________________
પાઠશાળાગમને
સરખે સરખા, સંસ્કારી, જીગરી બાલગઠીયાએ આજે આનંદ અને ગેલ કરતાં કરતાં ઘેર જઈ રહ્યા છે. ઈનામ મળ્યું છે. પેંડાની પ્રભાવના લઈને સહુ હરખે હરખે જઈ રહ્યા છે. મિત્રેની પાસેથી ધાર્મિક અભ્યાસની વાત સાંભળી. મન આકર્ષાયું. બીજા જ દિવસથી મિત્રની સાથે સાથે પાઠશાળાએ જવાનું શરૂ કર્યું. નમસ્કાર-મહામાત્ર, વિધિપૂર્વક-વિનયસહ, ગુરુ પાસેથી ગ્રહણ કર્યો. મુખપાઠ કર્યો. રાત્રિભેજન અને કંદમૂળને ત્યાગ કર્યો. અપૂર્વ ધગશ, તીવ્ર જંખના, સતત પરિશ્રમ અને આત્મિક વિલાસપૂર્વક હવે લગન લાગી આધ્યાત્મિકતાની.
પૂર્વજનમના સુસંસ્કારો અને શુદ્ધ સંયમની સાધના આ જનમમાં શીદ, ઉદયમાં આવે છે. “યેગિ બીજ પલટે નહિ, જે જગ જાવે અનંત, ઊંચ ઘર નીચ ઘર અવતરે, અખર સંત કે સંત.” ' જોત જોતામાં પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય અને કર્મગ્રન્થ સંગીન અભ્યાસ પૂર્ણ કર્યો. અર્થભાવાર્થ–પરમાર્થનું પરિશિલન કર્યું. આધ્યાત્મિક આનંદની છેળો ઉજળવા લાગી. વિશેષ અધ્યયનની ઉત્કંઠા જાગી. સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણના અધ્યયનની તાલાવેલી લાગી. જૈન દર્શનના તાત્તિવક અધ્યયન માટે ગુજરાતનું કાશી-બનારસ સમ જ્ઞાનતીર્થ મહેસાણામાં શ્રી યશેવિજયજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં સુંદર તલસ્પર્શી અધ્યયન કર્યું. જેમ જેમ અધ્યયનમાં આગળ ને આગળ વધાય છે તેમ તેમ કેવલી ભગવન્ત ભાષિત નવનવા ભવ્ય ભાવને-પદાર્થોને જાણવાની જિજ્ઞાસા વધતી ને વધતી જ રહે છે.. અતૃપ્તિ ભાવે અધ્યયન
આ સમસ્ત વિશ્વમાં કયાંય પણ જોવા ન મળે, જાણવા ન મળે તેમ જ સાંભળવાયે ન મળે એવા શ્રી સર્વજ્ઞ જિનેશ્વર ભગવંત ભાષિત પારમાર્થિક પદાર્થોનું અધ્યયન કરત કરતાં તે શ્રધેય મને નાચી ઉડ્યું, અતૃપ્ત દિલ તરસી ઉકર્યું. સતત પરિશિલન, એકાગ્રતા, જિ.સા અને સાધનાથી અધ્યયનનું શ્રમસાધ્ય કઠીન કાર્ય સહજભાવે પરિપૂર્ણ કરી લીધું.
માતૃ–સંસ્થાના દીર્ઘદષ્ટા સંચાલકોએ સંસ્થાના સુવિકાસ માટે આ યુવાશક્તિને સુંદર લાભ લેવાનો નિર્ણય કર્યો. ગામે ગામ ધાર્મિક શિક્ષણની ચાલતી પાઠશાળાઓના સુસંચાલન સહ પરીક્ષકનાં પદ્ધતિસરનાં વ્યવસ્થિત કાર્યને મંગલ પ્રારંભ થયો. ખૂબ જ સંતોષકારક રીતે સંચાલન કર્યું. પરંતુ આંતર મન અજંપ અનુભવે છે. દિલમાં કળ વળતી નથી. શા-અધ્યયનમાં ડૂબી રહેવું રૂતું નથી. શાસ્ત્રનું અધ્યયન કરી શાસ્ત્રના અર્થ-ભાવાર્થ અને પરમાર્થની પણ પેલી પાર પહેચવા માટેની જાગરૂકે ઝંખના જાગી. પ્રબલ પુરુષાર્થ વિના કઈ જ કાર્ય શક્ય નથી. મરજીવાઓ જ સાગરના અન્તસ્થલ સુધી પહોંચીને મહામૂલા મતિ અને રત્ન મેળવવા માગ્યશાળી બને છે. ધર્મ-રક્ષા કર્તવ્ય
સંધ્યાનો સમય છે. હજારોની મેદની જામી છે. એક પાદરી ધર્મગુરુએ ચાર સભા જ છે.
ધર્મના પ્રચાર માટે સ્વધર્મનું મંડન કરવું, એ સુગ્ય પદ્ધતિ છે. પરંતુ જ્યારે મયદાઓ ઓળંગીને પર ધર્મનું ખંડન કરાય છે ત્યારે ધર્મપ્રેમી આત્માએ સાંખી લે તે નથી.
સ્વ ધર્મના ખંડનથી આયત્વનું અભિમાન ઘવાયું અને ખમીર ઉછળ્યું. આયત્વના રક્ષણની
લ, ૨૮-૬-૭૫