SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પેટીકા પર પડી. તુરત ઉત્કંઠાથી એ પરંપરાગત પેટીકા ઉઘાડી. એમાં એક સુંદર ચિત્ર હતું. એ યેગી પુરુષ એક વૃક્ષ નીચે કાષ્ટઆસન પર બેઠા છે. રમણીય વન પ્રદેશમાં એ યોગીશ્વર ની આસપાસ સિંહ, વાઘ, હરણ, પશુ-પક્ષી બધા શાંતભાવે આનંદમાં ઝલતા ગીરાજની ભવ્ય શાંત રસપ્રધાન મુદ્રાને નિહાળી રહ્યા છે....” અહો સુંદર ચિત્ર! ભવ્ય કલા! ચિત્ર નીચે લખેલ પંક્તિ પર દૃષ્ટિ પડતાં રાજા ચમક્યો એમાં આ મંત્ર હતે- “ક્ષમા વીરસ્થ, મૂષણમ્” થમ તે એને આ મંત્રનો અર્થ ના સમજાય. પણ વૃદ્ધ મંત્રી અમ્પાજીએ તેનો અર્થ કહ્યો ત્યાં તેણે તુરત નિર્ણય બદલ્યો. સુલતાનને માન સહિત પોતાના રાજમહેલે બોલાવી તેના કાર્યની ક્ષમા આપી. એટલું જ નહિ તેનું રાજ્ય તેને પાછું આપી તેનું અપૂર્વ બહુમાન કર્યું. સુલતાન પણ આ એક હિન્દુરાજાની ઉદારતા નિહાળી તેને મિત્ર બની ગયે. ઘણા સમયના વેરની સમાપ્તિ થઈ. મિત્ર તાનો ઉદય થયો. બસ! આ મહાપર્વને મંત્ર પણ આ જ છે. “ક્ષમા” આત્માની અંદર પડેલા કષાયના અગ્નિને બુઝાવ્યા વિના પરમ સમાધિ પ્રાપ્ત થતી નથી કે એક ક્ષણ આવે અને હજારો વર્ષના સંયમના ફલને ભસ્મીભૂત કરી દે. એક ક્ષણના વાવેગને ઠારવા વર્ષોનું જીવનબળ કેળવવું પડે. વર્ષોની તાલીમ જોઈએ, નિત્યની જાગૃતિ જોઈએ. ક્ષમાનું દાન એ જ અભયદાન છે, મહાદાન છે. આત્મામાં આ ક્ષમાની ઊર્મિ જાગે તે.... કષાય નું વિદ્યુતબળ શાંત થઈ જાય છે. જે મનુષ્ય જીવનની દરેક પળ ક્ષમા માટે ભાવિની એક શાંત પળ માટે વેઠી લે છે તે સાચી શાંતિ મેળવે છે. ક્ષમાને જીવતી સહજ નથી. આ મહાપર્વના દરેક અનુષ્ઠાનમાં તમો આ મંત્રને અગ્રેસર રાખશે તે દરેક સમયે તમે ધર્મના મર્મને પામશે. કોધની આગને સદાને માટે ઠાર .” “ક્ષમાની તલવારને સદાને માટે ધ રેજે....” આ છે આ મહાપર્વને મહાન સંદેશ, “ઉપદેશમાળા”ને મહામંત્ર. એની સાધના તમે પણ કરશે. क्षमा खङ्ग करे य य दुर्जने : कि करिष्यति । अतृणे पतितेो वह्नि स्वयमेवो शाम्यति ।। With Best Compliments from વા OPTICAL ELITE OPTIA INDUSTRIES Manufacturers & Exporters Of QUALITY SPECTACLE FRAMES SIR SATHYA SAI NAGAR 31, MOUNT ROAD, GUINDY: MADRAS-32 ૪૮૨ ] : જૈન : | | પયુષણાંક
SR No.537870
Book TitleJain 1973 Book 70 Paryushan Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, Paryushan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy