________________
શાસન રક્ષા
ચારે બાજુ, જ્યાં ત્યાં, અંધશ્રદ્ધા, વહેમ, શંકા-કુશંકા અને અજ્ઞાનતાના અંધારા અને એછાયા છવાઈ ગયા હતા. તેમાં ફસાઈ ગયેલી જનતા ત્રાસી ગઈ હતી. ભૂત, પ્રેત અને ભુવાઓનું જોર દિનપ્રતિદિન વધી રહ્યું હતું. ટૅગ અને ધતીંગે તે માઝા જ મૂકી દીધી હતી. આવી નિરાધારમય પરિસ્થિતિમાંથી ઉગરવા સહુ કઈ વલખા મારી રહ્યા હતા. અમાવાસ્યાની કાળમીંઢ રાત્રીમાં માર્ગદર્શન માટેની સર્વ આશાઓ નિરાશામાં પલટાતા જનતા વિશેષ ધર્મભ્રષ્ટ અને શ્રદ્ધાશ્રણ બની હતી. ધર્મધુરક્વરે નિરપેક્ષભાવે તટસ્થ રહ્યા હતા.
હજાર નિરાશામાં એક અમર આશા છૂપાઈ છે.” સર્વના સહજભાવે કલ્યાણની ભાવનાથી ભાવિત થયેલું ઉદાર ચરિતમાનસ આવી કઢંગી–બેહુદી–અસહ્ય પરિસ્થિતિને લેશ માત્ર પણ કેમ સહન કરી શકે? “મને કેઈ ઉગારે....મને કોઈ મદદ કરે...” એવા આમંત્રણની કયે નરશાલ રાહ જુએ?
મધુપુરી (મહુડી) ગામમાં શ્રી પદ્મપ્રભુજીના નૂતન જિનાલયની સાંનિધ્યમાં, શ્રી અરિહંત પરમાત્માના અનન્ય ઉપાસક, સમ્યગૃષ્ટિ, શાસનરક્ષક, પરોપકારરસીક, યક્ષરાજ શ્રી ઘંટાકર્ણ મહાવીરદેવની પ્રાભાવિક મૂર્તિની પ્રથમ સ્થાપના કરી. ભ્રષ્ટ થતી સત્વશીલ પ્રજાના સત્ત્વનું ધર્મ, શ્રદ્ધા અને આચારની ત્રિવેણીથી રક્ષણ કરવું, એનાથી અન્ય કયું મહાન શાસન પ્રભાવનાનું પ્રથમ કાર્ય કહી શકાય ગુરુ-વિરહ
સદાય શીળી છાયા આપતું શીરછત્ર કાળે અકાળે ઝુંટવી લીધું. અમદાવાદ મુકામે વિ. સં. ૧૬૯ અષાઢ વદ ૩ના દિને પરમપૂજ્ય, ક્રિયાપાત્ર, તપસ્વીરત્ન મુનિરત્ન ગુરુદેવશ્રી સુખસાગરજી મ.સા. સમાધિ ભાવ સહ કાળધર્મ પામ્યા. રતુમોદનીય આરાધનાને અમૂલ્ય લાભ લઈ કૃતકૃત્ય બન્યા.
પરમપૂજ્ય, આરાધ્યતમ ગુરુદેવશ્રીના સંયમગુણ અનુમદિન નિમિત્તે શ્રી ઝવેરીવાડ સંભવનાથ જિનાલયમાં ૪૫ દિવસે પર્યન્તને શ્રી જિનેન્દ્રભક્તિ મહત્તમ મહોત્સવ ઉજવવામાં આવ્યું. ગુરુપાદુકાની પ્રતિષ્ઠા કરી. પ્રચંડ પુરુષાર્થ
સખત બેચેની વર્તાઈ રહી છે. હૈયુ સતત કરાઈ રહ્યું છે. પાયે જે મજબૂત હોય તે ઈમારતને આંચ આવતી નથી. આ સનાતન સત્ય લગભગ વિસરાઈ ગયું છે.
તર્ક-કુતક વધી ગયા. અહં અને આકાંક્ષામાં સહુ ફસી પડ્યા. માન અને મહત્તામાં મુંઝાઈ ગયાં. સુષુપ્ત કુત આળસ ખંખેરી ઊભા થયા.
શાસન અનેક વિભાગમાં વહેંચાઈ ગયું. વિભાગમાં પણ નાના-નાના વિભાગે વધતા ગયા. નાની-નાની વાતને ભેટી બનાવી દઈને લડવા-ઝઘડવાનું શરૂ થયું હતું. દિ' ઉગેને નવે પ્રશ્ન ઊભે થતે. “ઘર જલ ગયા, ઘરકી ચિરાગસે.”
* જૈન :
તા. ૨૮-૬-૭૫