________________
મુનિર અને જેને સદગૃહસ્થને સંગ કરવાને લાભ મળે; એ સંગ એને ખૂએ ભાવી વયે અને એના જીવનનું ઘડતર કરનાર બની ગયે. જ્ઞાનસાધના અને જીવનસાધના અને માર્ગો જાણે એની સામે ખૂલી ગયા. કણબીને આ બડભાગી દીકરે, “ભણ્ય કણબી કુટુંબ બળે એ કહેવતને બેટી પાડીને, પિતાના જીવનમાં અને જનસમાજમાં જ્ઞાન–ચારિત્રના ઉત્તમ સંસ રિનું વાવેતર કરીને જીવનઘડતરને અદ્ભુત પાક ઉગાડનાર દિવ્ય ખેડૂત બની ગયો. જૈ. સંઈ અને જનસમુદાય એ ખેડૂતને કેટલે બધે એશિગણ બને છે!
જ્ઞાનવૃદ્ધિ અને આત્માની ઉન્નતિના આશક આત્માને ખેડૂતજીવનના ખેતીવાડીના ભાવસાય અને ઘરસ સારના વ્યવહારની ચકાબંધીમાં બંધાઈ રહેવું કેવી રીતે મંજૂર હોય? એમાં તે એને નરી રૂંધામણને જ અણગમતે અનુભવ થાય ! પણ બહેચરને આવી રૂંધામણમાં ઝાઝ વ ત અટવાઈ રહેવું ન પડ્યું. એણે આપમેળે અને સંતસમાગમના બળે પિતાના મનના મરથ સફળ કરવાને માર્ગ શોધી કાઢયો.
હેરત પમાડે એવી બાબત તે એ છે કે, વ્યાવહારિક શિક્ષણમાં વધારે આગળ વધવાને બદલે બહેચરે ધર્મના શિક્ષણમાં–અને તે પણ જૈન ધર્મના શિક્ષણમાં–આગળ વધવાને પુરષાર્થ કર્યો, અને એમાં એને એવી સફળતા મળી કે અલની જૈનધર્મની પાઠશાળાના શિક્ષક બનવાનું ગૌરવ એને મળ્યું.
વખત જતાં આજોલનું ક્ષેત્ર ટૂંકુ લાગ્યું અને તેઓ મહેસાણાની સુપ્રસિદ્ધ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં જઈ પહોંચ્યા–અહીં એને અનેક જૈન સાધુ-સંતે, સાધ્વીજીઓ, શેઠ શ્રી વેણીચંદ સૂરચંદ જેવા ધર્માત્મા શ્રાદ્ધર, અને ધર્મનાં રંગે રંગાયેલી શ્રાવિકા બહેને સંપર્ક મને અહીં ધર્મનું વિશેષ અધ્યયન કરવાની સાથે સાથે અધ્યાપન કરાવવાને પણ અવસર મળવા લાગે કયારેક ક્યારેક તે સાધુ-સાધ્વીઓને ભણાવવાનું પણ અવસર મળી જ. બહેચરનો મનને મેરલે આનંદથી નાચી ઊઠ.
વળી, એમની વિદ્યાપ્રીતિ કંઈ નવું નવું જાણીને સંતોષ પામે એવી મર્યાદિત પણ ન હતી; એ આત્મામાં તે કયારેક કયારેક સાહિત્યનું સર્જન કરવાની વિરલ પ્રતિભા પણ જાગી ઊઠતી અને કયારેક કવિતારૂપે તે કયારેક નિબંધરૂપે વહેવા લાગતી. બીજી બાજુ, સમયના વહેવા સાથે, ધર્મનું આરાધન કરવાની ભાવના પણ વધુ ને વધુ ઉત્કટ બનતી જતી હતી અને એમને વ્રત, તપ, સંયમના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપ્યા કરતી હતી. ધર્મક્રિયા તરફની ૨ | રુચિએ બહેરદાસને નાની ઉંમરથી જ ધ્યાનસાધનાને રંગ લગાવી દીધું હતું.
આ બધું જોઈને સૌને એમ જ લાગતું કે આ પાટીદાર યુવાન છેવટે જૈન ધના સાધુ બનશે. પણ બહેચરદાસની ઈરછા સાધુ બનવાને બદલે આદર્શ શ્રાવક બનીને શાસનની અને સંતની સેવા કરવાની અને એ રીતે પિતાના જીવનને ધન્ય બનાવવાની હતી. એટલા માટે તો એમણે આજીવન બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું હતું.
પણ ભવિતવ્યતા કંઈક જુદું જ ચાહતી હતી—નજીકના ભવિષ્યમાં જ મેર જળહળી ઊઠનાર પ્રકાશપુંજ ગૃહસ્થજીવનના ઓરડામાં રંધાઈ રહે એ જાણે કુદરતને મંજૂર ન હતું. | મુનિરત્ન રવિસાગરજી મહારાજ વિ. સં. ૧૯૫૪માં કાળધર્મ પામ્યા અને એમને આજ્ઞાઇચ્છાને પૂરી કરવા બહેચરદાસે વિ. સં. ૧૫૭ની સાલમાં પાલનપુરમાં મુનિશ્રી રવિભાગરજીના
કપર
તા. ૨૬-૭૫