SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાનું પરિબળ લેખકઃ “સુશીલ” સંપાદકઃ પોપટલાલ સાકરચંદ એક ગામ માં બે ભાઈઓ રહેતા હતા. ખાધે પીધે સુખી હતા, સંપથી સાથે વસતા. આ ગામમાં એક દિવસે એક મુનિ મહારાજ આવી ચડ્યા. ગામમાં બીજુ કંઈ સારૂં સ્થાન ન મળવાથી, પેલા ભાઈઓના ઘર પાસે જે થોડી ખાલી જગા પડી હતી ત્યાં મહારાજ બેઠા. મેટભાઈ બહાર ગયો હતો, નાનો ભાઈ ઘરમાં હતા. તેણે સામે જઈને મુનિરાજને વંદન કર્યું, સારૂ સ્વાગત કર્યું. એટલામાં મોટોભાઈ આવ્યું. મુનિરાજને જોતાં જ એ ક્રોધે ભરાયો. આખા ગામમાં બીજે ક્યાંય જગા ન પળી તે અહીં અડંગ જમાવ્યો ? આ વિચાર કરતાં તે ઘરમાં ગયો. “કણે આ સાધુને અહી બેસવા દીધાં? મેટોભાઈ ઘરમાં દાખલ થતાં જ તાડૂક્યો. એમને બેસાર્યા છે, તપસ્વી પુરુષ છે, આપણું શું લઈ જવાના હતા? ખાલી જગ્યા પડી છે ત્યાં બે ઘડી આરામ લેશે અને પછી પોતાના માર્ગે ચાલ્યા જશે. સદ્ભાગ્ય સમજોને કે આવા સંત આપણે આંગણે પધાર્યા” નાનોભાઈ બધે. જે-જે ! ધર્મની પૂંછડી થઈ ગયું છે તે! કાઢી મૂક ઘરની બહાર ! નહિતર મારો ક્રોધ તે તું જાણે છે ને? પરિણામ સારૂં નહીં આવે !” મોટાભાઈએ યુદ્ધને શંખનાદ ફેંક. મુનિરાજે કહાર બેઠાં બેઠાં એ વિવાદ સાંભળે. પોતાના નિમિત્તો કેઈને મનદુઃખ થાય એ અસહ્ય લાગ્યું. તેઓ તરત જ ત્યાંથી ચાલી નીકળ્યા. ભાઈઓનો વિવાદ વધી પડ્યો. રજમાંથી ગજ થઈ ગયું. કેણ જાણે કેમ આ પહેલીવાર બને ભાઈઓ વચ્ચે ખુબ વાર યુદ્ધ મચ્યું. બેલાચાલીમાંથી બને ભાઈઓ મારામારી ઉપર આવી ગયા. ઘરમાં એવું કઈ મેટું માણસ હતું કે એમને વારે–સમજાવીને શાંત કરે. મારામારીનું પરિણામ એ આવ્યું કે બંને એક બીજાના મારથી તત્કાળ મૃત્યુ પામ્યા. બન્ને ભાઈ મરીને પશુને અવતાર પામ્યા. એક ભુંડ થય તે બીજે સાવજ થયે. જોગાનુંજેમ બને એક જ જંગલમાં નિવાસ કરતા હતાં. ફરી એકવાર પેલા તપસ્વી શાંતમૂર્તિ મુનિરાજ એ જ જગલમાં થઈને જતા હતા. સાયંકાળ થઈ જવાથી અર થમાં રાતવાસે રહ્યા. સાવજે મુનિ રાજને ધ્યાનાવસ્થામાં જોયા અને એનું પૂર્વભવનુ વૈર એકાએક જાગૃત થયું. ભુંડ પણ પોતાના જાતિસ્મરણ જ્ઞાનના પ્રભાવે એ જ વખતે ત્યાં આવી ચડ્યું. સાવજ અને ભુંડ વચ્ચે તુમુલ દ્રુદ્ધ યુદ્ધ થયું. બન્ને બૂરી રીતે ઘવાયા. બન્ને મૃત્યુના મુખમાં હોમાયા. ભુંડને જીવ મરીને સ્વર્ગે ગયે- સાવજને જીવ નરકે ગયે. એ મુંડને જીવ, વરતુતઃ ન્હાનાભાઈને જીવ હતો. તે મુનિરાજ ની ખાતર પિતાના મોટાભાઈની સાથે લડ્યો હતો. છત તે મરીને ભુંડ કેમ થયા? બીજીવાર એટલે કે ભુંડના ભવમાં તે મુનિરાજને બચાવવા લડ્યો હતો, તે સ્વર્ગો કેમ ગયા ? બને વખતે એક જ પ્રકારની ક્રિયા હતી, પરિણામ આટલું વિલક્ષણ કેમ? પહેલીવાર એના અધ્યવસાય જુદા પ્રકારના હતા. મુનિરાજની ખાતર એ ને લડ્યો. મુનિરાજનું આગમન તે આકસ્મિક હતું. તે પિતાનો હકક થાપવા મોટાભાઈની સાથે ઝઝ હતો એ વખતે એની ભાવના પિતાને હક્ક સ્થાપવાની હતી. મોટોભાઈ ભલે ઘરનો માલિક હોય, પણ પિતે અર્ધભાગને ભાગીદાર છે એ પયુંષણીક] : જેન: [ ૪૮૩
SR No.537870
Book TitleJain 1973 Book 70 Paryushan Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, Paryushan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy