________________
સમયના પ્રવાહમાં..
૧૧૭
શંકર
મહાન નુકસાન–પિતાની હઠથી-કર્યું. સ્વામો પક્ષ એક પત્રકાર તેમજ વ્યાપારી હતા અને હેની વિરુદ્ધમાં જાહેર હિતના મહાના તળે એવી ખોટી બાબતે યુક્તિપૂર્વક તે પારસી પત્રમાં છપાવવામાં આવી હતી કે જેથી એની સાથેના વ્યાપારી લેવડ-દેવડના સંબંધો ટુટી જવા જ પામે અને તે સાધને હેને એકાએક નાદારીનું શરણું લેવાની ફરજ પડે. એક જાહેર પુરૂષ પિતાના જાહેર જીવનના ખર્ચને નીભાવવા માટે ધારાશાસ્ત્રી કે વ્યાપારી કે બીજી કોઈ જાતના કામકાજની આ-- વક પર આધાર રાખતો હોય છે એ વાત હમજાવવાની ભાગ્યે જ જરૂર હોય. તેમજ દરેક વ્યાપારી પિતાની મુડી કરતાં કાંઈક વધારે નાણું બંધામાં રોકત હોય છે એ પણ આ જમાનામાં ભાગ્યે જ કોઈથી અજાણ્યું હશે. “ફલાણું જાહેર પુરૂષે પિતાની છેલ્લી મીલ્કત પણ ગીરે મૂકી છે” એમ જાહેર પેપરમાં પ્રગટ થવાથી એના. બેન્કરે ધીરેલાં નાણાં પાછા મેળવવાની તાકીદ કરે અને ઉધાર માલની આપલે કરનારાઓ હેનાથી કામકાજ કરવાનું બંધ કરે, જેને પરિ ણામે છતે પૈસે હેને નાદારીમાં જવું પડે. એક પત્રકાર એટલું પણ જોવાની દરકાર ન કરે કે જાહેર પુરૂષની ખાનગી બાબતને જાહેરમાં મૂકનાર જરૂર એને નુકસાન કરવાના આશયથી જ એના પેપરને. ઓજાર બનાવવા માગે છે, તો એવા પત્રકાર ગમે તેટલા નિર્દોષ આલયવાળા હોવા છતાં પબ્લીકને માટે ભયંકર જ છે. અને આ અમુક બાબતમાં તે હકીકત પણ તદ્દન જૂડી બનાવટી હતી. અને તેથી જ કહેવું પડે છે કે પારસી પત્રકારે જર્નાલીમથી હિંદના ઉપકારી બન્યા છે એવો દાવો કરવા માંગતા હોય તો તે ફજુલ છે. તેઓ તે કામ એક ધંધાદારી તરીકે કરે છે અને ધંધામાં પણ જે ઉરચ સિદ્ધાન્ત પાળવા જોઈએ તે બધા તેઓ ચીવટાઈથી પાળતાં. ભાગ્યે જ જોવામાં આવે છે. હું હારે પારસી જર્નાલીઝૂમ માટે આ ટીકા કરું છું ત્યહારે એમ કહેવા નથી માંગતે કે હિંદુ પત્રકારો દેવના દીકરા” કે “ફીરસ્તો છે. ગુજરાતી જર્નાલીમ હજી સુધી, તો દષોથી ભરપૂર જ છે. “ઉંચા શેખ”થી–માત્ર કોઈ એક સિદાંતની સેવા માટે જ–પ્રગટ થતું કોઈ ગુજરાતી દેનિક કે સાપ્તાહિક કે માસિક હોવાનું હું પોતે તો સ્વીકારી શકતો નથી. હા, એક કરતાં. બીજું પત્ર પ્રમાણમાં (comparatively) ચહડીખતું હોવાનું સ્વીકારીશ, પણ એવું એક પણ પત્ર હોવાનું હું સ્વીકારી શકતા નથી. કે જેના- હાર્દિક આશયો પ્રત્યે મહને “ભક્તિ’ ઉત્પન્ન થાય. આવું