SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ બદતર જીવન જીવાનું લખાઈ ગયું હતું! અહિંસાના અવતાર ભગવાન મહાવીરે આ બધાં વને માટે પિતાના ધર્મતીર્થનાં દ્વાર ખુલ્લાં મૂકી દઈને એ બધાને પોતાના ધર્મસંધમાં આદરભર્યું સ્થાન આપ્યું. અને એમ કરીને ભગવાન સાચા અર્થમાં ધર્ણોદ્ધારક, માનવઉદ્ધારક અને જગદુદ્ધારક બની ગયા. ધર્મશાસ્ત્રોની રચના માટે પણ લોકભાષાને આદર, અને અહિંસા, સત્ય, સમભાવ, સંહિમણુતાની ભાવનાને જીવંત રાખવા માટે અનેકાંત પદ્ધતિની પ્રરૂપણ એ પણ ભગવાનની અહિંસાભાવના અને લોકકલયાણની દૃષ્ટિના વિજયરૂપ લેખી શકાય. આ ઉપરાંત ભગવાને પોતાના ધર્મ-સંઘની વ્યવસ્થામાં પણ નાના-મોટા અનેક ફેરફાર કર્યા હતા. આ ઉપરથી જોઈ શકાય છે કે ભગવાનની દૃષ્ટિ કેટલી વેધક હતી; અને સમય અને પરિસ્થિતિને અનુરૂપ ફેરફાર કરવામાં તેઓ સદા કેવા તત્પર રહેલા હતા. - ભગવાન મહાવીરના જીવનને પરિવર્તન-ક્ષમતાની દષ્ટિએ પણ સમજવા-વિચારવાની જરૂર છે. ધર્મની શુદ્ધિ અને સંઘની શક્તિ સમય અને સ્થિતિને અનુરૂપ ફેરફાર કર્યા વગર ટકી ન શકે એ પણ એમના જીવનને સાર છે. આવા જરૂરી પરિવર્તનને આવકારવામાં જ આત્મશક્તિની ચરિતાર્થતા અને ધર્મશાસનની સલામતી રહેલી છે, એ આપણે સમજી રાખીએ. નkilત જાનજી, છે * ૦ ૦. ૪૯ કેડ ? નિદાન મુજબ ઉપચારની જરૂર આપણી શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સના પ્રમુખ શ્રીયુત દીપચંદભાઈ એસ. ગાડીએ કેન્ફરન્સનું ૨૩મું અમૃતમહત્સવ અધિવેશન, ગત માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં, પાણીતાણામાં ભરાયું તે અગાઉ કોઈક વખતે મુંબઈથી પ્રગટ થતા “જન સંદેશ” પાક્ષિકના તંત્રીશ્રીને મુલાકાત આપી હતી. એમની આ મુલાકાત દરમ્યાન જે વાતચીત થયેલી તે “જિન સંદેશ”ના તા. ૧૫-૩-૭૩ના અંકમાં પ્રગટ થઈ છે. આ વાતચીત ઉપરથી એક વાત જાણીને જરૂર આનંદ થાય છે કે કેન્ફરન્સના અત્યારના પ્રમુખશ્રી, કોન્ફરન્સની વર્તમાન સ્થિતિ કેવી છે. એ બાબત સારી રીતે જાણે છે. સવાલ-જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું સુકાન સંભાત્યા પછી આપની પાસે જૈન સમાજના મોટા ભાગના મધ્યમવર્ગની આર્થિક ઉન્નતિ માટે કઈ એજના છે?” જવાબ-આ માટે કોઈ નક્કર અને વ્યવસ્થિત યોજના ઘડીને તૈયાર નથી રાખી, પરંતુ આ દિશામાં કંઈક ન કર અને સંગીન કાર્ય થઈ શકે તે માટે અનેકવિધ વિચારો જરૂર કર્યા છે. આ વિચારોમાંથી એવી કોઈ યોજના સાકાર થઈ પણ શકે. “એ વિચારે કહ્યું તે પહેલાં તમને કેન્ફરન્સની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરું. અત્યારે કોન્ફરન્સ “લોલાઈઝડ થઈ ગઈ છે એ એક દુઃખદ બાજુ છે. કોન્ફરન્સ માત્ર મુંબઈની છે એવી એક હવા છે. મુંબઈ પુરતી સીમિત બની ગયેલ કેન્ફરન્સને અખિલ ભારતીય કોન્ફરન્સ બનાવવાની પ્રથમ જરૂર છે. ભારતભરના વેતામ્બર જૈન સમાજ કોન્ફરન્સને પિતાની સંસ્થા માને ૧૮૨] : જૈનઃ [ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy