________________
આ રીતે પણ ભગવાન મહાવીરને પિછાનીએ
– મ ણ કે – ભગવાન મહાવીર ફરમાવે છે કે* જે લોકન (જીવસમૂહને) ઈનકાર કરે છે તે પિતાના આત્માને ઈનકાર કરે છે,
અને જે પોતાના આત્માને ઈનકાર કરે છે તે લોકન (જીવસમૂહનો) ઈનકાર કરે છે. સતત અપ્રમત્ત-જાગૃત રહેનાર જિતેન્દ્રિય વીર પુરુષોએ મનના બધા સંઘર્ષોને પરાજય કરીને સત્યને સાક્ષાત્કાર કર્યો છે. જે પ્રમત્ત છે, વિષયોમાં ડૂબેલો છે, તે નક્કી છને પીડા આપનારો બને છે. જીવનના અનંત પ્રવાહમાં, માનવજીવનને વચ્ચે મળી ગયેલ એક સુઅવસર લેખીને, ધીર સાધક એક મૃદુર્ત જેટલા વખત માટે પણ પ્રમાદ ન સેવે. હે માનવી! તું એકમાત્ર સત્યને જ સારી રીતે સમજી લે. જે મેઘાવી સાધક સત્યની આજ્ઞા માટે તત્પર રહે છે, તે મૃત્યુના પ્રવાહને તરી જાય છે. અમે એમ કહીએ છીએ, એમ બોલીએ છીએ, એવી પ્રરૂપણું કરીએ છીએ, એવી જાહેરાત કરીએ છીએ કે—કોઈ૫ણું પ્રાણી, કોઈપણ ભૂત, કોઈપણ જીવ અને કોઈપણ સર્વને માર નહી જોઈએ, એમના ઉપર અનુચિત અધિકાર ન વાપરો જોઈએ, એમને ગુલામોની જેમ પરાધીન ન બનાવવા જોઈએ, એમને સંતાપ ન આપવો જોઈએ અને એમને કોઈ જાતને ઉપદ્રવ ન કરવો જોઈએ. આ અહિંસાધર્મમાં કઈ જાતને દોષ નથી, એ ધ્યાનમાં રાખવું.
–શ્રી આચારાંગસૂત્ર ( ક્વિત્રિવેણી), અત્યારે જૈન દર્શનનું તત્વનિરૂપણ, જૈનધર્મની આચારસંહિતા અને જૈન સંઘની વ્યવસ્થાના નિયમોની બાબતમાં જે સ્થિતિ પ્રવર્તે છે, એના મૂળમાં ભગવાન મહાવીરની સાધના અને સિદ્ધિ રહેલી છે. અલબત્ત, ભગવાન મહાવીરે તીર્થની સ્થાપના કરીને ધર્મની પ્રરૂપણ કરી તે વખતે તેઓએ એ વાતનું, અસંદિગ્ધ ભાષામાં, સૂચન કર્યું જ હતું કે હું જે કંઈ કર્યું અને પ્રરૂપું છું, તે પૂર્વ પુરુએ-પૂર્વ તીર્થકરોએ કહેલી વાતનું જ પુનરુચ્ચારણ કરું છું. અને છતાં ભગવાન મહાવીરની પહેલાં જે ધર્મવ્યવસ્થા અને સંઘવ્યવસ્થા હતી એની અને ભગવાન મહાવીરે તીર્થસ્થાપના કર્યા પછીની ધર્મવ્યવસ્થા અને સંઘવ્યવસ્થાની વચ્ચે, કેટલીય બાબતેમાં, મૌલિક કહી શકાય એવું અંતર હતું. અને આ મૌલિક ફેરફારના સર્જક હતા શ્રમણ ભગવાન મહાવીરસ્વામી.
આત્મદષ્ટા અને વિશ્વદષ્ટા ધર્મપુરુષ, સામાન્ય માનવીની જેમ કેવળ કરવાની ખાતર જ કેઈ ફેરફાર કરતા નથી પણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અસરને કારણે આસપાસની પરિસ્થિતિમાં તેમ જ માનવસમાજના માનસિક વલણમાં જે સારા-નરસો ફેરફાર થયો હોય, તેને ધ્યાનમાં લઈને, સમય અને સ્થિતિની જરૂરિયાત મુજબ, ધર્મ-સંઘવ્યવસ્થાના નિયમે, ઉત્સ-અપવાદે તથા વિધિનિષેધમાં ફેરફાર કરે છે, ક્યારેક તે આ ફેરફાર, પ્રચલિત સમાજવ્યવસ્થા સાથેની સરખામણીમાં, ધરમૂળને કહી શકાય એ માટે અને મર્મસ્પર્શ હોય છે. અને આ ફેરફાર પાછળની એમની એકમાત્ર નિર્ભેળ દષ્ટિ લેકકલ્યાણ અને વિશ્વકલ્યાણની જ હોય છે. લેક
ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક)
: જૈનઃ
[ ૧૭૯