________________
૪.
જનહિતેચ્છુ. .
એ જ મહારે “સટ્ટણ” છે. ત્યારે મારા પર ઘુરકી કરવા નહિ માલકને પૂછી શંકાનું નિવારણ કરવું.”
: અને હું તુરત જ જાગી ઉઠો અને બન્ને તરફ એક તીણ નજર ફેંકી કે તુરત બને પિતપતાની ગુફામાં છુપાઈ ગયાં. મહેં એક ગર્જના સાથે કહ્યું: “ખબરદાર કૂતરાઓ ! કારણે અને પરિણામેની પંચાયતમાં હમારે કદાપિ ઉતરવું નહિ. હમને મહે તેવો અધિકાર આપ્યો છે શું? ચુપચાપ મહારી આજ્ઞાનું પાલન ક, અને આશાના આશય મહારી પાસે રહેવા દે. જાઓ, સુવર! હમણું પિઢી જાઓ; ખબરદાર, ગાઢ નિદ્રા લેજે; સહવારમાં હમારે ભીના ઘઉં દળવાના છે.”
" આ અંકની ભાષા–મહારાં બીજા દરેક લખાણો અને ભાષણોની ભાષા માકકેટલાકને ઉગ્ર, કડક, આગ જેવી લાગશે. કોઇને આમ લાગે કે તેમ લાગે તે બાબતની અને પિતાને ચિંતા કે ડર નથી, પરંતુ જે આશય ફલીભૂત કરવાનો છે હેમાં એવી ગેરસમજાતેથી કાંઈક કઈક ખલેલ પડવાને સંભવ રહે છે, જે દૂર થાય એ મતલબથી અત્રે થોડેક ખુલાસો કરવાની રજા લઈશ. પ્રથમ તે મહારા દરેક વાચકને, આજના અંકમાં “જૈન પત્રો અને પત્રકારો એ મથાળાની “નોંધ’માં ભાષાના જે વિવિધ પ્રકાર બતાવ્યા છે અને કણ શા માટે અમુક ભાષા વાપરે છે તે સંબંધમાં જે કુદરતને કાનુન બતાવ્યો છે તે હમજવા અરજ કરીશ.એ સામાન્ય ખુલાસા ( general explanation) પછી અંગત ખુલાસો કરવાની રજા લઈશ કે, મહારી જે ભાષાની ઉષ્ણતા માટે ફર્યાદ કરવામાં આવે છે તે જ ભાષાના અત્યંત “ ઠંડાપણા માટે મહને પિતાને શરમ આવે છે ! આ દેખીતા વિરોધનું વાસ્તવિક કારણ રહંમજવા જેવું છે. હું જહારે લખવા બેસું છું ત્યારે જે બનાવ કે વિષય ઉપર મારા મગજમાં વિચારો ઘમસાણ મચાવી રહ્યા હોય છે અને જે વિચારો મારી કલમમાં ઉતરવા જેર કરી રહ્યા હયા છે તે જ લખવાનો હાર રીવાજ છે;-બીજા શબ્દોમાં કહું તે અગાઉથી ધારી મૂકેલા કે કોઈએ ફરમાવેલા વિષય ઉપર હું લખી શકતો નથી, માત્ર આંતરપ્રેરણાથી જ લખું છું; અને લખતી વખતે જે બનાવ ઉપર લખવાનું હોય છે તે બનાવની વિવિધ * સ્થિતિઓ (stages) સીનેમાની ફિલ્મ માફક મહારી નજર હામે