SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિ, ગુન્હો, કાયદેઃ એ શું છે? ધોરણ) માને છે તેઓને નિર્બળ આત્મા, પૂર્વના ઋષિઓએ કરેલી સંસારની નિંદાને “અનીતિ” ઠરાવે એમાં કાંઈ આશ્ચર્ય નથી. તેમ આજનું નિર્માલય ધારાશાસ્ત્રી પતિ પાછળ બળી મરતી સુંદરીને ગુન્હેગાર ઠરાવે એમાં પણ કાંઇ આશ્ચર્ય નથી; કારણ કે હેના છીછરા આત્માને એ જાતની બલવાન પ્રેમભાવનાની કિમત હમજાઈ નથી કે જે પ્રેમ-જે મસ્તી-જે તલ્લીનતા-દુનિયાની દરેક ચીજને અને શરીરને પણ તુરછ માની શકે છે. બળી મરતી સતી, તે જમાનામાં, ભવિષ્યમાં પોતાનું ગુજરાન કોણ ચલાવશે અને. પિતાનું રક્ષણ કોણ કરશે એ દુઃખથી કાંઈ બળી મરતી નહિ, પૂર્વને લૂટારો કાંઈ ધન એકઠું કરવા માટે કે કોઈને પીડવાના ઇરાદાથી જ લૂટવાનું કામ કરતો નહિ પણ અતિ શ્રીમંત બની લોભી અને તુચ્છ બનેલા વર્ગને લૂટવામાં જ આનંદ માનતો, અને ઘણે ભાગે સમય અને સ્થળની અગાઉથી ચેતવણી આપીને લૂટ, તથા લૂંટ બીજાઓને વહેંચી આપતે. તે પોતે ધર્મમાં પણ આસ્તિક હતું. તેના દીલમાં શક્તિની સાથે મનુષ્યત્વ અને કમળતાને પણ વાસો હતા. રાજા અને મુડીવાળાને તુરછ બદમાસ થઈ જતા અટકાવનાર એ એક શBalance of Power હતો ! ભય ' હતો ! અગાઉની ગણિકા પણ કાંઈ આજની માફક પેટ ભરવાના સાંસા પડવાને લીધે કે વિષયલાલસાની તપ્તિ ન થવાના કારણથી ગણિકા બનતી નહિ; તે ઘણી વિચીક્ષણ સ્ત્રી હતી કે જેનામાં રૂપ, કલા, વિધા સર્વને વાસ હતો અને જેની પ્રકૃતિ તાકાદવાળી હતી. તે ધનવાનને મૂર્ખતામાં અને પ્રમાદમા ઢળી પડતા બચાવતી, સમાજને લુખ્ખો-નિરસ–એકરંગી (monotonous) થતો બચાવતી. એને નાચ પૈસાથી ભલે ખરીદાય, પણ એનું શરીર કાંઇ પૈસાથી ખરીદી શકાતું નહિ. એ તે બત્રીસ લક્ષણો પુરૂષ જ મેળવી શકતો અને એ પુરૂષ હૈને કિંમત ભરવાને બદલે ઉલટો તેની સર્વ દોલતને ભક્તા બનતો. તે કાળના શક્તિશાળી નરેશો આ ગણિકાની, બહારવટીઆની, યોગીની તેમજ સતીની કદર કરતા. સમાજ હે ના તરફ ભય તેમજ માનની લાગણીથી જોતો. જ્યહારથી યાંત્રિક અને વ્યાપારી જમાનો યુરોપમાં પ્રચલિત થશે અને હેનું અહીં પણ સામ્રાજ્ય થયું હારથી ઉક્ત સર્વ “ક્ષાની પ્રકૃતિમાં સડે પેઠે અને શક્તિમાંથી
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy