SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલીક અપ્રિય ચર્ચાઓ. ૨૪૧ - “સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહના એક વિધાથી મી. ધરી તા. ૨૩ ઓગસ્ટના રોજ સ્ટીમરોયલ્ટીમાં ઈગ્લેંડ જશે. તે અંગ્રેજી પ્રજામાં હિંદી સંગીતની ખુબીઓ બતાવનાર છે તથા ચિત્રકલાને લગતું વિશેષ જ્ઞાન હાંથી પ્રાપ્ત કરનાર છે. બીજો એક વિઘાથી વગર દવાએ કુદરતી ઉપગથી દરદ મટાડવાની વિદ્યા : શિખવા અમેરિકા જવા ઇચ્છે છે. केटलीक अप्रिय चर्चाओ.. संयुक्त जैन विद्यार्थीगृह. આ સંસ્થા હેના જન્મ વખતે જેમ ચાલતી હતી તેમજ આજે પણ ચાલે છે. સ્કોલરશીપ દંડની તમામ રકમ અદ્યાપિ પર્યત બેન્ક આ૪ ઇડિયા અને મેરારજી ગોકળદાસ મીલ્સમાં વ્યાજે મૂકાયેલી છે તેમ ને તેમ પડી છે. સઘળું ખર્ચ અઘપિ સુધી આ લખનારના જ ખી સ્સામાંથી થાય છે. જે કાંઈ હોહા થઈ છે તેનું મૂળ કારણ જાહે-- રમાં મૂકતાં કોઈ જૂના અને ગાઢ સંબંધને આઘાત પહોંચે તેમ હોવાથી પ્રયત્નપૂર્વક મન જાળવવાની મહને જરૂર જણાય છે. પબ્લીકને એવી વાતો જાણવાને આગ્રહ કરવાને હક ન હોઈ શકે. એટલુ જાણવું બસ થશે કે, પહેલા વાર્ષિક રિપોર્ટ બાદ થોડા જ દિવસો પછી–એટલે કે આજથી સુમારે બે વર્ષ ઉપર-મુંબઈન. નરેમલ એડવોકેટ જનરલ સમક્ષ કોઈ વ્યકિતએ ખટપટ પહોંચાડી હતી. જે કાંઇપણ ગુન્ડાભર્યું થવા પામ્યું જ હોત તો બબ્બે વર્ષ સુધી ન, અોકેટ જનરલ પિતાની સત્તાની રૂઇએ પગલાં લીધા સિવાય. રહ્યા ન હોત. આટલું પણ એ કારણથી જણાવવું પડે છે કે, કેટલાક વચલા લોકો બેટી વાતો ફેલાવી ર્કોલરશીપ ફંડની આવકને મહેદી હાની પહોંચાડી ચૂક્યા છે અને હજી પહોંચાડે છે તેમજ મહારી પોતાની પણ હાની કરી રહ્યા છે, તેવા લોકોના બનાવટી અને યુકિતબાજ ગપ્પગેળાને કેટલી હદનું વજુદ આપવું એ બાબતમાં લોકો વિવેક કરી શકે. એન. એડવોકેટ જનરલ અને સર્વપક્ષના સોલીસીટરેએ મને ળીને જે માર્ગ નક્કી કર્યો છે તે મુજબ વ્યવસ્થા પૂરી થયેથી જાહેર
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy