________________
તેટસ્થ અને નિલેપભાવે વિચાર કર્યો. કયે માર્ગ લે ? કયે રસ્તે કાઢી કેની આગળ જઈ પિકાર કરે ? એક્યતા માટે પ્રયત્ન કર્યા. પરંતુ ઝાઝી દાદ ન મળી. અનેક વિચારોથી અંતરને વિવી નાખ્યું. અને માર્ગ મળી ગયો.
આધ્યાત્મિકભાવના વિકાસથી જૈન દર્શનની જયવંતી જાતિ અધિકતમ પ્રકાશી ઉઠશે.
હાક સુણીને કેઈ ના આવે તે એકલે જાને રે.” કર્તવ્યપરાયણતાએ પ્રાણ પૂર્યા. અમર-પ્રદાન
જીવનની ત જ્યાં સુધી પ્રકાશી રહી, ત્યાં સુધીમાં તે એક પછી એક એમ એકસે ને આઠથી અધિક (ગ્રન્થ) જ્ઞાનદિપકની ઝળહળ પ્રકાશીત હારમાળા તયાર કરી. અધ્યાત્મજ્ઞાનના પિપાસુ અને જિજ્ઞાસુ, ઉદારચરિત ગુણાનુરાગી ગુરુભક્તોએ હારમાળાને પ્રકાશીત કરી. અધ્યાત્મજ્ઞાન પ્રકાશક મંડળ સંસ્થાએ સુસંચાલન કર્યું. • ઝળહળ પ્રકાશી રહેલા જ્ઞાનદિપકની જ્યોતિ સર્વત્ર પ્રસરી રહી. અનેક ભાવિકેને આકષી રહી. અનેક શંકાઓનું નિર્મૂલન કરી રહી. સન્માર્ગને ઉજાળી રહી. અંધકારને હઠાવી રહી.
સ્થાન માર્ગે સંપ્રદાયના શ્રી અમિઝષિ વગેરે સાધુઓને જ્ઞાનદિપકની જોતિએ આકર્ષા. અને પૂ. ૫ દુશ્રીનું સાંનિધ્ય વર્યા. સાંનિધ્યને પામીને સન્માર્ગ પામી ગયા. (મૂર્તિપૂજાની) શ્રદ્ધા પ્રગટી રહી. સદ્દગુરુનું શરણું સ્વિકાર્યું. અને અમિઋષિમાંથી શ્રી અજિતસાગર બન્યા.
ઝળહળ તિથી પ્રકાશતા દિપકની પ્રભાથી પ્રભાવિત થયેલા અનેક રાજરાજેશ્વરે દર્શનને ઝંખતા. દર્શન પામી તૃપ્તિ અનુભવતા. સાક્ષરો સમાધાન સાધતા. સમાજ સેવકે પ્રેરણાનું પાન કરી કર્તવ્યનીલ બનતા. ભદ્રભાવ ભાવિત ભાવિક ભક્તો ભક્તિરસને સાધી જતા. આધ્યાત્મિક સનાતન સત્ય સિદ્ધાન્તના રસપાન કરીને સંતે પરમાત્મભાવથી ભાવિત બની પરમપદની સિદ્ધિનું નિદાન પામી જતા.
વડોદરા નરેશ શ્રી સયાજીરાવ ગાયકવાડ મહારાજાની વિજ્ઞપ્તિથી રાજમહેલમાં થયેલા પૂ. પાશ્રીન કવચનેથી પ્રભાવિત બનેલ નરેશ સબહુમાન દુગારપૂર્વક જણાવે છે કે, “જે છેડા પણ આવા સંતે આર્યભૂમિ ઉપર વિચરીને જનતાને સન્માર્ગે લઈ જાય તે આ આર્યભૂમિને ઉદ્ધાર જાણે નજીકમાં જ દેખાય છે.” પૂ. પાદુ ગુરુદેવશ્રીના ઉપદેશથી નરેશે વિજ્યાદશમીના દિવસે કુલપરંપરાગત પાડાની હિંસા થતી હતી, તે જીવહિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી હતી.
માણસા નરેશ, પેથાપુર નરેશ, ઈડર નરેશ, વરસડા નરેશ વગેરે અનેક રાજ-રાજેશ્વરને પ્રતિબંધ કર્યો. શિકાર, માંસ, દારૂ, જુગાર વગેરે વ્યસનથી મુક્ત કર્યા. પ્રજાહિતના કાર્યો કરવાને અનુરોધ કર્યો.
જ્ઞાનદિપકની તિ જાજવલ્યમાન પ્રભા દૂર સુદૂર પ્રસરતી પ્રસરતી-કાશી બનારસના મહાવૈયાકરણાચાર્યો અને નૈયાયિકેના હૃદય કમળને પ્રકાશમાન કરવા સમર્થ બની જ્ઞાન સૌરભથી આકર્ષિત થયેલા અનેક વિદૂધીય પંડિતાએ એકત્રિત થઈ ને પૂ. પાદ ગુરુદેવશ્રીને “શાસ્ત્ર વિશારદ'ની માનદ્ પદવી સબહુમાન અર્પણ કરી ગૌરવપ્રદ વિદ્વત્તાનું બહુમાન કર્યું.
વિ. સં. ૧૭૦ મહા સુદ ૧૫ ને દિને પેથાપુર નગરના આંગણે ભારતભરના જૈન સંઘ એકત્રિત થયા. પૂજ્યપાદુ ગુરુદેવશ્રીને “આચાર્ય પદ-પ્રદાન મહત્સવ ઉત્સાહ, ઉમંગ અને અનેરી શાસનપ્રભાવના સહ ઉજવીને મહાન લાભ લેવા મહા ભાગ્યશાળી બન્યા.
છે. ૨૮--૭૫