________________
પ્રસન્નતા કેળવીએ અને સાચવીએ
I
I
" (in Eા ll
દે વ ચં દ. ૦ વર્ષ : ૭૦, અંક: ૧૪-૧૫ સ્વ તંત્રીઃ શેઠ દેવચંદ દામજી કુંડલ કર
ગુલાબચંદ
શેઠ તંત્રી :
ગીરાજ શ્રી આનંદઘનજી મહારાજે ભગવાન ઋષભદેવના સ્તવનમાં 'ભગવાનનો મહિમા વર્ણવતાં વર્ણવતાં અને ભગવાન અને ભક્ત વચ્ચેના
ભક્તિ-ભાવભર્યા નિર્મળ સંબંધને ખ્યાલ આપતાં આપતાં, આત્મસાધકને પિતાની સાધનામાં હમેશને માટે ઉપકારક અને પ્રેરક બની શકે એવું એક વાક્ય કહ્યું છેઃ “ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યો રે, પુજા અખંડિત એહ.”
આ વાકય છે તે નાનું સરખું, પણ એને ભાવ બહુ વિશાળ છે. પૂજન અર્થ “પ્રભુને પામવાને, પ્રભુને મળવાનો અર્થાત્ પ્રભુમય કે પ્રભુ સાથે એકરૂપ થવાના ઉપાય” એવો વ્યાપક કરીએ તો, એમાં પિતાના આત્માને બાહ્ય ભાવોથી મુક્ત કરીને આવ્યંતર ભાવ તરફ દોરી જવાના એટલે કે પિતાના આત્મામાં ૫ નામે.વ પ્રગટ કરવાના બધા માર્ગો કે ઉપાયોનો સમાવેશ થઈ જાય. - અને, જૈન દર્શને જ્યારે “આત્મા એ જ પરમાત્મા”નું અભિનવ સત્યનું જગતને દર્શન કરાવ્યું ત્યારે તો સાધનાની દિશા જ પરલક્ષીના બદલે સ્વલક્ષી બની ગઈ. અને તેથી આત્મશુદ્ધિ, આત્મસાક્ષાત્કાર કે પોતાના આમામાં પરમાત્મભાવને પ્રગટ કરવાની પ્રક્રિયા એ બધા એકાર્ણવાચી એટલે કે એક બીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા. અને યોગસાધના, આત્મસાધના, અધ્યાત્મસાધના કે ધર્મસાધના એના ઉપાયો બની ગયા. આ રાબ્દો ભલે જુદા હોય, પણ એ બધાને ભાવ મુખ્યત્વે એક જ છે કે ચિત્તના નિર્મળીકરણ દ્વારા આત્માની નિમળતા પ્રાપ્ત કરવી. આ ભૂમિકાએ ળિતા અને પ્રસન્નતા અભિન્ન બની જાય છે.
ચિત્તની અને આત્માની નિર્મળતાને પામવાના જે અનેક માગે છે એમાં મુખ્ય આ છે ? તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય, તિતિક્ષા. આ માર્ગે દ્વારા કષાયો ઉપર કાબૂ મેળવીને અહિંસા વગેરે પાંચ વ્રતોને જીવન સાથે વણી લેવાનાં છે. અને એ રીતે જીવનને સમભાવપૂર્ણ બનાવીને આત્માને સર્વ દોષથી મુક્ત બનાવવો છે. પૂર્ણ સમભાવની પ્રાપ્તિ કહો, પૂર્ણ આત્મસાક્ષાત્કાર કહો, પરમાત્મભાવની લબ્ધિ કહો કે મોક્ષ કહો, એ બધાંનો - ભાવ એક જ છે. જરાક વ્યાપક રીતે વિચારી શકીએ તે સચિદાનંદમય સ્થિતિ કે સત્ય-શિવ-સુંદરની ભાવના પણ આ જ છે. આ બધા જુદા જુદા શબ્દોની ભીતરમાં ભાવાત્મક એકરૂપતાની વિમળ સરિતા વહેતી હેય છે. આ સરિતાના અમૃતનું પાન કરવું એ જ સાધનાને હેતુ છે; સાધનાની સિદ્ધિ કે ચિત્તની પ્રસન્નતાની પૂર્ણતા પણ એ જ સમજવી.
પણ, જેમ સાચો વેપારી ગમે તે વસ્તુને વેપાર કરવા છતાં, માત્ર વેપાર કરવાથી રાજી થતો નથી પણ પોતાને નફે કેટલો થયો એના આધારે પોતાની સફળતાને મૂલવે છે તેમ, આત્મસાધના માટે તપ, ત્યાગ, સયમ, વૈરાગ્ય, તિતિક્ષા, કષાયવિજય કે મહાવતપાલનના ગમે તે માર્ગનું અનુસરણ કરવામાં આવે, પણ એ બધા માર્ગો પ્રભુ પુજનના, પ્રભુને પામવાના માર્ગો હોવાથી સાચા સાધકે એની સફળતાનું માપ પણ ચિત્તની પ્રસનતાના આધારે જ કાઢવું જોઈએ..
શનિવાર
૧૯૭૩, વીર સં. : ૨૪૯૯, વિ.સં. ૨૦૨૯ ચૈત્ર સુદ ૧૨
વાર્ષિક લવાજમ રૂા. ૧૩- ૦ ૦ તારીખ ૧૪ એપ્રીલ,
In or Liા /li in II Pir Urs In
In
|