SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ બે બેલ કરી રહી હોય છે, તે બનાવમાં ભાગ લેતી વ્યક્તિઓની એ પહેલીનાં કૃત્યોને સ્થૂલ દેખાવ પણ દૃષ્ટિ સમક્ષ ખડો થાય છે. તેઓના મગજની લંબાઈ-પહોળાઈ અને મગજની અંદરના ભાવનું હલન ચલને અને તેની quality અને quantity, તથા હેમના - હદયની અંદરનાં ચિત્રઃ આ સર્વે હારી હામે એટલા મેહુબ પણાથી અને એટલી ત્વરાથી હાજર થાય છે કે એક સેકંડ માત્ર પણ હું મહારું ધ્યાન બીજી કઈ દિશામાં લઈ જઈ શકતા નથી." પછી એ સઘળા દેખાવો પર મારી દૃષ્ટિનાં કિરણો પડી હેમને ઓગાળી નાખે છેહેની જાણે કે વરાળ બનતી હોય, અને તે. વરાળ મહારા મગજ ઉપર આગના- હરક થઈ શકે છે. તે મા-. ના હરફને પછી મહારે “ભાષામાં તરજુમો કરવો પડે છે, અને તે એટલે દમ વગરને–એટલો શુષ્ક અને એટલે રોતડ હેવાનું હું હારે ફુરસદે તે ફરીથી વાંચી જાઉં છું હારે, મને ભાનથાય છે કે તે વખતે મને મહારા ઉપર જ તિરરકાર ભાવ ઉપજે છે. આ આખી ક્રિયા કેમ બનતી હશે હેને ખ્યાલ હર એક . માણસ લાવી શકે નહિ. ગમે તેમ છે, પણ મહારી કહેવાતી ઉગ્ર ભાષા–જે મહારી દષ્ટિએ નિર્માલ્ય છે–નું મૂળ કારણુ મહે ઉપર લખ્યું તે જ છે. જે જે સંસ્થાઓ કે વ્યક્તિઓની પ્રવૃત્તિ ઉપર મહે ટીકા કરી છે અને તે ટીકા અતિ તીવ્ર ગણાઈ છે, તે તે. સંસ્થા કે વ્યક્તિઓ પૈકી કેાઈ સાથે મહારે અંગત વૈર નથી, બલકે હેમાંના કેટલાકે તો મહારા સ્નેહીએ–શુભેચછકે અને કેટલાક તે મિત્રો છે; અને એવી સંરથાઓ પૈકી કેટલીક તે એવી છે. કે જહેની મહે યથાશક્તિ સેવા કરી છે અને ટીકાઓ કર્યા પછી પણ સેવા કરી છે. ખાનગી જીવનમાં મહે કઈ રફ શત્રુષ્ટિએ જેવું સરખુંએ નથી એ હું અભિમાન સાથે કહેવાને હકદાર છું. રસ્થાનકવાશી કોન્ફરન્સ હારે ત્રણ વર્ષ સુધી બંધ રહી અને કોડપતિ પ્રમુખ પોતે સંખ્યાબંધ શહેરોને અરજ કરી ચૂક્યા કે ખર્ચ અમે આપીશું તેમજ કામ કરનારા માણસો પણ અમે આપીશું અને હમે હમારા ગામમાં કૅન્ફરન્સ ભરવાનો યશ , તે છતાં કેઇએ કોન્ફરન્સને આમંત્રણ આપ્યું નહિ હારે, જે કે કૅન્ફરન્સના મૂખપત્રમાં હર વખત મહારા ઉપર બેસુમાર ખોટા આળ અને ગાળીને વર્ષદ વર્ષ રહ્યો હતો તે છતાં, અને કૅન્ફરન્સ માટે કાશીશ કરવાની મહને અરજ પણ કરી
SR No.537770
Book TitleJain Hitechhu 1918 05
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1918
Total Pages306
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Hitechhu, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy