SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબદારી ભાન સાથે તત્વજ્ઞ–પંડિતશ્રી બહેચરદાસભાઈએ પાદરીની સભામાં જઈ જાહેરચચાનું આહવાહન-ચલેજ આપી દીધી. યુક્તિ-પ્રયુક્તિ કે દલીલ-પ્રતિદલીલની લાંબી ભાંજગડમાં ન પડનાર પાદરીએ તર્કને સહારે લીધે, કાં છે. ને કે, સેનું લઈએ કસી’. કસેટમાં જે પાર ઉતરે તે સત્ય. આપણને સહુને આ દુઃખદાયી સંસાર તર છે. પાણી જે તરે તે સત્ય. અને ડૂબે તે અસત્ય. હિન્દુ ધર્મનું પ્રતિક સૌ સૌના ઇષ્ટદેવની મૂતિ અને ખ્રિસ્તી ધર્મનું ચિહ્ન ક્રોસ (t) છે. વિચારે કેણ તરશે ? તમને કેણુ તારશે ? જે તરશે એ જ તમને તારશે. દરેક પ્રકારની દલીલ, તર્ક કે યુક્તિની સામે સુગ્ય પ્રત્યુત્તરમાં તીક્ષણ બુદ્ધિવંત પંડિત શ્રી બહેચરદાસભાઇએ તર્કસંગત દલીલ કરી કે જેમ કુંદનની કસેટી અગ્નિમાં થાય છે, તેમ ધર્મની કસોટી પણ અગ્નિથી થવી જોઈએ. કોઈપણ પ્રત્યુત્તર માટે અસમર્થ પાદરી, તરત જ ધર્મ પ્રચારની સભા છોડીને ચાલ્યા ગયે. * આર્યધર્મના રક્ષણની સાંપડેલી મહામૂલી તક સફળ બનતાં અને વિજય વરમાળાને વરતાં હૈયામાં હર્ષ માટે નથી. ક્તવ્ય બજાવ્યાને આનંદ દીલમાં સમાતો નથી. આધ્યાત્મિક્તાના ઉત્થાન વિના આર્યવનું રક્ષણ અશકય છે. ઉત્થાન માટે આધ્યાત્મિક જ્ઞાન, સમ્યગ્રશ્રદ્ધા અને સમ્યકશીલના પ્રચારની ખાસ આવશ્યકતા છે. ઈત્યાદિ અનેક અનેક નવીન વિચારો ઉદ્દભવ્યા પછી.... સેવા-વૈયાવચ્ચે સમક્તિદાયક ગુરુત, પરચુવયાર ન થાય.” સમક્તિદાતા ગુરુવરશ્રીને ઉપકારને બદલે કેટી કોટી ઉપાયોથી પણ વાળી શકાતું નથી. સચ્ચરિત્ર ચુડામણિ, પૂજ્ય પ્રવર શ્રી રવિસાગરજી મ. સા. મહેસાણા નગરમાં વૃદ્ધાવસ્થાના કારણે સ્થિર થયા છે. ઉપકારી ગુરુદેવશ્રીના ચરણમાં રહી શિષ્યભાવે વૈયાવચ્ચ-સેવા આદિને અમૂલ્ય લાભ પ્રાપ્ત કરવા શ્રી બહેચરભાઈ મહાન ભાગ્યશાળી બન્યા. અને મધુર કંઠે સ્તવનસક્ઝાય વગેરે શ્રવણ કરાવી નિઝામણ કરાવવા દ્વારા ગુરુભક્તિના કેડ પૂરા કર્યા. - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ ભેગો થયેલ છે. સહુએ તપ-જપઅનુષ્ઠાન વગેરે ગુરુભક્તિ અથે સંભળાવીને સુંદર લાભ લીધે. વિ. સં. ૧૯૫૪ જેઠ વદ ૧૧ ના રોજ પૂજ્ય પ્રવર તપસ્વી શ્રી રવિસાગરજી મ. સા. સમાધિભાવ સહ કાળધર્મ પામ્યા. પરમ ઉપકારી ગુરુદેવશ્રના કાળધર્મથી શ્રી સંધને વજ સમ આઘાત લાગે. શ્રી સંઘે યથાવિધિ અગ્નિસંસ્કાર કર્યો. અને ત્યાં જ દાદાવાડી બંધાવી ગુરુ સંરમણરૂપ ઋણ અદા કર્યું. આજેલ ગામમાં વયેવૃદ્ધ, જ્ઞાની તિવર્યશ્રી સ્થિર હતા. યતિશ્રીના શિષ્યને અધ્યાપન કરાવવા માટે શ્રી બહેચરદાસ આજેલ આવ્યા છે. શ્રી સંઘને પણ તેમના અદ્દભૂત જ્ઞાનને લાભ લેવાને સુભગ સંગ પ્રાપ્ત થયું. તેમજ પ્રાચિન હસ્ત- લીખીત જ્ઞાનભંડારને અને વૃદ્ધ યતિશ્રીના અનુભવ જ્ઞાનને પણ મહાન લાભ મળે. સંયમના પુનિત પંથે પ. પ. ક્રિયાપાત્ર, તપસ્વીરત્ન મુનિવર્ય શ્રી સુખ-સાગરજી મ. સા. પ્રહાદનપુર (પાલનપુર) તા. ૨૮- ૭૫ ૪૬૫
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy