SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની સાડા બાર વર્ષની સાધનાને જ વિચાર કરીએ તે ત્યાં, હદય અને બુદ્ધિને સ્તબ્ધ બનાવી મૂકે અને રોમાંચ ખડા કરી દે એવા એક એકથી વધુ ને વધુ કષ્ટદાયક પરીષઠો ની જાણ હારમાળા જોવા મળે છે. અને ભગવાન તે, સાવ અદીનભાવે અને હિમાલયની જેમ લેશ પણ ચિલિત થયા વગર, એ અપાર, અસહ્ય કષ્ટોને સહન કરે છે, એટલું જ નહીં, આવા એક એક કષ્ટને આત્મસિદ્ધિનું પાન બનાવીને પિતાના આત્માને વધુ ને વધુ તેજસ્વી અને વિમળ બનાવતા જાય છે. માનવ, પશુ-પંખી અને કુદરતે સરજેલી આ અપર પાર વેદનાઓના ઝંઝાવાતની સામે પણ ટકી રહેવાની ન કલ્પી શકાય એટલી ધીરજ, શક્તિ અને હિંમત પ્રભુમાં કયાંથી પ્રગટી એવો સવાલ થવો સ્વાભાવિક છે. આ સવાલના ઉત્તરની જિજ્ઞાસા આપણને ભગવાનની અનેક પૂર્વાભની જાગ્રત સાધનાનાં દર્શન કરવા પ્રેરે છે. અર્થાત્ ભગવાને મેળવેલી અપૂર્વ સિદ્ધિ આ જન્મની તેમ જ જન્માંતરની અખંડ અને અપ્રમત્ત સાધનાનું જ ૧.૨ ગામ છે, એમ જોઈ શકાય છે. - ભગવાનની આવી સિદ્ધિનાં બે મુખ્ય સાધને તે સમતા અને અહિંસા. આ બેમાંય સમતા સાધ્ય હતી અને અહિંસા સાધન. પણ આવા ભવ્ય અને દિવ્ય સાધનના બળે સાધના કરતાં કરતાં છેવટે એક ભૂમિકા એવી આવી પહોંચી કે જ્યારે સમતા અને અહિંસા એકરૂપ બની ગઈ અને ભગવાનનું જીવન “મારે બધા છે સાથે મીભાવ છે, અને વૈરભાવ ૩ની સાથે નથી” એ ધર્મવાણીના શ્રેષ્ઠ આદર્શરૂપ બની ગયું. “જયાં અહિંસાની પ્રતિષ્ઠા થાય છે ત્યાં, એના સાંનિધ્યમાં, આજન્મ વૈરભાવ ધરાવતા જીવ પણ પિતાની વૈરવિરોધની લાગણીને તજી દે છે” એ સૂત્રમાં વર્ણવવામાં આવેલ અહિંસાના વિશિષ્ટ પ્રભાવનાં દર્શન ભગવાનના જીવન અને સમવસરણમાં થાય છે તે આ કારણે જ. ભગવાને તે સમયની ધર્મ, સંઘ અને સમાજની વ્યવસ્થામાં કેટલાક તે ક્રાંતિકારી કહી શકાય એવા ફેરફારો કર્યા તે એની પાછળનું બળ પણ આ અહિંસામાં જ ૨ ૩ છે. સમતા અને અહિંસાને પોતાના જીવન સાથે–આત્મા સાથે–એકરૂપ બનાવીને ભગવાન સમતા અને અહિંસાના અવતાર અને કરુણ-મહાકરુણાના સાગર બની ગયા. અને જેમના રમ-રોમમાં સમતા, અહિંસા અને કરુણાની સર્વમંગલકારી ભાવના વહેતી હોય તેઓ સમાજના અગ-પ્રત્યંગમાંથી શોધી શોધીને હિંસા કે એના સાધનરૂપ અન્યાય, અધમ કે અત્યાચારને દૂર કરવા સહજ રીતે પ્રેરાય એમાં શી નવાઈ? આમાંથી તે કાળે ધાર્મિક અને સામાજિક ક્રાંતિને પ્રાદુર્ભાવ થયો હતો. ભગવાને જોયું કે કેવળ ખાનપાનના સ્વાદથી પેટ ભરવાની વૃત્તિથી તેમ જ શિકારના, વ્યસનથી પ્રેરાઈને જ નહીં પણ ધર્મબુદ્ધિથી દોરવાઈને પણ તે સમયને માનવસમાજ અબોલ અને નિર્દોષ પશુઓની જરાય સંકેચ વગર, હિંસા કરવા ટેવાયે હતું અને એમાં પિતે કંઈ અજુગતું કે અધર્યું કાર્ય કરે છે એમ એને ભાગ્યે જ લાગતું હતું. ભગવાને આની સામે પોતાની ધર્મવાણીને બુલંદ કરી અને યજ્ઞમાં (તેમ જ બીજી રીતે પણ) કરવામાં આવતી હિંસાનો વિરોધ કર્યો. - on એ જ રીતે દીન-દલિત-પતિત-અસ્પૃશ્ય મનાતા વિશાળ માનવસમૂહે અને મોટા ભાગના નારીવર્ગનું સમાજમાં કેઈ સ્થાન ન હતું; ધર્મપાલન અને શાસ્ત્રાભ્યાસના એના અધિકારને ઈનકાર કરવામાં આવ્યો હતો. પરિણામે આવડા વિશાળ જનસમૂહના ભાગ્યમાં ઠેર–પશુ કરતાં પણ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જેનઃ [ ૧૮૧
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy