________________
આપણને ભણવાન, વક્તા બનવાને અને જે રીતે બને તે રીતે આપણે વિકાસ સાધવાને ઉત્સાહ આપે છે તે આપણે આજે પ્રત્યક્ષ જોયું. આ આપણું મોટું અહોભાગ્ય છે. એટલે આચાર્ય મહારાજને સંતોષ આપવો અને શાસનપ્રભાવના માટે આપણે દરેક રીતે તૈયાર થવું એ આપણું કર્તવ્ય છે. આ પછી તેઓએ પોતે અભ્યાસ કેવી રીતે કર્યો અને બેલવાને મહાવરો કેવી રીતે કેળવ્યો એ અંગે પોતાને જાતઅનુભવ કહી સંભળાવ્યું હતું.
સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીએ કાચી-પાકી છતાં મધુર હિન્દી ભાષામાં પોતાના જાતઅનુભવની વાત સહજ-સરળ ઢબમાં સચોટ રીતે રજૂ કરીને જાણે સૌનાં મન જીતી લીધાં હતાં. એમની શૈલી અનેખી હતી. એમણે પિતાનાં સાધ્વીજીઓને ભણાવવાની અને પંજાબમાં વિચરવાની ભાવના વ્યક્ત કરી હતી.
સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ કહ્યું કે પૂજ્ય આચાર્ય મહારાજની એવી ભાવના છે કે મારો સાધ્વીસમુદાય કેમ કરીને આગળ વધે અને પિતાને વિકાસ સાધે. તે આપણે અભ્યાસ વગેરે દ્વારા આગળ વધવાનો પ્રયત્ન કરીએ એ જરૂરી છે. સાધ્વી સમુદાય આગળ વધે એ માટે કેટલાક નિયમો અને કેટલીક સગવડો જરૂરી છે. વળી, દીક્ષાથી બહેનેની કેળવણી માટે પણ કંઈક કરવાની જરૂર છે. અને પ્રજાને સારી બનાવી હોય તે નારીસમાજને વિકાસ કરવાની તક આપવી જોઈએ. આપણે સમાજ પાસેથી જે સગવડ મેળવીએ છીએ એના બદલામાં સમાજની સેવા કરવી એ આપણી ફરજ છે. આ ફરજ ત્યારે જ સારી રીતે પૂરી કરી શકાય કે જ્યારે આપણે આપણે પિતાને વિકાસ સાધીને તૈયાર થઈએ. - સાધ્વીજી શ્રી પ્રગુણાશ્રીજીએ પોતાની લઘુતા દર્શાવીને કહ્યું કે અમારે એકવાર સંત વિનેબાજીને મળવાનું થયું, ત્યારે ભગવાન મહાવીરે નારી સમાજના ઉત્થાન માટે જે કાર્ય કર્યું તેની વાત કરતાં કરતાં તેઓ ગળગળા થઈ ગયા હતા. સમાજના પિતાના ભલા માટે સાવીસમુદાય આગળ વધે એ જરૂરી છે. આપણે આપણા ગુરુદેવની આજ્ઞાને માન્ય કરી એમની ભાવના પૂરી કરવી જોઈએ.
સાધ્વીજી શ્રી કપૂરશ્રીજીના સર્વમંગલ નિવેદન બાદ પહેલા દિવસની બેઠક સાંજના સાડાચાર વાગતાં પૂરી થઈ હતી.
બી દિવસ : ફાગણ વદિ ૧ બીજે દિવસે બપોરના અઢી વાગતાં સાધ્વીજી શ્રી કપૂરશ્રીજીના મંગલાચરણ તથા આચાર્ય મહારાજના ઉત્સાહ પ્રેરક ટૂંક પ્રવચન બાદ સાધ્વીજી શ્રી પ્રવીણ શ્રીજી, સાધ્વીજી શ્રી અભયશ્રીજી, સાધ્વીજી શ્રી નયપ્રજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી ઉદયયશાશ્રીજી, સાધ્વીજી શ્રી કીર્તિપ્રભાશ્રીજી, સાધ્વીજી શ્રી હિતજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી મૃદુલાશ્રીજી તથા સાધ્વીજી શ્રી કમળપ્રભાશ્રીજીએ સભાભ અડીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આમાં કેટલાંક સાધવીજીઓ તે પહેલી જ વાર બેલ્યાં હતાં. વળી ગુજરાતનાં કેટલાંક સાધ્વીજીઓ હિંદીમાં સુંદર રીતે બેલ્યાં હતાં. વચ્ચે વચ્ચે આચાર્ય મહારાજ કંઈક ને કંઈક કહીને સૌને પ્રેરણા આપતા રહેતા હતા.
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ સાધ્વીજીઓ અભ્યાસ કરે એની કેટલી જરૂર છે એ તરફ ધ્યાન દોરીને આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ એક હેતાળ વડીલ કે ગુરુની માફક સૌને સતત પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે એ અંગે પિતાને હર્ષ દર્શાવ્યો. અને સાથ્વીભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક), : જૈન
[ ૧૭