________________
એના અભ્યાસ અંગે વ્યવહારુ ઉપાય સૂચવતાં કહ્યું કે સ્થાનકમાગી સઘની જેમ એક સાધ્વી વિદ્યાપીઠ આપણે ત્યાં શરૂ કરવાના વિચાર આમ તે ગમી જાય એવા છે. પણ જુદા જુદા સમુદાયનાં સાધ્વીજીએ ત્યાં ભણવા આવે એ શકયતા અત્યારે નથી લગતી; તેથી સાધ્વી વિદ્યાપીઠને વિચાર અત્યારે વ્યવહારુ અને એમ નથી લાગતુ. એના બદલે એક જ સમુદાયનાં અભ્યાસ કરી શકે એવાં ચાર-છ-દસ સાધ્વીજીએ, અનુશાસન કરીને બધાંને વાત્સલ્યથી સ ંભાળી શકે એવા એક કે બે વડાં સાધ્વીજીઓની નિશ્રામાં, એક સ્થાનમાં રહીને, એછાંમાં એછાં ત્રણ વર્ષ માટે વ્યવસ્થિત અભ્યાસ કરવાનું નક્કી કરે તેા અમદાવાદ, વડાદરા, મુંબઈ, પૂના કે વિદ્યાને અનુકૂળ એવા કોઈ સ્થાનમાં જૈન સંઘ જરૂર જરૂરી સગવડ કરી આપે. જો આ માટે કઈ વ્યવહારુ અને નક્કર યેાજના તૈયાર કરવામાં આવે તેા શેઠશ્રી કસ્તૂરભાઈ એને જરૂર આવકારે. અને આપણા સંધના ત્રીજા આગેવાના પણ આમાં જરૂર પૂરા સહકાર આપે. આમાં મુખ્ય વાત અમુક (દાખલા તરીકે વિજયસમુદ્રસૂરિજી મહારાજનાં ) સાધ્વીએ આવા અભ્યાસ માટે તૈયાર થાય છે. જો આમ થાય તે અભ્યાસક્રમ, અભ્યાસસ્થાન, યાગ્ય અધ્યાપક અને બીજી જરૂરી સગવડ અંગે યેાજના તૈયાર કરતાં અને એને અમલમાં મૂકતાં વિશેષ મુશ્કેલી નહીં પડે. અને એક સમુદાયનાં સાધ્વીજીએ આ રીતે અભ્યાસ કરવા તૈયાર થાય તે સમય જતાં બીજા સમુદાયનાં સાધ્વીજીએ પણ વિશેષ અને વ્યવસ્થિત અભ્યાસ કરવા પ્રેરાય એવા સભવ છે. આચાર્ય મહારાજે આ વાત ઉપર વિચાર કરવાનુ` સૌને સૂચન કર્યું. અને સાધ્વીજી શ્રી કપૂરશ્રીજી મુહારાજના સમગલ ઉચ્ચારણુ બાદ બીજા દિવસનું કામ પૂરું થયું. ત્રીજો - છેલ્લા દિવસ : ફાગણુ વિદ્ ૨
આજે આ સાધ્વી—સમ્મેલનના ત્રીજો અને છેલ્લા દિવસ હતા. પેાતાના સાધ્વીસમુદાયની શક્તિ અને બુદ્ધિ જોઈ ને આચાર્ય મહારાજ એક પ્રકારના સતેાષ અને હું અનુભવતા હતા. સાધ્વીજી મહારાજે પણ પાતાના ગુરુદેવને પ્રસન્ન જોઇને આજે વિશેષ ઉત્સાહમાં હતાં. ખપેારના ૩ વાગતાં સાધ્વીજી શ્રી કપૂરશ્રીજીના મંગલાચરણુથી કાર્યક્રમની શરૂઆત થઈ. આજે શ્રી રતિલાલ દેસાઈ ઉપરાંત જાણીતા વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા પણ હાજર રહ્યા હતા. આજે સાધ્વીશ્રી ભાનુપ્રભાશ્નોજી, સા॰ ચંદ્રયશાશ્રીજી, સા॰ વિનેાદશ્રીજી, સા॰ નયનપ્રજ્ઞાશ્રીજી, સા॰ ઉદયયશશ્રીજી, સા॰ કીર્તિપ્રભાશ્રીજી, સા॰ હિતનાશ્રીજી, સા॰ મૃદુતાશ્રીજી, સા॰ કમલપ્રભાશ્રીજી, સા॰ અભયશ્રીજી આદિએ પેાતાનાં વક્તવ્યેા રજૂ કર્યાં હતાં.
શ્રી અગરચંદજી નાહટાએ પ્રાસંગિક વિચારા વ્યક્ત કરતાં કહ્યું કે સ્ત્રીસમાજ પાછળ રહે એ આ યુગમાં ચાલી શકે એમ નથી. અને સ્ત્રીસમાજના વિકાસ માટે આપણાં સાધ્વીજીએ આગળ વધે અને પેાતાનો વિકાસ સાથે એ જરૂરી છે. અને સાધ્વીસમુદાય વિદ્વાન અને તેજસ્વી થાય તે તેથી આખા સમાજને લાભ થવાનો છે. સાધ્વીએ કેવી કુશળતા મેળવી શકે છે એ માટે ખડું પ્રાચીન જમાનાની બ્રાહ્મી અને સુંદરીની વાત જાણીતી છે.
આ પછી શ્રી રતિલાલ દેસાઈ અને સાધ્વીજી મહારાજે વચ્ચે અભ્યાસ અંગેની કેટલીક ચર્ચા અને વાતચીત થઈ.
અંતમાં આચાર્ય મહારાજે આ ત્રણ દિવસમાં સાધ્વીજીએએ જે ઉત્સાહ દર્શાવ્યે તે માટે પેાતાની ખુશાલી વ્યક્ત કરીને સહુને ધન્યવાદ અને અંતરના આશીર્વાદ આપ્યા અને બધાં સાધ્વીજીએ અભ્યાસ અને વ્યાખ્યાનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા દર્શાવી.
સાધ્વીજી શ્રી કપુરશ્રીજી મહારાજે સ་મંગળ સંભળાવ્યા માદ સૌ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં વીખેરાયાં.