________________
શિષ્ય યુનિવર્ય શ્રી સુખસાગરજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. નામ રાખ્યું મુનિ બુદ્ધિસાગરજી. સાચે જ પિતાની જ્ઞાનસાધના અને વિપુલ સાહિત્ય સર્જન દ્વારા, એ નામને સાર્થક કરીને તેઓ જ્ઞાનના મહેરામણ બની ગયા. દીક્ષા વખતે એમની ઉંમર ૨૭ વર્ષની હતી.
પછી તે મુનિ બુદ્ધિસાગરજીનું જીવન જ્ઞાનસાધના, ધ્યાનસાધના અને સંઘકલ્યાણ તથા લેકકલ્યાણની સાધના રૂપ ત્રિવિધ સાધનાને માર્ગે આગળ વધવા લાગ્યું અને એમને શતદળ કમળની જેમ વિકાસ થવા લાગે. અને એમનું દિલ, જૈનધર્મની જ્ઞાન–શારિત્રની સાચી આરાધનાના ફળરૂપે, દરિયા જેવું વિશાળ બની ગયું અને તેઓ જૈનધર્મના ગુરુ હોવા છતાં સર્વલેકના–અઢારે આલમના-ગુરુ તરીકેના અતિવિરલ ગૌરવના અધિકારી બની ગયા.
સાચે વેપારી, ન્યાય-નીતિની લમણરેખાને સાચવીને, જ્યાંથી ન થાય એ વેપાર ખેડે અને બધા ઘરગને હેતથી આવકાર આપે, એવું જ જીવન-વિકાસનું સમજવું. જેને સાચા અર્થમાં પિતાના જીવનને નિર્મળ અને ઉન્નત બનાવવું હોય તે, જ્યાંથી પણ આવું માર્ગદર્શન મળે એમ
ય ત્યાંથી વિના સંકેચે અને હોંશપૂર્વક સ્વીકારે. મુનિ બુદ્ધિસાગરજીએ જોયું કે બેરીઆ મહાદેવના આશ્રમના મહંત અને બેરીઆસ્વામીના નામે ઓળખાતા શ્રી સદાનંદ સરસ્વતી અષ્ટાંગયોગના સારા જાણકાર છે, તે એમની પાસે જઈને એમણે એમના એ જ્ઞાનને લાભ લીધે; અને ધ્યાનયોગમાં પ્રગતિ કરવા માંડી.
વળી, એમનું મન એવું પૂર્વગ્રહથી મુક્ત, ઉદાર અને વિશાળ હતું કે જૈન સમાજની ઉન્નતિના નવા નવા વિચારે એમાં જાગતા જ રહેતા હતા. શ્રાવકસંઘની સંભાળ રાખવાનું અને ઊગતી પેઢીને વ્યાવહારિક તેમ જ ધાર્મિક જ્ઞાન આપવાનું એમને ખૂબ ખૂબ જરૂરી લાગતું હતું. જાને આ માટે તેઓ યથાશય પ્રયત્ન પણ કરતા જ રહેતા હતા.
એમનું સાહિત્ય-સર્જન જેટલું વિપુલ છે એટલું જ વિવિધ વિષયને સ્પર્શતુ છે. એ ગદ્યમાં પણ છે અને પદ્યમાં પણ છેઃ એ સંસ્કૃતમાં પણ છે અને ગુજરાતમાં તે ઢગલાબંધ છે. અને એમનાં કાવ્યો અને ભજને તે ગુજરાતી ભાષાની અય મૂડી અને સામાન્ય જનતાની વિરલ સંસ્કારસંપત્તિ બની રહે એવાં હદયંગમ અને વ્યાપક ધર્મભાવનાથી ભરેલાં છે. આવા કીમતી સંસ્કારધનને આપણે જ જનસમુદાય સુધી પહોંચતું નથી કરી શકયા તે જૈનસંઘની બેદરકારી અને વિશેષે કરીને એમની શિષ્ય પરંપરાની ઉદાસીનતાનું જ પરિણામ સમજવું જોઈએ. આજે પણ આ સાહિત્ય એટલું જ ઉપકારક અને ઉપયેગી બની રહે એવું છે-કદાચ વધતી જતી આચાર વિમુખતાના આ યુગમાં તે એ વિશેષ પ્રેરક અને માર્ગદર્શક બની રહે એવું ગણુય. શી એની ગુણવત્તા છે ! કયારેક કોઈક સંગીતપરિષદ કે ભજનમંડળી ચાજીને એને આસ્વાદ અને લાભ લેવા જેવો છે. આળસને ઉડાડી મૂકે, ચેતનાને જાગ્રત કરે, સરળ અને ટૂંકી ભાષામાં ધર્મને અને માણસાઈને ઘણે ઘણે મર્મ સમજાવી જાય અને અંતરને કૂણું કૂણું અને ગદ્દગદ બનાવી મૂકે એવું જીવંત આ સાહિત્ય છે. એમની શિષ્ય પરંપરા, એમણે સ્થાપેલી સંસ્થાઓ, એમના અનુરાગી જૈનજૈનેતર ગૃહસ્થ મહાનુભાવ અને વ્યાપક જૈન સંઘ આ દિશામાં પ્રયત્નશીલ બને એ ખાસ ઈચ્છવા રવ છે. છેવટે એમના સ્વર્ગવાસની અર્ધશતાબ્દીની ઉજવણીના આ વર્ષ દરમ્યાન એમણે રચેલ ભજન-પદ-કાવ્ય ના ગાનના ડાક પણ સમારોહ જુદે જુદે સ્થાને જાય તે જૈન સંઘને પિતાના આ સાહિત્યધનને જરૂર કંઈક ખ્યાલ આવે. આ કામ ખાસ કરવા જેવું છે. કોઈકને એ કરવાનું સૂઝી આવે તે કેવું સારું!
તા. ૨૮-૧-૭૫
૪૫