SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સમયના પ્રવાહમાં. ૧૫ કેમ રાખવામાં નથી આવ્યું? હિંદી પ્રજાકીય આગેવાનો હેટી ભૂલમાં. ભમે છે. કેળવણી, હુન્નર ઉદ્યોગ, રાજકીય હો એ સવ આ એક બાબતની પાછળ છે. M. A. થયેલામાં પણ સાહસ કે. શોધક વૃત્તિ ન હોવાનું કારણ શું ? સુધારકામાં નેતિક બળ ન હોવાનું કારણ શું ? પેપરમાં પરસ્પર નિંદા અને કુથલીઓના જ ભરતી. હોવાનું કારણ શું? વ્યાપારીઓમાં સ્વાર્થીપણું અને કુસંપનું કારણ શું? રાજકારીઓના વાળ ચીરવા જેવા ચુંથણની બહાદુરી (3) શાને આભારી છે –માત્ર બહાદુરીની ખામીને જઃ અને બહાદૂરીની. ખામી લશ્કરી તાલીમની ખામીને જ આભારી છે. અને આ ખામી. સરકાર તરફથી પૂરાય એ કોઈ કાળે બનવાનું નથી, એ તે હિંદ. પર શત્રુના આક્રમણની સીગ્નલ સરકારે પિતે આપી હતી તે વખતે પણ હિદને શસ્ત્ર આપવાની ના કહેવામાં એણે બતાવેલી ચીવટાઈ પરથી એક બાળક પણ હમજી શકશે. લોકનાયકનું જ એ કામ. છે અને લોકનાયક સ્થળે સ્થળે અખાડા ખોલી દરેક હિંદીને દરરોજ બે કલાક તાલીમ લેવાને ફરમાવી શકે છે. હડતાલ પાડી હાથપગ જોડી બેસી રહેવાના “ફરમાન” કહાડનારાઓ અડધા કલાકની તાલીમ લેવા એવી સગવડ કરી આપ્યા પછી–પ્રજાજનેને ફરમાવી શકે છે. અને એ માટે હથીરની પણ કાંઈ જરૂર નથી. અધ્યાત્મશાસ્ત્ર તો એમ જ કહે છે કે શારીરિક શક્તિ વગર આત્મિક શક્તિને સ્થાન જ નથી. એટલે બુદ્ધિવિકાસ ઉલટો મનુષ્યને વિકૃત, ઘ અને અપ્રમાણિક બનાવે છે. એકલે હૃદયવિકાસ માણસને અતિ દયાળુ અને પરિણામે દયાપાત્ર બનાવે છે. હડતાલના પ્રસંગે મરદાનગીભરી રમતોના અને મારા ના પ્રદર્શનમાં ફેરવી નાંખવાનું ધ્યેય હોવું જોઈએ. અસહકારની ફતેહ માટે પ્રજાવર્ગ (mob)નાં સમેલને જરૂરન. છે ખરાં પણ એથી વધુ જરૂર છેડાએક શ્રીમંત વ્યાપારીઓને હિલચાલના નાયકના “પરમ ભક્ત બનાવવાની છે. સરકારી નોકરી મૂકી દઈ બીજી કઈ ખાનગી નોકરી કે ધંધે હાથ કરતાં સુધી માત્ર, ગુજરાન પુરતી મદદ–બીજું કાંઈ સાધન કે શીલીક જેમને નહોય તેવાઓને આપવાની જરૂર તરફ દુર્લક્ષ રાખવું ઘટતું નથી. બધાએ. કાંઈ ભૂખે મરીને નાયકની આજ્ઞા પાળે એટલી હદની આત્મશક્તિ આજના સંજોગોમાં હાવી સંભવતી નથી. અસહકાર કમીટીને હસ્તક કેટલાક વ્યાપાર મૂકાવા જોઈએ અને એ માટે થોડાએક ભt. વ્યાપારીઓ રોજના કરી શકે. આટઆટલાં કારખાનાં વ્યાપારીઓ જાહેરના પૈસાથી પિતે કમીશન ખાટવા કહાડે છે તે બેચાર સ્ફોટ
SR No.537771
Book TitleJain Hitechhu 1919 12 to 1920 10
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1919
Total Pages288
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy