SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાકનાં ચારની ને પણ અ પણ ધર્મશાસ્ત્રોમાં સચવાયેલી છે. આચાર્ય પ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની જીવનસાધના અને એમાં એમણે મેળવેલી સિદ્ધિ આવા પ્રેરક ઉદાહરમાં એક વિશેષ નેંધપાત્ર અને આહ્લાદક ઉમેરે કરે છે; અને “ગાય વાળે તે ગેઈiાળ”ની જેમ “ધર્મ કરી જાણે તે ધમી” એ ધર્મની પાયાની વાતનું ઉદ્દબોધન કરે છે. કયાં અલ ણ ગણાતી અને મહેનત-મજૂરી કરીને જીવવા ટેવાયેલી ણબી કેમ અને કયાં એ કમમાંથી પટેલ સાહિત્યસિદ્ધ અને ગસિદ્ધ આત્મસ્વરૂપથી જળહળતા આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરિજી! આ જોઈને પળવાર તે લબડે કેરી પાકયા જેવી કે કચરામાંથી હીરો મળી આવ્યા જેવી નવાઈ જ લાગે ! પણ જેઓ આત્મામાં રહેલી અનંત અને અદ્ભુત શક્તિની ભગવાન તીર્થંકર કહેલી વાતને મર્મ જાણતા હોય છે, તેઓને આમાં નવીનવાઈ જેવું ભાગ્યે જ લાગે છે. જે ધર્મપુરુષા કરે છે એનું ફળ અવશ્ય મેળવે, એવી સ્વાભાવિક અને સાદી સમજની આ વાત છે. - આચાર્યશ્રીનું વતન ઉત્તર ગુજરાતમાં વીજાપુર ગામ. પિતાનું નામ પટેલ શિવદાસ; માતાનું નામ અંબાબાર, વિ. સં. ૧૯૩૦ને શિવરાત્રીના મહાપર્વના દિવસે એમને જન્મ નામ બહેચર. એ નામની પણ એક નાનકડી રોમાંચક વાત છે. બાળક દોઢેક વર્ષનું થયું હશે. ઘરનાં બધાં ખેતરે કામ કરતાં હતાં. જેઠને મહિને હતે. ગરમી કહે મારું કામ. બાળકને પિલુડીની છાયામાં, ડાળ ઉપર બાંધેલ ખેયામાં, સુવાડયું હતું, અચાનક માતાની નજર એ તરફ ગઈ. જોયું તે એક ફણીધર નાગ ત્યાં ઝૂલી રહ્યો હતે. જરાક નીચે ખેયામાં ઊતરે અને ડંખ મારે એટલી જ વાર; પળવારમાં બાળક ભગવાનના ઘરનું મહેમાન બની જાય! બધાંના જીવ તાળવે ચોટી ગયા. બાળકને બચાવવા સૌ ઇષ્ટદેવને સંભારી રહ્યાં. માતાએ બહુચરમાની માનતા માની. બાળક કાળના ઝપાટાwાંથી ઊગરી ગયું. બહુચરમાની કૃપાને સદા યાદ રાખવા બાળકનું નામ પાડ્યું બહેચર ! બહેચર જીવ કેઈ અને હતે. કાયા તે એની કણબી-ખેડૂતના દીકરા જેવી ખડતલ અને પડછંદ ડતી–મહેનત કરતાં કયારેય થાકે નહી એવી. સહુનાં કામમાં એનું કામ પણ સવાયું દીપી નીકળે એવું. પણ એનું મન કેઈ અજબ સરકારના એરણ ઉપર ઘડાયું હતું. એના મનમાં કંઈ કઈ કલ્પનાઓ ઊઠતી–જીવનને જીવી જાણવાની, જ્ઞાનને હાંસલ કરવાની અને આત્માને ઉજાળવાને ઉદ્યમ કરીને માનવદેહને દીપાવી જાણવાની. એને થતું, આ માટે શું કરું અને શું ન કરે! એનું અંતર મનના ભાવને સફળ કરવા માગે શોધ્યા જ કરતું હતું. ઉંમર તો હજી ઊગતી જ હતી પણ, આચાર્યશ્રીના જીવનની વિગતે કહે છે કે, બહેચરને જીવ જાણે કે સંસ્કાર લઈને આ ધરતી ઉપર આવ્યો હતે એક સંસ્કાર હતે જ્ઞાનની ઉપાસના કરવાને બીજે હતે આત્માની સાધના કરવાને સારું સારું ભણવું, વાંચવું અને વિચારવું અને સતેની સંગતિ અને સેવા કરવી એ એનું રેજનું વ્યસન બની ગયું હતું. જૈનમુનિ રવિસાગરજી મહારાજના સંપકે એની આ ભાવનાને વિકસાવવામાં ખાતર, હવા અને પાણીનું કામ કર્યું. વિદ્યાની ઉપાસનાની ઝંખના પૂરી થઈ શકે એટલું નિશાળનું ભણતર તે કણબીને આ દીકરે ન કરી શક્ય; પણ જ્ઞાનસાધનાની અંતરની ઊર્મિએ કંઈક ને કંઈક પણ માર્ગ શોધતી જ રહેતી હતી અને દિલની સચ્ચાઈથી શેધ અને પ્રયત્ન કરનારને માર્ગ પણ મળી જ રહે છે. એમાં વળી બહેચનું ચિત્ત જન્મથી જ ઉદારતાના દિવ્ય રસાયણથી રસેલું હતું એટલે વિદ્યા મેળવવા માટે એને ઈપણ વ્યક્તિ પાસે જતાં લેશ પણ સંકેચ થતું ન હતું. બનવાકાળ તે એને જન લા, ૨૮-૬-૭૫ ૪૧
SR No.537872
Book TitleJain 1975 Book 72
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1975
Total Pages392
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy