SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અને ચિત્તની પ્રસન્નતા જળવવા અને જાળવવાનું મુખ્ય ઉપાય બીજાઓ શું વિચારે છે, કહે છે કે કરે છે એના કાજી બનવાના વધારે પડતા ઉત્સાહમાં પોતાનાં મન-વચન-કાયાની એકરૂપતા ન જોખમાય અને ગમે તે સંજોગોમાં પોતાના હૃદયની સંવેદનશીલતા, કૂણાશ અને સરળતા સચવાઈ રહે એની પૂરી જાગૃતિ રાખવી એ છે. મતલબ કે બીજાના મન-વાણી-કમને સાચવવાનું આપણું હાથમાં નથી પણ આપણે વિચાર-વાણી-વર્તનને સરખાં રાખવાં એ આપણા હાથની વાત છે, એ હમેશાં ધ્યાનમાં રાખવું ઘટે, અર્થાત તપ, ત્યાગ, સંયમ વગેરે માગેનું અનુસરણ કરતાં કરતાં અંતરમાં દેધ, કદાચહ, કઠોરતા, ધૃણા, નીરસતા, રુક્ષતા, અસહિષ્ણુતા વગેરે ખામીઓને આશ્રય મળવા લાગે તે સમજવું કે આપણે પૂજનના મૂળ ભાવને વીસરી ગયા છીએ; પરિણામે પ્રભુ પૂજનના સારરૂપ પ્રસન્નતાના અમૃતના લાભથી વંચિત રહી જવા પામીએ છીએ. ચિત્તની પ્રસન્નતાના આ અમૃતરસને ઢોળી નાખવાનું દુશ્મનકૃત્ય કરે છે એકાંતદષ્ટિ, અંતરની સંકુચિતતા, બીજાના જુદા વિચારને સમજવાન્યાય આપવાની ઉદારવૃત્તિના અભાવરૂપ વિચારબધિરતા અથવા વિચારદારિદ્ર, ખેલદિલીની ઊણપ અને “સારું તે મારુની માન્યતાને બદલે મનમાં કરી બેઠેલી “મારું તે જ સારુ” એવી એકાંગી હઠાગ્રહવૃત્તિ. આ દોષને પરિણામે એક બીજી ચિત્ત વધુ ને વધુ સાંકડુ અને અસહિષણુ બનતું જાય છે અને બીજી બાજુ ધર્મના સારરૂપ સત્યના એક એક અંશને ગમે ત્યાંથી શોધીને એને સ્વીકાર કરવાની સત્યશોધક તેમ જ ગુણગ્રાહક દષ્ટિ વધુ ને વધુ અવરાતી જાય છે. જયાં સત્યરૂપ ભગવાનની આવી ઉપેક્ષા થતી હોય, ત્યાં પ્રભુપુજન સફળ કેવી રીતે થાય? અને એ પૂજનના ફળરૂપે ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ કેવી રીતે થાય ભલા ? આવું બનવા ન પામે એટલા માટે તો જૈન દર્શને અનેકાંત પદ્ધતિ અને નયસપ્તભાગીની દષ્ટિના અદ્દભુત રસાયણની શોધ કરી છે. પણ રોજના હયવહારમાં એનો ઉપયોગ કરતાં શીખવાન, અતિ વિરલ અપવાદોને બાદ કરતાં, હજી પણ બાકી હોય એવી કરુણ સ્થિતિ પ્રવર્ત છે. કઈક એમ લાગે છે કે, આવી સત્યના નાના-મોટા અને તેમ જ જયાં જોવા મળે ત્યાંથી ગુણાને શોધવા–સ્વીકારવાની દિવ્ય દૃષ્ટિ તેમ જ બીજાના વિચારને સમભાવપૂર્વક સમજવા-મૂલવવાની સહિષ્ણુતા કેળવવાનું કામ ભલભલા સાધકો અને મોટા મોટા તપસ્વીઓ માટે જ અતિ મુશ્કેલ છે, પણ આ મુશ્કેલ છે, તેથી જ એ કરવા જેવું છે અને એ કરવામાં જ સાધકના પુરુષાર્થ અને પરાક્રમની સાર્થકતા છે. ટકમાં, ગુણસંપત્તિની પ્રાપ્તિ એ જ ચિત્તની સાચી પ્રસન્નતા છે. અને આવી પ્રસનતાની લબ્ધિ એ જ સાચી પ્રભુપૂજા છે. મતલબ કે ચિત્તની પ્રસન્નતાની થોડીક પણ ઉપેક્ષા એ પ્રભુની સાચી પૂજાની ઉપેક્ષા પ્રભુની બની રહે છે–પછી બહારની આળપંપાળ ભલેને ગમે તેટલી કરીએ ! છેવટે પૂજા અને ચિત્તની પ્રસન્નતા એકરૂપ બની જાય એ જ સાધકની સાધનાની સિદ્ધિ છે. ગીશ્વર સંત આનંદઘનજીના ક્વનનું આ જ હાદ છે.
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy