SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ નહિતરછુ. ધ્યાનમાં રહે કે એ ઉંચી સ્થિતિ છે, પણ મધ્યમ સ્થિતિમાં થઇને આગળ મુસાફરી કરવાને પરિણામે જ એ સ્થિતિ ઉદભવે છે. તેવી જ રીતે વિધવા કે વિધુર અનેક ઠેકાણે મનથી કે શરીરથી કે બન્નેથી ભટકવા રૂપ કુકર્મમાં પડે હેને આપણે “અશુભ” માને, એક જ પાત્રમાં મન તથા શરીરને ગોંધી રાખે અર્થાત એક પાત્રને ખુલ્લી રીતે પરણી બેસે હેને “શુભ ” માને, અને કોઈ પણ પાત્રમાં મહ ન ધરાવતાં સપૂર્ણપણે કામને છતી હેનાથી “પર” જાય એને “શુદ્ધ માને. આ “શુદ્ધ” ની દશા ભલભલા ગીઓ માટે પણું મુશ્કેલ છે, તે ઈચ્છવાજોગ અવશ્ય છે-કહો કે “ક” છે, પણ તે કોઇને માથે ફરજ્યાત ઠરાવી શકાય નહિ. એ પગલું વ્યક્તિની પિતાની ઇચછા અને શક્તિ પર આધાર રાખે છે એટલે સમાજે એને અચ્છીક વિષય તરીકે જ રાખવું જોઈએ, નહિ કે ફરજ્યાત. કૈવલ્ય એ શ્રેષ્ટ ચીજ અવશ્ય છે છતાં સમાજ એમ ન ઠરાવી શકે કે જે માણસે કૈવલ્ય નહિ પ્રાપ્ત કરે એને સમાજથી બાતલ કરવામાં આવશે. સમાજની સત્તા હદવાળી હોઈ શકે. સમાજમાં અંધાધુધી થવા ન પામે એટલા માટે સમાજ “ વ્યભિચાર ” ને ગુન્હ ઠરાવી શકે, પરંતુ ખુલ્લી રીતે થતા પુનર્લગ્નને “ ગુન્હો ' ઠરાવી ન શકે. વધુમાં વધુ સમાજ એટલું કરી શકે કે કોઈ યુવતી પુનર્લગ્નની છૂટ છતાં હેને લાભ ન લેતાં દઢ ચિત્તથી બ્રહ્મચર્ય પાળવામાં ગૌરવ માને હેને આદર્શ માની તારીફ કરી શકે, બહુમાન કરી શકે અને એ રીતે બીજી વિધવાઓના દિલમાં ઉચો આદર્શ ઉત્પન્ન કરવા પ્રયત્ન કરી શકે. ભણવું એ ઉત્તમ ચીજ છે, તથાપિ કોઈ સરકાર જ્યહારે ફરજ્યાત કેળવણી દાખલ કરે છે હારે માત્ર પ્રાથમિક કેળવણીને જ ફરજ્યાત ઠરાવે છે, દરેક યુવાને બી. એ. કે એમ. એ. થવું જ જોઈશે એમ ફરજ્યાત ઠરાવી શકાય જ નહિ,–જે કેB, A. કે M. A. થવું વધારે હિતકર છે. એ તે વ્યક્તિની ઇચ્છા, મગજશક્તિ, સાધન આદિ અનેક સંજોગો પર આધાર રાખતી બાબત જ ગણવામાં આવે છે. તેમજ સમાજને પણ વ્યભિચાર રોકવાનો હક છે, પરંતુ પુનર્લગ્ન રોકવાને હક હોઈ શકે જ નહિ. એ હક સમાજે જોહુકમીથી અને મૂર્ખાઈથી લીધેલો છે અને હેને પરિણામે વ્યભિચારમાં અસાધારણ વધારે થયો છે, અને તેથી ઉંચામાં ઉંચી નીતિ સુધી આગળ વધવાની સંભ ઉલટા ઓછા થયા છે. શુભ” માં થઈને જવાથી જ “શુદ્ધ પહોંચાય છે એ વાતને ભૂલી શુભને બલાત્કારથી દાબી દેવાય તે પરિણામ એ આવે કે વ્યક્તિને
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy