે. તમે પણ ચેતજો” પત્ર દ્વારા પણ સહુને જણાવી દીધું.
જેઠ વદ ત્રીજના પ્રાતઃકાલના સમયે સુપેરે પ્રયાણ કર્યું. આચાર્ય શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મ, પ્રવર્તક શ્રી દ્ધિસાગરજી મ., પંડિત પ્રવર શ્રી કીર્તિસાગરજી મ. આદિ શિષ્ય પરિવાર, સાધ્વીસ મુદાય તેમ જ ગુરુભક્ત સમુદાય સાથે હતા.
મડીથી પ્રયાણ કરીને સવારે ૮ કલાકે વિજાપુર વિદ્યાશાળાના ઉપાશ્રયે પધારી ગયા.
એ મારીને અજપાજાપ ચાલુ છે. બધા આવી ગયાને? કઈ બાકી તે નથી રહ્યું ને? કોઈને પણ કાંઈ પૂછવું છે? પણ હવે શું પૂછવું ? સહુ કોઈ એક મહા સ્વપ્નને જ ન જોતાં હેય તેમ કંઈપણું પૂછી ન શકાયું. કે પછી પ્રશ્નોત્તરીને હવે કયાં સમય જ હત! ના, ના, કહેવા જે તે પહેલેથી જ સહુને જણાવી દીધું હતું.
હાજર રહેલા સહુએ પૂજ્યપાદું ગુરુદેવશ્રીની સામે ત્રાટક કર્યું. અનિમેષ નયનેથી સહુ તારણહાર ગુરુદેવને નિરખી રહ્યા. સહુના લેચનીયા ભીના થયા. હૈયું હાથ ન રહ્યું. દળ દળ આંસુડા સરી પડ્યા.
લાખના હૈયાને હાર આજે પદ્માસનસ્થ થયે. આંખ મીંચી દીધી. ધ્યાનસ્થ થઈ ગયા. મહાપ્રયાણ કર્યું. અને અનંતની મુસાફરીએ ઉપડી ગયા. દિવે બુઝાઈ ગયે. દેવળને છોડીને મુસાફરે પ્રયાણ કરી દીધું. દિવ્યતેજનું દિવ્યદર્શન
જીવનની અતિમ ક્ષણ સુધી સર્વત્ર દિવ્યપ્રકાશને સર્વત્ર પ્રસારતે દિવ્ય દિપક બુઝાય. સર્વત્ર શોકને મહાસાગર છવાઈ ગયે. અન્તિમ સમયે પાર્થિવ-નશ્વર, દિવ્ય કાન્તિમય દેહે ઉપર થિવીશ કલાક પર્યન્ત અદ્ભૂત દિવ્યશ્રીતિમય અપૂર્વ દિવ્યતેજ વિલસી રહ્યું. દિગંતગામી તેજના ફુવારા ઉડી રહ્યા. અવનવા ભવ્યભાવ દશ્યમાન થતા રહ્યા.
તા. ૨૮-૨-૭૫